આ 7 કારણથી મૃત્યુ પછી પણ મુક્તિ નથી મળતી, આત્મા ભટક્યા કરે છે.

Astrology

મિત્રો, ગરુડ પુરાણ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જેને પણ આ ધરતી પર જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તેનું મૃત્યુ નજીક આવવા પર કાળ પ્રાણીને ગ્રહણ કરી જ લે છે. મનુષ્યના કર્મોના આધારે જ તેને સ્વર્ગ તેમજ નર્કની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ વિશિષ્ટ કારણોથી થાય છે તો તેની આત્માને મુક્તિ નથી મળતી અને તે પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે અને આ પૃથ્વીલોક પર જ ભટક્યા કરે છે. આવા મનુષ્યના મૃત્યુ પછી શ્રાદ્ધ કર્મ કર્યા પછી પણ તેને મુક્તિ નથી મળતી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જો કોઈ મનુષ્યનું મૃત્યુ આ સાત કારણે થાય છે તો તેવા મનુષ્યને મુક્તિ નથી મળતી. તેને મુક્તિ માટે નારાયણ બલી નામ ની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જો કોઈ મનુષ્યનું મૃત્યુ ભૂખથી થાય છે અથવા કોઈ મનુષ્યનું મૃત્યુ અન્ન પ્રાપ્ત ન થવાના કારણે ભૂખથી વ્યાકુળ થઈને થાય છે તેવા મનુષ્યને મુક્તિ નથી મળતી કારણ કે તેનું શરીર અત્યંત અતૃપ્ત થઈને મૃત્યુ પામે છે તેથી મૃત્યુ પછી પણ તેની ભૂખ નથી મટતી. તેથી તેની આત્મા પ્રેત યોનિમાં જાય છે અને ભટક્યા કરે છે. જો કોઈ મનુષ્યનું મૃત્યુ હિંસક પ્રાણીઓ દ્વારા થાય છે જેને માર્યા પછી આ પ્રાણીઓ ખાઈ જાય છે તો તેનું શરીર પણ છિન્નભિન્ન થઈ જાય છે. પોતાના આવા શરીરને જોઇને આત્મા અત્યંત દુઃખી થઈ જાય છે. અને પછી તેને મુક્તિ નથી મળી શકતી. આવી આત્મા પ્રેત યોનિમાં ભટક્યા કરે છે.

શ્રીકૃષ્ણ કહે છે જે લોકો ફાંસીના ફંદા થી મૃત્યુને પ્રાપ્ત થાય છે તેવા લોકોને પણ મૃત્યુ સમયે અત્યંત કષ્ટ થાય છે. જે લોકો બીજી અન્ય રીતે પણ આત્મ-ઘાત કરે છે તેની આત્માને પણ મોક્ષ નથી મળતો. તે અત્યંત દુઃખી અવસ્થામાં મૃત્યુ પામે છે તેથી તેનો આત્મા મૃત્યુલોક પર ભટક્યા કરે છે. જે વ્યક્તિનું મૃત્યુ શરીરની ક્ષીણતા એટલે કે ખૂબ જ નિર્બળ બનીને થાય છે તેને પણ મુક્તિ નથી મળતી. જે મનુષ્ય દોરડાથી બંધાઈને અથવા તો પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે તેઓ પણ અત્યંત કષ્ટ ભોગવે છે અને મૃત્યુ પછી પણ તેમને મુક્તિ નથી મળતી અને તેઓ પણ પ્રેત યોનિમાં ભટક્યા કરે છે.

જે મનુષ્યનું મૃત્યુ હડકાયા કુતરાના કરડવાથી થઈ જાય છે અથવા સાપ કરડવાથી થાય છે તેવા મનુષ્યને પણ મુક્તિ નથી મળતી. કોઈ ઋષિ કે પતિવ્રતા નારીના શ્રાપથી મૃત્યુ પામનાર વ્યક્તિને પણ મૃત્યુ પછી મુક્તિ નથી મળતી. તે સિવાય વીજળીના કારણે અથવા પર્વત પરથી નીચે પડવાના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિને પણ મુક્ત નથી મળતો. આ સાત પ્રકારથી મૃત્યુ પામનાર વ્યક્તિઓ પ્રેત યોનિમાં જાય છે. આવા વ્યક્તિની મુક્તિ નારાયણ બલી પૂજાથી સંભવ છે. આ પૂજા તીર્થ ક્ષેત્રમાં થવી જોઈએ. તેમજ પુરુષસુક્ત અને વૈષ્ણવ સુક્તનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ દક્ષિણાભિમુખ થઈને તે પ્રેત આત્મા અને ભગવાન વિષ્ણુનું સ્મરણ આ રીતે કરવું જોઈએ.
” અનાદિનિધનો દેવઃ શંખચક્ર ગદાધરઃ।
અક્ષયઃ પુણ્ડરીકાશ્ક્ષ પ્રેતમોક્ષ પ્રદો ભવ॥

ત્યારબાદ જળ, ચોખા, ઘઉં, જવનુ વિધિવત દાન કરો. આ રીતે કરવાથી તે પ્રેત આત્માને મુક્તિ મળે છે અને તે પૃથ્વીલોક છોડીને સ્વર્ગ લોક તરફ પ્રસ્થાન કરે છે. આ રીતે ગરુડ પુરાણમાં આ 7 કારણો થી મૃત્યુ થવા પર મનુષ્યને મુક્તિ નથી મળતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *