દૂધ જો વાસણથી ઉભરાઈને બહાર આવી જાય તે સ્ત્રીનું ભાગ્ય આવું હોય છે.

Astrology

મિત્રો, આજે આપણે જાણીશું કે દૂધ જો વાસણથી ઉભરાઈને બહાર આવી જાય તો શું સમજવું. આપણી સાથે બનવાવાળી દરેક ઘટનાઓ આપણને કોઈ ના કોઈ વાતનો સંકેત આપતી હોય છે. જેમકે હાથમાંથી વાસણનું છૂટીને નીચે પડી જવું, કાચ તૂટવો, દૂધ ઢોળાઈ જવું.

શકુન શાસ્ત્ર અનુસાર આ બધી ઘટનાઓ આપણા આવવાવાળા ભવિષ્ય વિશે સંકેત આપે છે. ઘણીવાર આ બધી ઘટનાઓ આપણને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓ વિશે આગાહી કરતી હોય છે. જો આપણે આ ઘટનાઓને ધ્યાનથી વિચારીશું તો આપણને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓ વિશે જાણકારી મળી શકે છે.

દૂધ ગરમ કરતી વખતે ઉભરાઈને ઢોળાઈ જવું એ આમ જોવા જઈએ તો ખૂબ જ સામાન્ય બાબત છે પરંતુ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર દૂધ ગરમ કરતી વખતે ઉભરાઈને ઢોળાઈ જવું તેનું એક અલગ જ મહત્વ છે. દૂધ ઉભરાવવું એ સારો શકુન એટલે કે શુભ બાબત ગણવામાં આવે છે. એટલે કે જ્યારે દૂધ ગરમ થઈને ઉપર આવે છે તો તમને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે. પરંતુ મિત્રો આ બાબત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તમે ધ્યાનથી દૂધ ઉકાળો છો ત્યારે ભૂલથી તમારું ધ્યાન એક પલ માટે ધ્યાન ચૂકી જાય અને દૂધ ઉભરાય તો આ બાબત લાગુ પડે છે.

પરંતુ મિત્રો જો એ જ દૂધ ખૂબ જ વધારે ગરમ થઈને અને ઉકળીને બળી જાય છે તો તે અશુભ માનવામાં આવે છે. આજના જમાનામાં લોકો આવી બાબતને ધ્યાન આપતા નથી અને અંધશ્રદ્ધા કહીને ટાળી દે છે પરંતુ જે લોકો શકુન અપશકુન અને જ્યોતિષશાસ્ત્રમાં માને છે તેમના માટે આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *