મિત્રો, આ સંસારનો કોઈપણ માણસ હોય જેની સવારનો સમય સારો જાય તો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય છે. એટલા જ માટે એવા કોઈ કામ ન કરવા જોઈએ જેથી દિવસની શરૂઆત બગડે. તેનાથી આપણા સમગ્ર દિવસ અને જીવન પર અસર પડે છે. શ્રીકૃષ્ણ ભગવાને આપણને એવી કેટલીક વાતો કહેલી છે જે જીવનમાં ઉતારવાથી આપણું જીવન ધન્ય બની જાય છે.
કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે સવારે ઉઠીને કોઈ પણ વ્યક્તિ સાથે વાદવિવાદ કરવો જોઈએ નહીં. જીવનસાથી હોય તે પરિવારનો કોઈ પણ સભ્ય હોય તેની સાથે વાદવિવાદ કરવો ન જોઈએ. તેનાથી તમે પોતે પણ દુખી થશો અને પરિવારના સભ્યો પણ દુઃખી થાય છે. કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે મનુષ્ય કંઈ પણ ક્રોધ ન કરવો જોઈએ. ભગવાને કહ્યું છે કે ક્રોધ એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે અને ક્રોધમાં લીધેલા નિર્ણય અને કામ પરેશાનીઓનું કારણ બની શકે છે. ક્રોધમાં વ્યક્તિને સાચા-ખોટાનું ભાન રહેતું નથી અને તે પોતાની વાણી પર નિયંત્રણ પણ રાખી શકતો નથી. ગુજરાતી પારિવારિક સંબંધો બરબાદ થઈ જાય છે અને સંપૂર્ણ જીવન પણ બરબાદ થઈ શકે છે.
કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કદી પણ કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તન કરવું જોઈએ. માતા-પિતા અને વડીલોનો હંમેશા આદર કરવો જોઈએ. કોઈપણ પરિવારમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે જેમાં પરિવારના સભ્યો વચ્ચે તણાવ ઉત્પન્ન થાય છે, કહેવાય છે ઘર હોય ત્યાં વાસણ ખખડે જ. પરંતુ આવી પરિસ્થિતિમાં કોઈનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મનુષ્યએ મોડે સુધી ઊંઘવું જોઈએ નહીં. શાસ્ત્રોમાં પણ જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠવા વાળા વ્યક્તિ ઉપર દેવતાઓની કૃપા બની રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ તે વરદાન સ્વરૂપ છે. જે લોકો સવારે મોડે સુધી સુવે છે તે આળસ રૂપી રાક્ષસનો શિકાર બને છે અને દિવસભરના કાર્યો માં તેનું મન લાગતું નથી જેના પરિણામે જીવન બરબાદ થઈ શકે છે.
કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મનુષ્ય કદી પણ જૂઠું ન બોલવું જોઈએ તેમાં પણ સવારે તો જૂઠું ભૂલથી પણ ન બોલવું જોઈએ. જે વ્યક્તિના દિવસની શરૂઆત જુઠ્ઠું બોલવાથી થાય છે તે વ્યક્તિને આખો દિવસ અસંખ્યવાર જુઠ્ઠું બોલતા રહેવું પડે છે. જૂઠું બોલવું એ પાપ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણમ્ સદા સહાયતે.