મૃત્યુ પામેલા વ્યક્તિની આ 3 વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ મનુષ્ય મૃત્યુ વખતે પોતાના સંબંધીઓ અને મિત્રોને એવી યાદો આપી જાય છે જેને તેના પરિજનો અને મિત્રો કદી ભૂલી શકતા નથી. મનુષ્ય મૃત્યુ પછી તેની બધી જ વસ્તુઓ આ દુનિયામાં છોડીને જાય છે પરંતુ મૃત વ્યક્તિના સંબંધી અને મિત્રો તેની આ વસ્તુઓને તેની યાદો માનીને પોતાની પાસે રાખી લે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેઓ એ નથી જાણતા કે શાસ્ત્રોમાં મૃત્યુ પામેલા વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર દરેક મનુષ્યની ઉર્જા તેની વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તે મૃત્યુ પામેલા વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરે છે ત્યારે મૃત વ્યક્તિની આત્મા અસંતુષ્ટ થઈ જાય છે.

મૃત વ્યક્તિની આત્મા અસંતુષ્ટ હોય તે આ પૃથ્વીલોક ઉપર ભટક્યા કરે છે અને કદી પણ મુક્તિ મેળવી શકતી નથી. ગરુડ પુરાણમાં મૃત વ્યક્તિની એવી ત્રણ વસ્તુ વિશે કહેવામાં આવ્યું છે તેને ભૂલથી પણ કદી ઉપયોગ કરવો જોઈએ નહીં.નહીંતર તે આત્મા બીજા શરીરમાં પ્રવેશ નહીં કરી શકે. અને આ મૃત્યુલોકમાં જ કરશે. ઘણીવાર આ મૃત આત્માઓ તે વ્યક્તિને પરેશાન કરવા લાગે છે જે તેની આ વસ્તુઓનો ઉપયોગ કરે છે. સૌથી પહેલાં તો મૃત વ્યક્તિના વસ્ત્રોનો બીજા કોઈ વ્યક્તિએ ઉપયોગ ન કરવો જોઈએ. તેના વસ્ત્રોને ભૂલથી પણ પહેરવા ન જોઈએ. આવું કરવાથી મૃત વ્યક્તિની આત્માને તે વ્યક્તિ સાથે જોડાઈ જાય છે. મૃત વ્યક્તિની આત્મા તે વ્યક્તિને સતાવવા લાગે છે જે તેના વસ્ત્રોનો ઉપયોગ કરે છે. જેથી તે વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપથી કમજોર બની જાય છે. તેથી મૃત વ્યક્તિના વસ્ત્રો કદી પહેરવા ન જોઈએ. મૃત વ્યક્તિના વસ્ત્રો હંમેશા દાન કરવા જોઈએ જેથી તેની આત્માને શાંતિ મળે. અથવા આ વસ્ત્રોને નદીમાં પધરાવી દેવા જોઈએ.

ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિના આભૂષણો પણ પહેરવા જોઈએ નહીં. મૃત વ્યક્તિને પોતાના ઘરેણાથી વસ્ત્રો કરતાં પણ વધુ લગાવ હોય છે. જ્યારે કોઈ તેના આભૂષણોનો ઉપયોગ કરે છે ત્યારે મૃત વ્યક્તિની આત્મા અસહજ મહેસૂસ કરે છે. તે આત્મા તે વ્યક્તિને માનસિક પરેશાન કરવા લાગે છે જે તેના આભુષણો પહેરે છે. આત્મા પોતાના જ પરિવારના લોકોને પરેશાન કરવા લાગે છે. એટલા માટે મૃત વ્યક્તિના ઘરેણાનો કદી ઉપયોગ ન કરવો જોઇએ. તેને સંભાળીને રાખવા જોઈએ અથવા તો એને વેચી દેવા જોઈએ પરંતુ એને પહેરવા જોઈએ નહીં. વ્યક્તિના મૃત્યુ પછી એ ઘરેણાંથી તમે બીજા નવા ઘરેણા બનાવી શકો છો.

મૃત વ્યક્તિની ઘડિયાળનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. કપડાં અને ઘરેણાંની જેમ ઘડિયાળ પણ કોઈપણ વ્યક્તિની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ મનુષ્ય સાથે જીવનભર જોડાયેલી રહે છે. જે વસ્તુ મનુષ્ય સાથે જીવનભર જોડાઈ જાય છે તેની ઊર્જા તે વસ્તુ માં સમાવેશ થઈ જાય છે. એટલા માટે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની ઘડિયાળ ને કદી પણ પહેરવી જોઈએ નહીં. આ ઘડિયાળનો ઉપયોગ કરવાથી વ્યક્તિને ઘણા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઘડિયાળ તે માણસના જીવનમાં ખરાબ સમય લઈને આવી શકે છે. આ ઘડિયાળ ને તમે એક યાદ સમજીને તમારા ઘરમાં સંભાળીને રાખી શકો છો પરંતુ તેને તમારા શરીર પર ધારણ ન કરો. મૃત વ્યક્તિની આ ત્રણ વસ્તુઓ મનુષ્યએ ભૂલથી પણ ઉપયોગમાં લેવી જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *