જો ઘરના મંદિરમાં પૂજા વખતે આ 4 સંકેતો મળે છે તો તમે ધનવાન બનવાના છો.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્યની મુક્તિનો એક જ માર્ગ છે અને તે ભક્તિ છે. ઈશ્વરનું નામ સ્મરણ કરવાથી સમસ્ત પાપોમાંથી પણ મુક્તિ મળે છે. જે મનુષ્ય ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી ભગવાનની ભક્તિ કરે છે તેમને ભગવાન અવશ્ય કેટલાક સંકેતો આપે છે. આ સંકેતો એવા લોકોને જ મળે છે જેમના મનમાં પવિત્રતાનો ભાવ હોય છે. સાચા મનથી ભક્તિ કરવા વાળા લોકોને ભગવાન પોતાના હોવાનો સંકેત વારંવાર આપતા હોય છે. ભગવાન નાના નાના સંકેતો દ્વારા તેમના ભક્તોને એ સમજાવે છે કે ભગવાન તેમની સાથે છે. આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણે કહેલા એ 4 સંકેતો વિશે જાણીશું જે તમને પણ મળ્યા જ હશે. જો તમે સાચા મનથી અને સંપૂર્ણ શ્રધ્ધાથી ઈશ્વરની ભક્તિ કરી હશે અને પૂજા કરી હશે તો પૂજા કરતી વખતે તમને આ ચારમાંથી કોઈ એક સંકેત અવશ્ય મળ્યો હશે. આમાંથી કોઈપણ એક સંકેત મળે તો સમજી જજો કે ભગવાન સાક્ષાત તમારી સામે જ છે.

સૌથી પહેલો સંકેત પૂજા કરતી વખતે આંખોમાં આંસુ આવવા. જ્યારે આપણે સાચા મનથી ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે આપણો અંતરાત્મા સ્વયં ભગવાનથી મળે છે. જેના કારણે આપણા દુઃખ અને પીડા ભગવાન સાથે જોડાઈ જાય છે. ભગવાન આ દુઃખ અને પીડામાંથી પોતાના ભક્તો ને બહાર કાઢવા માટે ભક્તોની આંખોમાં આંસુ લાવે છે જેના કારણે ભક્તોનું મન હળવું થઈ જાય છે. જો પૂજા કરતી વખતે તમારી આંખોમાંથી આંસુ આવી જાય તો સમજી જજો કે તમારું અંતરમન સાક્ષાત ભગવાનની પાસે છે. તેના કારણે તમારા અંદરની તમામ પ્રકારની બુરાઈઓ, બધા જ પાપ, બધા દુઃખ, ખરાબ વિચારો, લાલચ તમારી આંખોથી આંસુઓ દ્વારા બહાર નીકળી જાય છે અને તમારું મન પવિત્ર બની રહ્યું છે.

જો તમે ભગવાનના મંદિરમાં પૂજા કરી રહ્યા હોય અને દીવો સળગાવો ત્યારે અચાનકથી દીવાની જ્યોત ખૂબ જ મોટી થવા લાગે તો સમજી જજો કે ઈશ્વર સાક્ષાત તમારી સામે ઉભા છે અને ભગવાન તમારી ભક્તિથી ખૂબ જ ખુશ છે. આવા સમયે ભગવાનની સામે તમારી મનોકામના પ્રગટ કરવી જોઈએ. તમારી જે પણ ઈચ્છા હશે તે અવશ્ય પૂરી થશે. કહેવાય છે કે જેનું મન સાફ હોય તે મનુષ્યના ઘરના મંદિરમાં જ દીવાની જ્યોત તેજ થાય છે. જો તમે પણ તમારા ઘરના મંદિરમાં દીવાની જ્યોત ખૂબ જ તેજ થતી જોઈ હોય તો તમે ખૂબ જ પવિત્ર માણસ છો અને તમે ઈશ્વરના સાચા ભક્ત છો.

જો પૂજા કરતી વખતે તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે છે અથવા તો ગૌમાતા પધારે છે તો તે ખૂબ જ પવિત્ર અને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે સ્વયં ભગવાન દ્વારા મોકલવામાં આવેલો દૂત તમારા દ્વારે આવ્યો છે. આવા સાધુ કે ભિક્ષુકને ભોજન કરાવવું જોઈએ. દ્વાર ઉપર આવેલી ગાય માતાને રોટલી ખવડાવવી જોઈએ અને પ્રણામ કરવા જોઈએ. આવું કરવાથી તે મનુષ્યની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે ઘરના તમામ પ્રકારના દુઃખો અને પીડાનો નાશ થઈ જાય છે.

જો તમે ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવા બેઠાં હોય અને ભગવાનની મૂર્તિ ઉપરથી કોઈ ફૂલ નીચે પડી જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમારી પર ફુલ પડવાનો સંકેત એ બતાવે છે કે ઈશ્વર તમારી ભક્તિથી ખૂબ જ ખુશ છે અને ફુલ દ્વારા ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે. મંદિરમાં કરેલા ધૂપની ધારા અચાનક તમારી બાજુ વહેવા લાગે તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને ભગવાન એ સંકેત આપવા માગે છે કે તેઓ તમારી ભક્તિથી ખૂબ જ ખુશ છે. આ રીતે જ્યારે ભગવાન આપણી સાચી ભક્તિથી ખુશ થાય છે તો આ પ્રકારના સંકેતો દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તેઓ આપણી સાથે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *