મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ગ્રહ સંબંધિત એક વનસ્પતિ હોય છે. જો તે મનુષ્ય તે વનસ્પતિ પોતાના ઘરના આંગણામાં વાવે છે તો તે મનુષ્ય ગ્રહોના દુષ્પ્રભાવથી બચી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે વૃક્ષ ફળ, છાયડો,ભોજન તથા યજ્ઞ માટે લાકડું આપે છે તેનું સંપૂર્ણ પુણ્ય તે વૃક્ષ વાવવાળા વ્યક્તિને મળે છે. એટલા માટે મનુષ્યએ પોતાની રાશિ અનુસાર વૃક્ષ- છોડ અવશ્ય વાવવા જોઇએ જેથી તે મનુષ્યને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાંથી ખરાબ સમય સમાપ્ત થઈ જાય છે.
સૌથી પહેલા મેષ અને વૃશ્ચિક રાશિ વાળા લોકોની વાત કરીએ તો મેષ અને વૃશ્ચિક રાશિવાળા લોકોને લીમડાનું ઝાડ અવશ્ય આવવું જોઈએ. આ બંન્ને રાશિના દેવતા મંગળ હોય છે. આ બંન્ને રાશિના લોકો ના ઇષ્ટદેવ હનુમાનજી છે. જો તમે મંગળવારના દિવસે લીમડાનું ઝાડ વાંચો તો તેનું તમને ખૂબ જ વધુ લાભ પ્રાપ્ત થશે. તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ આપોઆપ દૂર થઇ જશે. વૃષભ અને તુલા રાશિ વાળા લોકો એ સફેદ ફૂલ વાળો છોડ વાવવો જોઈએ. વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર હોય છે. જો તમે સમસ્યાઓથી પરેશાન છો અને શત્રુઓથી વારંવાર હારો છો સફેદ ફુલવાળા છોડને તમારા ઘરમાં કે કામ કરવાના સ્થળે અવશ્ય લગાવો. આ અચૂક ઉપાય વૃષભ અને તુલા રાશિવાળા લોકોને ખૂબ જ શુભ સાબિત થશે.
મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ હોય છે. બુધનો રંગ લીલો હોય છે. મિથુન અને કન્યા રાશિવાળા લોકો તુલસીનો છોડ પોતાના ઘર આગળ કે મંદિરમાં લગાવે છે તો આવા લોકોને યશની પ્રાપ્તિ ખૂબ જ ઝડપથી થાય છે. મિથુન અને કન્યા રાશિવાળા લોકો અત્યંત ચતુર અને સ્વાભિમાની હોય છે. તેમનું ભાગ્ય પણ ઉજ્જવળ રહે છે અને જો માતા તુલસીની કૃપા તેમને પ્રાપ્ત થઈ જાય તો તેમને આગળ વધવાથી કોઈ રોકી નહીં શકે. કર્ક રાશિવાળા લોકોએ બીલીનું વૃક્ષ અવશ્ય આવવું જોઈએ. આ વૃક્ષ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન વૈભવ લઈને આવશે. તમામ પરેશાનીઓ દૂર કરી દેશે. સિંહ રાશિના સ્વામી સૂર્ય હોય છે. સિંહ રાશિવાળા લોકોએ ગુલાબનો છોડ પોતાના ઘરમાં કે ઓફિસમાં અવશ્ય હોવો જોઈએ. ગુલાબનો છોડ તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવશે.
ધનુ અને મીન રાશિ વાળા લોકો ના સ્વામી ગુરુ ગ્રહ છે એટલા માટે ગુરૂવારના દિવસે એમને પીપળાનું વૃક્ષ અવશ્ય આવવું જોઈએ. પીપળાના વૃક્ષને ગુરુવારે જળ અવશ્ય આપવું જોઇએ. આમ કરવાથી તમારા વેપાર-ધંધામાં એટલી બધી વૃદ્ધિ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. કુંભ અને મકર રાશિના સ્વામી શનિદેવને માનવામાં આવે છે. શનિદેવને બાવળનું વૃક્ષ પ્રિય હોય છે. પરંતુ આ વૃક્ષને ઘરમાં ન વાવતા. શનિવારે આ વૃક્ષની પૂજા અવશ્ય કરજો તમે તેનું શુભ ફળ અવશ્ય મળશે. શનિ મહારાજ ની કૃપાથી તમારા જીવનમાં ધન વૈભવ ઊભરાઈ આવશે. જય શ્રી કૃષ્ણ