જો તમને આ 5 સંકેતો મળે છે તો સમજો હનુમાન દાદાની કૃપાથી તમારો ખરાબ સમય સમાપ્ત.

Astrology

મિત્રો, આપણા સૌના પ્રિય દેવ હનુમાનજી છે. હનુમાન દાદા આજે પણ આ પૃથ્વીલોકમાં પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં હાજરા હજુર છે. ભગવાન શ્રીરામે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તેઓ કળિયુગના અંત સુધી ચિરંજીવી રહેશે અને કળિયુગમાં આવવાવાળા સંકટોથી શ્રીરામના ભક્તોનું રક્ષણ કરશે. મંગળવારનો દિવસ હનુમાનજીને અત્યંત પ્રિય હોય છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ખરાબ શક્તિઓ સામે આપણને રક્ષણ મળે છે. જે પણ લોકો હનુમાનજીના સાચા ભક્તો છે તમે ઘણીવાર એ મહેસૂસ કર્યું હશે કે હનુમાનજી તેમની આસપાસ જ છે. તેઓ કોઈને કોઈ રૂપમાં આવીને તેમની સહાયતા અવશ્ય કરે છે. હનુમાનજી પાસે દિવ્ય શક્તિઓ છે. હનુમાનજીને માતા સીતાએ અષ્ટ સિદ્ધિનું વરદાન આપ્યું હતું. આ કારણે જ હનુમાનજી જ્યારે આપણી આસપાસ હોય છે તો આપણને તેના કેટલાક સંકેત અવશ્ય મળે છે. તેમની દિવ્ય શક્તિઓ એક પ્રકારની છાપ છોડી જાય છે.

જ્યાં હનુમાનજી જાય છે ત્યાંનું વાતાવરણ સકારાત્મક બની જાય છે. આસપાસ રહેલી તમામ પ્રકારની ખરાબ શક્તિઓ ત્યાંથી દૂર થઈ જાય છે. જો મંગળવારે કે શનિવારે કોઇ વાનર તમારા ઘરે આવીને બેસી જાય અથવા તો તમારા ઘરે આવીને કોઈ વસ્તુ ખાવા લાગે તો તેને હનુમાનજીનો સંકેત માનવામાં આવે છે. વાનર હનુમાનજીનું બીજું રૂપ છે. જો મંગળવારે અથવા શનિવારે વાનર દેખાય અને તમારા મુખ ઉપર રામનું નામ આવી જાય તો તે સંકેત છે કે તમારા ઉપર આવવાવાળી કોઈ મુશ્કેલીનો હનુમાન દાદાએ નાશ કરી દીધો છે.

મંગળવારના દિવસે તમારા ઘરના દરવાજા આગળ લાલ ગાયનું આવવું અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જો લાલ ગાય દરવાજા આગળ આવી જાય તો તેને રોટલી અવશ્ય ખવડાવો અને તેને નમસ્કાર કરો. કારણ કે તમારા દ્વાર ઉપર સાક્ષાત્ લક્ષ્મી છે. આ એક પ્રકારનો સંકેત છે કે તમને ખૂબ જ ઝડપી ધનની પ્રાપ્તિ થવાની છે. તમારે દેવું હોય છે તો દેવામાંથી પણ રાહત મળી જશે. મંગળવારે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ કોઈ એકાંત સ્થાન પર ચાલતો નજર આવી જાય તો તે તમારા માટે એક શુભ સંકેત છે. આ સંકેત તમારા લાંબા આયુષ્યને દર્શાવે છે. તમારા શરીરના તમામ પ્રકારના રોગોનો નાશ થશે. શાસ્ત્રોમાં વૃદ્ધ વ્યક્તિને બ્રહ્મચારી માનવામાં આવે છે. બ્રહ્મચારી વ્યક્તિના શરીરમાંથી જે તેજ ઉત્પન્ન થાય છે તે દુઃખોનો નાશ કરવા વાળું હોય છે.

જો મંગળવારે અથવા શનિવારે તમે કોઈ કાર્ય કરવા માટે ઘરમાંથી નીકળો છો અને રસ્તામાં લાલ રંગનો કુતરો તમને જોઈને ભસવા લાગે છે અથવા તમારી પાસે રોટલી માંગે છે તો તને રોટલી અવશ્ય ખવડાવજો. આ લાલ રંગના કૂતરાંની સેવા કરવાથી તમને અવશ્ય સફળતા મળશે. મંગળવારે ઘરમાંથી બહાર નીકળો ત્યારે જો તમને લાલ રંગના ફૂલ પણ પ્રાપ્ત થાય અથવા લાલ ફુલથી ભરાયેલું કોઈ વૃક્ષ નજર આવી તો તે તમારા માટે અત્યંત શુભ સંકેત છે. આ કેટલાક સંકેતો જો તમને મળે તો સમજજો કે હનુમાનજી તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે. અને હનુમાનજીની કૃપાથી તમારું ઘર સુખ-સમૃદ્ધિ તથા ધનના ભંડારથી ભરાઈ જશે. જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *