ચિંતા ચિતા બની જાય તેના પહેલા મારી આ વાત અવશ્ય યાદ રાખજો, શ્રીકૃષ્ણ જ્ઞાન

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યે હંમેશા વર્તમાનમાં જીવવું જોઈએ. મનુષ્યની એક ટેવ છે કે તેને જે ભૂલવાનું હોય છે તે ભૂલતો નથી અને જે યાદ રાખવાનું હોય છે તે યાદ નથી રાખી શકતો. જીવનમાં પાછળ જુઓ તો અનુભવ મળશે, જીવનમાં આગળ જુઓ તો આશા મળશે અને જો આજુબાજુ જુઓ તો સત્ય મળશે. જો પોતાની અંદર જુઓ તો આત્મવિશ્વાસ મળશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા, જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર અને આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. એટલા માટે વ્યર્થ ચિંતા કર્યા વગર સત્ય બોલતા શીખો કારણ કે જો સંબંધો થોડો સમય રાખવાના હોય તો મીઠા બનો અને લાંબો સમય રાખવાના હોય તો સ્પષ્ટ બનો.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય સન્માનથી ક્યારેય અભિમાની નથી થતો, અપમાનથી ક્રોધિત નથી થતો, અને ક્રોધિત થઈને પણ જે ક્યારેય કઠોર શબ્દો નથી બોલતા, વાસ્તવમાં એ જ શ્રેષ્ઠ મનુષ્ય હોય છે. બહુ દૂરનું વિચારશો નહીં કારણકે બહુ દૂર જોશો તો નજીકનું નહીં દેખાય અને લોકોની બહુ ખામીઓ જોશો તો તેની ખાસિયત નહીં દેખાય. દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે પણ તમે તમારા મનથી મજબૂત રહેજો કારણ કે જેના મૂળમાં જ મજબૂતાઇ હશે તો વાવાઝોડા હલાવી નાંખશે પણ પાડી નહી શકે. તમારા હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે એક જેને તમે ગમો છો અને બીજું જે તમારો વિરોધી છે. ભગવાન કહે છે કે જીવનમાં બે વાત શીખી લો એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. તમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે.

તમે તમારી અંદર રહેલી ખૂબી શોધો બાકી તમારી ખામી શોધવા તો ભગવાને દુનિયા બનાવી છે. બીજાનું સુખ જોઈ આનંદ ન પામી શકીએ ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ પર ઈર્ષાનો કાટ ચડી ગયો છે અને બીજાનાં દુઃખ જોઈ શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે. તમારી મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચતા શીખો કારણકે હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે પછી ભલે તે તમારી હોય કે મારી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ એવું સ્થળ છે જ્યાં અમૃત અને વિષ બંને એક સાથે રહે છે, કોનો ઉપયોગ કરવો એ માત્ર વ્યક્તિના હાથમાં છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ઘણી વાર જિંદગીમાં તકલીફો આપણી પરીક્ષા લેવા માટે નથી આવતી પણ આપણી સાથે જોડાયેલા લોકોની સાચી ઓળખાણ કરાવવા માટે આવે છે. ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે શાંત થયા પછી ખબર પડે છે કે કેટલું નુકસાન થયું. ભગવાન કહે છે તમે ખુશ રહો એમાં તમારી સફળતા નથી પરંતુ તમારી વાણી, વર્તન અને વ્યવહારથી બીજા ખુશ રહે એમાં જ તમારી સફળતા છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *