આ 4 શુભ તિથિઓના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી પરિવારનો વિનાશ થઈ જાય છે.

Astrology

મિત્રો, જ્યારે બ્રહ્મદેવે સૃષ્ટિની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને પોતાની દિવ્ય શક્તિ દ્વારા મનુષ્યની રચના કરી જેમાં ઘણા સમયે પુરુષની રચના થઈ. ત્યારબાદ બ્રહ્માજી સ્વયં મહાદેવ પાસે ગયા અને તેમને સૃષ્ટિના નિર્માણ કાર્યને વધુ ગતિ આપવા માટે સહાયતા માગી. ભગવાન શિવે પોતાના અર્ધનારીશ્વર સ્વરૂપથી સ્ત્રીની રચના કરી. પુરુષ અને સ્ત્રીના સંબંધથી સંસારના વિકાસની શરૂઆત થઈ. આ તો સૃષ્ટિનો નિયમ છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ સ્થાપિત થયા પછી જ તેમનો વંશ આગળ વધે છે. પરંતુ બ્રહ્માજીએ ધર્મ ઉપર મર્યાદા કાયમ રાખવા માટે કેટલાક એવા નિયમ પણ બનાવ્યા છે જેના અનુસાર કેટલીક તિથિઓના દિવસે સ્ત્રીઓને પુરુષોએ શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. જેનું પ્રમાણ આપણને બ્રહ્મવૈવર્ત પુરાણમાં મળે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર જો કોઈ પતિ પત્ની આ તિથિઓના દિવસે શારીરિક સંબંધ બનાવે તો તેમનું ગૃહસ્થ જીવન દુઃખોથી ભરાઈ જાય છે. અને તેમની સંતાનને કઠિનાઇઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી પહેલી શુભ તિથિઓ છે અષ્ટમી અને ચતુર્થી. અષ્ઠમીના દિવસે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ પણ કહેવામાં આવે છે. અને આ દિવસે વિઘ્નહર્તા ભગવાનશ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. એટલા માટે આ ખૂબ જ શુભ ધાર્મિક તિથિઓ માનવામાં આવે છે. આ દિવસે સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ બનાવવો ન જોઈએ. આ દિવસે બંનેએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

દરેક મહિનાની પૂર્ણિમા પણ ખૂબ જ શુભ તિથિ હોય છે આ દિવસે ઘણા બધા શુભ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પોતાના પૂર્ણ સ્વરૂપમાં હોય છે. અમાસના દિવસે ચંદ્ર પૂર્ણ રીતે વિલુપ્ત થઈ જાય છે. શાસ્ત્રો મુજબ પૂર્ણિમા અને અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ ખૂબ જ શક્તિશાળી બની જાય છે. એટલા માટે અમાસ અને પૂર્ણિમાના દિવસે અહંકાર, લોભ, ક્રોધ અને કામ જેવા ગુણો મનુષ્ય પર હાવી હોય છે. આ દિવસે પતિ-પત્નીએ મર્યાદા બનાવી રાખવી જોઈએ અને પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. જેથી નકારાત્મક શક્તિઓ તેમને પોતાના વશમાં ન કરી શકે.

વર્ષમાં જ્યારે પણ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ આવે તે દિવસે ક્યારેય પણ કોઈ પણ પતિ પત્નીએ શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. જો ગ્રહણ કાળમાં શારીરિક સંબંધ બનાવવામાં આવે તો તેનાથી પતિ-પત્નીના પ્રેમમાં તિરાડ પડે છે, પુરુષ નપુંસક બની જાય છે અને થવાવાળા સંતાનને પણ દૂષ પરિણામો ભોગવવા પડે છે. ઘણીવાર ગ્રહોના અશુભ પ્રભાવને કારણે બાળકની શારીરિક બનાવટ પર પણ પ્રભાવ પડે છે. એટલા માટે જ્યારે ગ્રહણ હોય ત્યારે સ્ત્રી-પુરુષોએ શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. નવરાત્રી દરમિયાન પણ સ્ત્રી-પુરુષે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવવાવાળી નવરાત્રિને પ્રકટ નવરાત્રી કહેવાય છે. તથા મેઘા અને અષાઢમાં આવવાવાળી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. નવરાત્રી દરમિયાન માતાજી દરેકના ઘરમાં આવે છે. અને સવાર-સાંજ તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. કેટલાક લોકો વ્રત પણ રાખે છે.

નવરાત્રી દરમિયાન પણ આપણા ગ્રંથોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું સૂચવવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રિમાં કોઈ પણ સ્ત્રી અને પુરૂષે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. અઠવાડિયામાં જ્યારે પણ ઉપવાસ કે વ્રત રાખ્યું હોય કે પછી ઘરમાં યજ્ઞ કરવાનો હોય. તે ઉપરાંત ઘરમાં ગ્રહશાંતિ કે હવન જેવી પૂજા હોય ત્યારે તમારે પવિત્ર રહેવું જોઈએ. શારીરિક સંબંધ બનાવવાથી મનુષ્યનું શરીર અપવિત્ર બની જાય છે. પિતૃઓ પૂજા વિધિ કરવાની હોય ત્યારે પણ શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. જો તમે પીંડદાન કરી રહ્યા હોય અથવા તો પિતૃઓનું તર્પણ કરી રહ્યાં હોય અથવા ઘરમાં તેમનું શ્રાદ્ધ કરી રહ્યા હોય તો પતિ અને પત્નીએ શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ બનાવવાથી પિતૃ દોષ લાગે છે. આ રીતે આપણા શાસ્ત્રોમાં આ તિથિઓ ના દિવસે શારીરિક સંબંધ બનાવવાને વર્જિત માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *