મંગળવારે સ્નાન કરવાના પાણીમાં નાખી દો આ 1 વસ્તુ, ધનદોલત, ગાડી બંગલા બધું ખેંચાઇ આવશે.

Astrology

મિત્રો, સ્નાન કરવાના પાણીમાં આ એક વસ્તુ નાખી દેવાથી જન્મો જનમની જો ગરીબી હશે તો એ પણ દૂર થઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે જળ એ ખૂબ જ પવિત્ર છે. પ્રાચીન સમયથી જળને અમૃત સમાન માનવામાં આવે છે. જળ દેવતા આપણા ધર્મના દેવતાઓ માંથી એક પ્રમુખ દેવતા પણ છે જેમને આપણે વરુણદેવના નામથી ઓળખીએ છીએ. આપણા પ્રાચીન શાસ્ત્રો માં ઉલ્લેખ છે કે સ્નાન કરવાના પાણીમાં જો હિંગ નાખવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો મુજબ જો કોઈ પણ વ્યક્તિ સ્નાન કરવાના પાણીમાં હિંગ નાખીને સ્નાન કરે છે તો તેના ગ્રહદોષો તથા ભૂત-પ્રેતની વ્યથાને દૂર કરી દે છે.

સ્નાન કરવાના પાણીમાં જો ચપટી હિંગ નાખી દેવામાં આવે તો તે શનિ દોષ તથા રાહુ-કેતુના દુષ્પ્રભાવથી પણ આપણું રક્ષણ કરે છે. આ ઉપાય કરવાથી રાહુ કેતુ આકસ્મિક સફળતા મળે છે અને ધન-વૈભવથી ઘર સુખી સમૃદ્ધ બની જાય છે. એકવાર સ્નાન કરવાના પાણીમાં હિંગ નાખીને સ્નાન કરી જુઓ તમે જાતે જો તમારા જીવનમાં પ્રગતિ ના દરવાજા ખુલી જશે અને ધન-વૈભવના ભંડાર હશે. આ એક અચૂક ઉપાય છે જેનું ફળ તમને બીજા દિવસથી જ દેખાવા લાગશે.

બીજી ચીજ વસ્તુ છે લવિંગ. શનિવારે અથવા મંગળવારે સાત ફુલ વારુ લવિંગ સ્નાન કરવાના પાણીમાં નાખીને સ્નાન કરવામાં આવે તો ભયંકરથી ભયંકર શનિની પીડા શાંત થઈ જાય છે તેમજ તમે જે પણ કામ કરશો તેમાં તમને અવશ્ય પ્રગતિ મળશે. જીવનમાં રહેલી તમામ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે. ત્રીજી વસ્તુ છે તુલસીના પાન. આપણે સૌ જાણીએ જ છે કે તુલસી એ અતિ પવિત્ર છોડ છે. તુલસીને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ. જો આપણે પવિત્ર મનથી ધનની કામના કરીને તુલસીના પાંચ પાન સ્નાન કરવાના પાણીમાં નાખીને સ્નાન કરવામાં આવે તો આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય છે.તુલસીના પાન પાણીમાં નાખીને સ્નાન કરવાથી કુંડળીમાં ધન યોગ બને છે. તુલસીને પણ લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે.

ચોથી પવિત્ર વસ્તુ છે વડ, પીપળો, ગુલર, આંકડો તેમજ કરેણ. આ પાંચ વનસ્પતિનું દૂધ સ્નાન કરવાના પાણીમાં નાખીને સ્નાન કરવામાં આવે તો મોટામાં મોટી સમસ્યા પણ ચપટીમા દૂર થઈ જશે. ગ્રહદોષ, પિતૃદોષ જેવા દોષ સમાપ્ત થઈ જશે. પીપળાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે, વડના દૂધથી ભગવાન શિવની પ્રાપ્તિ થશે, કરેણના દૂધથી માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમજ આકડાનુ દૂધ નાખવાથી ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થશે. આ પાંચ વનસ્પતિના દૂધ સાથે નાખીને સ્નાન કરવામાં આવે તો જીવનમાંથી તમામ પ્રકારના દોષનું નિવારણ થઇ જાય છે અને તમામ પંચદેવની કૃપાથી ઘરમાં ધન વર્ષા થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *