મિત્રો, કોઈ પણ પોતાના સંબંધીને ખોવુ ખૂબ જ દર્દ દાયક હોય છે. જીવાત્મા પણ શરીર છોડતી સમયે ખૂબ જ દુઃખી હોય છે સાથે પરિવારના લોકો પણ અત્યંત દુઃખી હોય છે. પરંતુ તમે પણ એ અનુભવ કર્યો હશે કે મૃત પરિજન તમારી આસપાસ હોવાનો તમને અનુભવ થયો હશે જે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. ઘણા લોકો તેમની મોજૂદગીને મહેસૂસ કરવું ફક્ત એક વહેમ માને છે. જ્યારે પણ કોઈ જીવાત્મા પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરે છે ત્યારે તે કેટલાક સંકેતો આપે છે જેને આપણે સમજવા જોઈએ. ઘણીવાર તમારા સપનામાં તમારા પરીજન આવતા હશે જે આ દુનિયામાં નથી. પરંતુ તમે કદી એ વિચાર્યું છે કે તમને આવા સપના કેમ આવે છે? સ્વપ્નશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિનુ સપનામાં દેખાવું એ બતાવે છે કે તેમની આત્મા તમને કંઈક કહેવા માંગે છે. આત્માને પોતાના પરિવારના લોકો સાથે સંપર્ક કરવાની આ પહેલી રીત છે.
આપણે એ વાત સમજી લેવી જોઈએ કે જરૂરી નથી કે એ આત્મા તમને ડરાવવા માટે સપનામાં આવે છે પરંતુ એવું પણ બની શકે છે કે તે આત્મા તમને એવું કહેવા માગે છે કે તે જ્યાં પણ છે ખૂબ જ ખુશ છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપનાનો એક અર્થ હોય છે. ઉદાહરણ રૂપે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ અકસ્માતથી થયું છે અને તે વ્યક્તિ તમને સપનામાં બિલકુલ સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ દેખાય છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનો બીજો જન્મ થઈ ચૂક્યો છે અને તે પોતાના બીજા જન્મમાં ખુશહાલ જીવન જીવી રહ્યો છે. તે વ્યક્તિ તમને સપનામાં આવીને એ જ કહેવા માગે છે કે તે ખૂબ જ ખુશ છે અને તમે એમની ચિંતા ન કરો. આવા સપના ને આશ્વાસન સ્વપ્ન પણ કહેવાય છે.
જો કોઈ વ્યક્તિનું અકાલ મૃત્યુ થયું હોય અને તે સપનામાં તમને બીમાર જોવા મળે તો તેનો અર્થ એ થાય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની કોઈ ઇચ્છા અધૂરી રહી ગઈ છે જેના કારણે તેની આત્મા આ સંસાર છોડી નથી શકતી. એવામાં તમારે આ વ્યક્તિની છેલ્લી ઈચ્છા વિશે વિચારવું પડશે અને બની શકે તો તેની છેલ્લી ઈચ્છા પૂરી પણ કરવી જોઈએ જેથી આત્માને મુક્તિ મળી શકે. ઘણીવાર એવું પણ બને છે કે આપણા સ્વર્ગવાસી પરિજનો સપનામાં તો આવે છે પરંતુ તેઓ મૌન જ રહે છે. એવામાં એ સમજવું કે તેઓ શું ઈચ્છે છે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર મૌન રહીને જીવાત્મા તમને તમારા જીવનમાં થવાવાળી કોઈ ભૂલથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય છે. અને જો તમે કોઈ એવું કામ કરી રહ્યા હોય જેનાથી તમને નુકસાન થઈ શકે છે તો તેને તરત જ છોડી દેવું જોઈએ.
સ્વપ્ન સિવાય પણ ઘણા એવી રીત છે જેના દ્વારા કોઈ આત્મા પોતાના પરિવારના લોકો સાથે વાત કરવાની કોશિશ કરે છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે તમે ચાલી રહ્યા હોય ત્યારે તમને એવો અહેસાસ થાય કે કોઈ તમારી પાછળ ચાલી રહ્યું છે અથવા તો કોઈ તમારી પાછળ ઊભું છે. પરંતુ તમે જ્યારે પાછળ વળીને જુઓ છો ત્યારે હકીકતમાં કોઈ નજર આવતું નથી. આ પણ મૃત પરિજનની તમારી સાથે સંપર્ક કરવાની એક રીત છે. જીવાત્મા આવું કરીને તમને કંઈ કહેવાનો પ્રયત્ન કરી રહી છે. પછી તે તેની કોઈ અધૂરી ઇચ્છા હોય કે તમારી સાથે બનવાની કોઇ અનહોની વિશે તે કહેવાનો પ્રયત્ન કરી રહી હોય છે. એટલા માટે આવી ઘટનાને નજર અંદાજ ન કરવી જોઈએ.
ઘણીવાર આપણા કાનમાં કોઈ અવાજ સંભળાતો હોય છે અને આપણને એ મહેસૂસ થાય છે કે કોઈ આપણને બોલાવી રહ્યું છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. આ આપણા મૃત પરિજન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન હોઈ શકે છે. છેલ્લે આપણે એ જાણી લેવું જોઈએ કે જરૂર નથી કે આત્મા ફક્ત તમને ડરાવે પરંતુ તે આવા સંકેતો દ્વારા તમને તેમની મોજૂદગીનો અહેસાસ કરાવવા માગતી હોય છે કે પછી તેઓ તમને કોઇ અનહોનીથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હોય છે. જો તમને પણ આવો સંકેત મળે તો આવવાવાળા થોડાક દિવસો માટે સતર્ક થઈ જજો. જેથી કોઈ મોટી અનહોની સામે તમે બચી શકો. શું તમને પણ તમારા મૃત પરિજન દ્વારા આવા કોઈ સંકેત મળ્યા છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો. જય શ્રી કૃષ્ણ