આવી સ્ત્રી પોતાના પતિને છોડીને ભાગી જાય છે, દરેક પતિ સમયસર ચેતી જજો.

Astrology

મિત્રો, આપણા મહાન સામુદ્રિકશાસ્ત્રમાં સ્ત્રીઓ અને પુરુષોના કેટલાક લક્ષણો વિશે અગત્યની માહિતી આપેલી છે. સામુદ્રિકશાસ્ત્રમાં ચાર પ્રવૃતિવાળા મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને તેમના સ્વભાવ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. દેવતા જેવી પ્રવૃત્તિ વાળા, રાક્ષસ પ્રવૃત્તિ, મનુષ્ય પ્રવૃત્તિ વાળા, તિર્યક પ્રવૃત્તિવાળા અને પિશાચ પ્રવૃત્તિવાળા લોકો. આ પ્રવૃત્તિઓ દ્વારા સ્વભાવના લોકોના સ્વભાવ વિશે જાણીને તમે જાણી શકો છો કે તે મનુષ્ય ભવિષ્યમાં શું કરશે? દેવતા જેવી પ્રવૃત્તિ વાળા લોકો વધારે ક્રોધી નથી હોતા અર્થાત તેમને વાત વાત પર ગુસ્સો નથી આવતો. આવા લોકો સત્ય અને ન્યાય માટે લડવા વાળા હોય છે. પોતાની ચિંતા કર્યા વગર હંમેશા બીજાની મદદ કરતા હોય છે. આવા લોકો કોઈ કામમાં ના નથી પાડી શકતા. આવા લોકોમાં સતોગુણ ખૂબ વધારે જોવા મળે છે.

મનુષ્ય પ્રવૃત્તિવાળા વ્યક્તિ સુખની લાલસા કરવાવાળા હોય છે. ભોગવિલાસની ઈચ્છા રાખે છે. આવી સ્ત્રીઓ શૃંગારની શોખીન હોય છે. પરંતુ તેમનામાં પણ એક મહત્વપૂર્ણ હોય છે કે તેઓ પરોપકારી હોય છે. આવા લોકો સ્વાર્થ પણ કરે છે અને બીજાનું ભલુ પણ કરે છે. પોતાના સ્વાર્થ માટે બીજાને કષ્ટ નથી આપતા. આવી સ્ત્રીઓ ને દુઃખ સહન નથી થતું. દુઃખની પરિસ્થિતિમાં તેઓ પોતાના પતિને પણ છોડીને ભાગી જાય છે. તેઓ પોતાના જ મતલબનું વિચારવા વાળી હોય છે. રાક્ષસ પ્રવૃત્તિ ધરાવતા લોકો હંમેશા ખાવાપીવા પર જ ધ્યાન આપતા હોય છે. તેઓ સારી ખાવાની વસ્તુઓને છુપાવી રાખે છે. ખાતી વખતે બીજું કોઈ આવે કે ના આવે તેમને કોઇ ફેર પડતો નથી અને તેમનું ધ્યાન ફક્ત ખાવામાં જ રહે છે. રાક્ષસ પ્રવૃત્તિવાળા લોકોનો ક્રોધ વિધ્વંશક હોય છે. તેઓ છળકપટ દ્વારા પોતાનું કામ કરાવી લે છે.

રાક્ષસ પ્રવૃત્તિ દ્વારા લોકો ઘમંડી, વિચિત્ર અને અસભ્ય હોય છે. તેઓ હંમેશા બીજા લોકોની ઇર્ષ્યા કરે છે. વારંવાર શૌચ કરવા જવાની આદત હોય છે. બીજા લોકોને સતાવવામાં આવા લોકોને મજા આવે છે. આવા લોકો બપોરે ઊંઘવાનું પસંદ કરે છે. રાક્ષસ પ્રવૃત્તિની સ્ત્રીઓ ખૂબ જ વધુ પડતો આરામ કરવાનું પસંદ કરે છે. ઘરના કામ કરવામાં પણ આળસ કરે છે. તેમને મહારાણીની જેમ રહેવું પસંદ હોય છે. આવી સ્ત્રીઓને પોતાની જ મનમાની કરવાનું પસંદ હોય છે. એટલા માટે જ આવી સ્ત્રીઓ થી તેમનો પતિ પણ દુઃખી રહે છે. તિર્યક પ્રવૃત્તિ વાળા લોકો વારંવાર ભોજન કરે છે અને ખૂબ જ ડરપોક સ્વભાવના હોય છે. તેઓ સૌથી વધુ સ્વાર્થી હોય છે. તેમનામાં ધીરજ સહેજ પણ હોતી નથી. તેમને કોઈની રાહ જોવી પસંદ નથી અને ખૂબ જ ઉતાવળા હોય છે.

પિસાચ પ્રવૃત્તિવાળા લોકો ખૂબ જ ચંચળ, ચપળ તેમજ મલિન હોય છે. ઘણા અઠવાડિયા સુધી એકના એક કપડાં પહેરવા વાળા,સ્નાન કરવામાં આળસુ હોય છે. તેમનું શરીર અતિ વિકસિત અને જાડું હોય છે. તેમનું હાસ્ય પણ ખૂબ જ ભયાનક હોય છે. આવા લોકોને ખૂબ જ ગંદા રહેવાનું પસંદ હોય છે. આવી સ્ત્રીઓ દુર્ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ જીવનમાં હંમેશા ગરીબ રહે છે.પિશાચ પ્રવૃત્તિ વાળી સ્ત્રીઓ ઘરને ગંદુ રાખે છે. તેમને ઘરનું કામ કરવું પસંદ નથી હોતું અને તેના કારણે તેમના ઘરમાં ગરીબીનું વાતાવરણ રહે છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે આ પાંચ પ્રવૃત્તિવાળા લોકો હોય છે. આમાંથી તમે કઈ પ્રવૃત્તિ વાળા માણસ છો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *