શુક્રવારના દિવસે કરીલો આ પાંચ ઉપાય માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને પૈસાનો વરસાદ થશે

Astrology

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે દરેક લોકોની ઈચ્છા હોય કે નવું વર્ષ દરેક માટે સુખ-સમૃદ્ધિ લાવે મહેનતન મજુરી સાથે કેટલાક ચમત્કારિક ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની કૃપા વર્ષે છે તેમજ પૈસાની તંગી માંથી મુક્તિ મળે છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે

ઘરમાં વાવેલા તુલસીના છોડની દરરોજ પૂજા કરવી જોઈએ આપણા હિન્દુ ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તુલસીને રોજ સવારમાં જળ અર્પણ કરવું જોઇએ સાંજના સમયે તુલસીના નજીક ઘી કે તેલનો દીવો કરવો જોઈએ તુલસી માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે

કોઈપણ શુક્રવારના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવું જોઈએ અને તેમને કપડાનું દાન કરવું જોઈએ કુવારી કન્યાઓને ભોજન કરાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ માંથી રાહત મળે છે

શુક્રવારના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવીને ગાય માતાની પૂજા કરવાથી 33 કરોડ દેવી-દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

દરેક શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરવું જોઇએ ભગવાન વિષ્ણુને શંખમાં ભરેલું જળ અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થતા હોય છે

શુક્રવારના દિવસે વહેલા ઊઠીને સ્નાન કરીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીની પૂજામાં કોઈ એક મંત્રનો જાપ કરવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *