સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવા વાળા લોકોનું ભવિષ્ય આપણા શાસ્ત્રોમાં આવું લખ્યું છે.

Astrology

મિત્રો, આપણા દરરોજની દિનચર્યામાં કેટલીક વાતો એવી હોય છે જે આપણને સામાન્ય લાગે છે. આપણા પૂર્વજોએ આપણાં જે પણ સંસ્કાર અને આદતો પાડી છે તે દરેક આપણા માટે ખુબ જ લાભદાયી હોય છે. સ્નાન આપણી દૈનિક ક્રિયા છે. સ્નાન કરવાનો પણ એક સાચો સમય અને પદ્ધતિ હોય છે. આપણે આપણી ઇચ્છા અનુસાર દિવસમાં ગમે ત્યારે સ્નાન કરી લઈએ છીએ તેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.

શાસ્ત્રો અનુસાર સ્નાન કરવાના પ્રકારોમાં બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, ઋષિ સ્નાન, માનવ સ્નાન અને દાનવ સ્નાન હોય છે. આ પ્રકારોનું સમય મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહુર્તમાં કરવામાં આવેલા સ્નાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે અદભુત અને ચમત્કારી હોય છે કારણ કે આ સમય દેવતાઓનો સમય હોય છે. સવારે ચારથી સાડા પાંચ વાગ્યા સુધી આ સમય હોય છે. આ સમયે સ્નાન કરવાથી આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આપણું તન અને મન સકારાત્મક ઉર્જાથી સમૃદ્ધ રહે છે.

સવારે પાંચથી છ વાગ્યા વચ્ચે કરેલું સ્નાન દેવસ્નાન કહેવાય છે. આ સ્નાનને પણ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે. આ સમયે સ્નાન કરવાથી દેવીની કૃપાથી આપણામાં રહેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે. તેથી આપણા તનની સાથે મનને પણ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. સવારે છ થી આઠ વાગ્યા વચ્ચે કરવામાં આવતા સ્નાનને માનવ સ્નાન કહેવામાં આવે છે. આ સમયે સ્નાન કરવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે.

સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આપણા શાસ્ત્રોમાં અનુચિત માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં દૈવીશક્તિ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી દિવસભર શરીરમાં આળસ રહે છે અને સુસ્તીનો અનુભવ થાય છે. આઠ વાગ્યા પછી સ્નાન કરવા વાળા વ્યક્તિને જીવનમાં સફળતા ઓછી મળે છે. અને આવા વ્યક્તિ ની કોઈપણ કાર્ય કરવામાં દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી.

બપોરે ૧૨ વાગ્યે સ્નાન કરવાવાળા લોકો દાનવ સ્નાન કરે છે. તેમના મનમાં ક્રોધ ,રોગ,દ્વેશ અને સ્વભાવ ચીડિયો બની જાય છે. જેથી તેમના દરેક કામમાં મુશ્કેલીઓ આવે છે એટલા માટે શાસ્ત્રોમાં વિજ્ઞાનમાં અને આપણા પુરાણોમાં આપણને બ્રહ્મસ્નાન, દેવસ્નાન, ઋષિસ્નાન અને માનવ સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. ભૂલથી પણ દાનવ સ્નાન કરવું જોઈએ નહીં. આ સમયે સ્નાન કરીને ઈશ્વરની પૂજા અર્ચના કરવાથી જીવન સુખી સમૃદ્ધ બને છે અને ઘરમાં ગરીબી કદી આવતી નથી જ્યારે દાનવ સ્નાન કરવાથી જીવન બરબાદ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *