મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યે હંમેશા ધર્મનું આચરણ કરવું જોઈએ અને ધર્મ વિરુદ્ધ આચરણનો ત્યાગ કરવો જોઈએ. પોતાનું કલ્યાણ ઇચ્છવા વાળા વ્યક્તિએ પોતાનાં માતા-પિતાનો કદી પણ અનાદર ન કરવો જોઈએ અને તેમની સાથે વાદવિવાદ પણ ન કરવો જોઈએ. આવું કરવાથી તે મનુષ્યને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે. સ્ત્રીઓએ પણ પોતાના સાસુ અને સસરાની વંદના કરવી જોઈએ. પતિનું પણ એ કર્તવ્ય છે કે કોઈપણ ધર્મ કાર્યને પોતાની પત્ની વગર ન કરવું જોઈએ. પત્ની વગર કરેલા યજ્ઞ કે દાનનુ કોઈ ફળ મળતું નથી. તેથી પોતાની પત્નીને જ લક્ષ્મી સ્વરૂપ માનીને મુખ્ય કાર્યો માં સંલગ્ન કરવી જોઈએ.
પતિએ કદી પણ પોતાની પત્ની સાથે ભોજન ન કરવું જોઈએ. પતિ-પત્ની એક જ આસન પર બેસીને ભોજન ગ્રહણ કરવું ઉચિત નથી. ફક્ત એક જ વસ્ત્ર ધારણ કરીને પણ ભોજન ન કરવું જોઈએ સાથે ઉભા રહીને કે પથારીમાં બેસીને પણ ભોજન ન કરવું જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. પતિ-પત્નીએ કદી પણ પશ્ચિમ દિશા બાજુ માથું રાખીને ઉંઘવું ન જોઇએ. ઊંઘતી વખતે હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ રાખવું જોઈએ. પશ્ચિમ અને ઉત્તર બાજુ માથું રાખીને ઊંઘવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. માસિક ધર્મ દરમિયાન પત્ની પાસે ઉંઘવું ન જોઇએ. ચતુર્દશી, આઠમ, એકાદશી, અમાસ, પૂર્ણિમા, સક્રાંતિ અને ગ્રહણ જેવા દિવસોમાં પતિ-પત્નીએ ભેગા ન ઊંઘવું જોઈએ કે શારીરિક સંબંધ પણ ન બનાવવો જોઈએ. આવું કરવા વાળો પુરુષ મૃત્યુ પછી મૂત્રથી ભરેલા નરકમાં જાય છે.
નગ્ન થઈને સ્નાન,શયન અને આચમન ન કરવું જોઈએ. સ્ત્રીઓએ પોતાના વાળ ખોલીને દેવપૂજા પણ ન કરવી જોઈએ તથા ભોજન બનાવતી વખતે પણ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. વાળ ખુલ્લા રાખીને સાંજના સમયે ઘરની બહાર ન જવું જોઈએ. આવું કરવા વાળી સ્ત્રીના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. પતિ-પત્નીએ બીજાના ઘરે જઈને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. સ્ત્રીઓએ રાત્રે ઊંઘતી વખતે પણ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. આ રીતે ગરુડ પુરાણમાં સ્ત્રી અને પુરુષો વિશે તેમજ પતિ-પત્ની માટે કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવેલી છે જે આ સંસારના દરેક સ્ત્રી અને પુરુષ એ ધ્યાનમાં રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ