શ્રી કૃષ્ણ ભગવાનની આ વાતો સાંભળીને તમે ક્યારેય મનથી નહી હારો.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. ઈશ્વરે આપણને જે નથી આપ્યું તેનો અફસોસ કદી ન કરવો જોઈએ કારણકે ઈશ્વરે એવું ઘણું બધુ આપ્યું છે જેને આપણે કલ્પના પણ ન કરી શકીએ. શ્રીકૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું જ ધાર્યું કરે છે પરંતુ થાય છે એ જ જે મેં ધાર્યું છે. એકવાર તુ એ કરી જો કે જે હું ધારું છું પછી જો થાશે એ જ જે તે ધાર્યું છે. આ દુનિયામાં સુખ હોય ત્યારે તો બધા જ મળે છે પરંતુ દુઃખ હોય ત્યારે તો ફક્ત ભગવાન જ મળે છે. ભગવાન કહે છે કે જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તે મનુષ્ય કયા ધન પર અહંકાર કરે છે જે અંતિમ સમયમાં તેના પ્રાણ પણ નહીં બચાવી શકે, કયા શરીર પર મનુષ્ય અહંકાર કરે છે? જે અંતિમ સમયમાં તેના આત્માને બોજ પણ નહી ઉપાડી શકે. મનુષ્ય કયા સંબંધો ઉપર વિશ્વાસ રાખે છે? જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચીને તૂટી જવાના છે. મનુષ્યએ કરવા જેવું કોઈ કામ હોય તો તે સારા કર્મોની પોટલી બાંધવાનું છે. જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. આ દુનિયામાં સંબંધોને નિભાવવા માટે ખૂબ સાદગી જોઈએ કારણકે છળકપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. શ્રીકૃષ્ણ કહે છે-કે શબ્દોથી માફ કરતાં ઝાઝો સમય નથી લાગતો પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે એટલા માટે કોઈનું દિલ દુભાવતા પહેલા આ વાત અવશ્ય ધ્યાન રાખજો.

ભગવાન કહે છે કે જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણને પોતે જ અર્જુન બનવું પડશે. રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. જીવનમાં અડધા દુઃખો તો એટલા માટે આવે છે કારણકે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઇતી. અને અડધા દુઃખો એટલા માટે આવી છે કારણ કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર નહતી કરવી જોઇતી. એટલું યાદ રાખજો કે ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમી જરૂર ચાલે છે પણ યાદ રાખજો એ દળે બહુ સારું એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે એ તો એ આપશે જે તમારા માટે સારું છે.

ભગવાન કહે છે કે અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રોપદી જેવી પુકાર હોય, મીરાં જેવી વાટ હોય અને સાચા ભક્તની પુકાર હોય કૃષ્ણે તો આવવું જ પડે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે થવાનું છે એ તો થવાનું જ છે અને જે નથી થવાનું તે તો નથી જ થવાનું એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય તેને કદી પણ ચિંતા નથી સતાવતી. અને સંપૂર્ણ ગીતાના સાર રૂપે શ્રીકૃષ્ણે કહ્યું છે કે કે હે અર્જુન માણસ જે ચાહે તે બની શકે છે જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇચ્છિત વસ્તુ ઉપર ચિંતન કરે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *