શ્રીકૃષ્ણ ભવિષ્યવાણી: કળિયુગનો અંત આ ઘર થી શરૂ થશે.

Astrology

મિત્રો, ધરતી પર જ્યારે પાપ વધી જાય છે અને ધર્મની હાનિ થવા લાગે છે ત્યારે સ્વયં ભગવાને ધરતી પર જન્મ લઇને દુષ્ટોનો સર્વનાશ કર્યો છે. આપણા શાસ્ત્રો અનુસાર કુલ ચાર યુગ છે. જેમાંથી સૌથી પહેલો સતયુગ હતો. આ યુગ સચ્ચાઈ અને અચ્છાઈ નો પ્રતીક હતો. પરંતુ ધીમે-ધીમે મનુષ્યના પાપ એટલા બધા વધી ગયા કે કળિયુગનો સમય આવી ગયો આ કલિયુગને બાકીના ત્રણ યુગોથી સૌથી વિકૃત માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું, જ્યારે ધરતી પર પાપ બે ગણું થઈ જશે અને મનુષ્ય એક બીજાના દુશ્મન થઈ જશે તો તે યુગ કળયુગનો સમય કહેવાશે. બાકી ત્રણ યુગોની જેમ જ કળિયુગનો સમય પણ એક હજાર વર્ષનો હશે. જેનો અંત એકવાર ફરીથી ભગવાન ખુદ કરશે.

શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુએ ક્યારેક પરશુરામ, ક્યારેક મત્સ્ય અવતાર અને ક્યારેક શ્રીરામનો અવતાર ધારણ કરીને ધરતી પર પાપનો અંત કર્યો હતો. એવામાં જ્યારે પાપ,અનૈતિકતા,લોભ પોતાની ચરમસીમાને પાર કરી જશે ત્યારે એકવાર ફરીથી વિષ્ણુ ભગવાન કલ્કિ અવતાર ધારણ કરીને ધરતી પર જન્મ લેશે. સત્યમ થી લઈને અત્યાર સુધીમાં વિષ્ણુ ભગવાન નવ અવતાર ધારણ કરી જન્મ લઈ ચૂક્યાં છે. કળિયુગનો અંત કરવા માટે તેમનો દસમો અવતાર કલ્કી નો વારો છે. દરેક મનુષ્ય ભગવાન વિષ્ણુના કલ્કી સ્વરૂપને જોવા ની રાહ જોઈ રહ્યા છે.

શાસ્ત્રો અને પુરાણો અનુસાર કળિયુગ નો અંત કરવા માટે અને નવા યુગની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ પોતાનો કલ્કી અવતાર લેશે. તેના માટે તેઓ કળિયુગના અંતિમ સમયમાં શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે જન્મ લેશે. તે કારણે જ સંપૂર્ણ ભારતમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પંચમીને કલ્કિ પંચમી તરીકે ધૂમધામથી ઉજવવામાં આવે છે. પુરાણોમાં 5000 વર્ષ પહેલાં જ લખી દેવામાં આવ્યું હતું એ ભગવાન કલ્કિ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના સંભલ નામના સ્થાન પર વિષ્ણુ સહસ્ત્ર બ્રાહ્મણ પરિવારના ઘરમાં જન્મ લેશે અને એક ઘોડા પર સવાર થઈને દુષ્ટ લોકો અને પાપીઓનો નાશ કરશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા સ્કંદના 24મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ,સૂર્ય અને ચંદ્રમા એકસાથે પુષ્યનક્ષત્રમા દાખલ થશે ત્યારે ભગવાન કલ્કિ એટલે કે વિષ્ણુ ભગવાનના દસમા અવતારનો જન્મ થશે. તેમના જન્મ લેતાં જ સંસારમાં એક વાર ફરીથી સતયુગની શરૂઆત થઈ જશે.

શાસ્ત્રો અનુસાર કલયુગની અવધી ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે જેમાંથી હજુ 5119 વર્ષ જ પુરા થયા છે. એટલે કે કળિયુગનો અંત હજુ ખૂબ જ દૂર છે. સતયુગને એક સમયમાં સ્વર્ગ યુગ માનવામાં આવતો હતો પરંતુ આ યુગ પછી મનુષ્ય ધીમે ધીમે પતન તરફ જવા લાગ્યો અને આજે સમયે એ રીતે વીતી ચૂક્યો છે કે લોકો પોતાના લોકોના પણ દુશ્મન બની રહ્યા છે. લાલચ અને ક્રોધએ માણસના અંદરની માણસાઈને જ ખતમ કરી દીધી છે પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુ નો દસમો અવતાર જ્યારે ધરતી પર જન્મ લેશે ત્યારે એકવાર ફરીથી માણસોની બુદ્ધિ પાછી આવી જશે અને બુરાઈનો અંત થઇ જશે. પુરાણોની આ વાત કર યુગના અંતમાં અવશ્ય સાચી પડશે કારણ કે ચારે તરફ એવું જ થઈ રહ્યું છે જેવું વેદો અને ગ્રંથોમાં લખવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *