આ વૃક્ષના લાકડાંમાંથી બનાવેલો દરવાજો ઘરનો સર્વનાશ કરી દે છે.

Astrology

મિત્રો, આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે જેનું નિર્માણ દેવ શિલ્પી વિશ્વકર્માએ કર્યું હતું. આપણે મનુષ્યો વિશ્વકર્માજીએ બનાવેલા વાસ્તુ નિયમોનું પાલન કરીને જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મુખ્ય દરવાજાનું નિર્માણ યોગ્ય રીતે કરવામાં આવે તો ઘરના માલિકને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. અને જો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં ગંભીર દુર્ઘટનાઓ બની શકે છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરનો મુખ્ય દરવાજો લાકડામાંથી જ બનાવેલો હોવો જોઈએ. લાકડા માંથી બનાવેલો મુખ્ય દરવાજો વધુ શુભ પરિણામ આપે છે પરંતુ દરવાજો બનાવવા કયા વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ તે પણ મહત્વપૂર્ણ બાબત છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો બીજા દરવાજાઓ કરતા મોટો હોવો જોઈએ અને બે બારણાં વાળો હોવો જોઈએ. મુખ્ય દરવાજો ખોલતી સમયે આપણા બંને હાથનો ઉપયોગ થવો જોઇએ. ઘરના મુખ્ય દરવાજા પર ઉમરોટ હોવી જોઈએ. વાસ્તુ નિયમ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ અવશ્ય હોવું જોઈએ. આંબાના પત્તાનું તોરણ સૌથી વધુ શુભ પરિણામ આપે છે. મુખ્ય દરવાજાની બિલકુલ સામે કોઈપણ વૃક્ષ,થાંભલો, પાણીની ટાંકી હોવી જોઈએ નહીં અથવા જેની છાયા ઘરના મુખ્ય દરવાજા પર પડતી હોય એવી કોઈપણ વસ્તુ હોવી જોઈએ નહીં. તેને દ્વાર વેધ કહેવાય છે. જેના કારણે ઘરમાં ધનની સમસ્યા આવી શકે છે.

ઘરમાં જો કે લડાઈ ઝઘડા અને વાદ વિવાદ થતા હોય તો ઘરના મુખ્ય દરવાજા આગળ પાણીનો છંટકાવ કરવો જોઈએ અને રંગોળી બનાવવી જોઈએ જેનાથી ઘરમાં પ્રવેશ કરતી વખતે મન પ્રસન્ન રહે છે. મુખ્ય દરવાજો ખોલતી અને બંધ કરતી વખતે જો એમાંથી અવાજ આવતો હોય તો તેને ભયંકર વાસ્તુ દોષ માનવામાં આવે છે. એટલા માટે આવા દરવાજાને તરત જ રીપેર કરાવી દેવો જોઈએ. મુખ્ય દરવાજો કદી પણ બહારની તરફ ખુલવો ન જોઇએ. બહારની તરફ ખુલતો મુખ્ય દરવાજો હોય તો ઘરમાં વારંવાર સંકટો આવ્યા કરે છે અને ઘરનું સંપૂર્ણ વાતાવરણ અશાંત બની રહે છે.

ઘરનો મુખ્ય દરવાજો શીશમ,રોહની,શક, ચંદન,સહલ, મહુડો, લીમડો, અર્જુન, ખેર, નાગકેસર,વિજયસાર જેવા વૃક્ષો ના લાકડા માંથી બનાવેલો હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે દરવાજો પૂર્વ તરફ હોય અને ચંદનના લાકડા માંથી બનેલો હોય તો ગૃહસ્વામી ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. ઘરનો મુખ્ય દરવાજો બહેડા,પીપળો,વડ, કંટક,પાકડ વગેરે વૃક્ષોના લાકડામાંથી બનેલો પ્રવેશ દ્વાર અશુભ પરિણામ આપે છે. તેની સાથે ઉધઈ વાળો અથવા સળગેલા લાકડામાંથી ઘરનુ મુખ્ય દરવાજો ન બનાવવો જોઈએ તેનાથી સંપૂર્ણ પરિવારનો સર્વનાશ થઈ જાય છે. જો સંભવ હોય તો ઘરના બધા જ દરવાજા એક જ પ્રકારના વૃક્ષના લાકડા માંથી બનાવવા જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો બનાવતી વખતે આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *