શ્રીકૃષ્ણ કહે છે,જે સ્ત્રીના ઘરે મંદિરમાં એ 1 વસ્તુ હોય છે ત્યાં ગરીબી કદી આવતી નથી.

Astrology

મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાનની પૂજા કરવાના કેટલાક નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરીને જ આપણે પૂજા પાઠ કરવો જોઈએ. ભગવાનની પૂજા કરતી વખતે આપણે એવી કેટલીક નાની નાની બાબતો ની ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણે આપણને આપણી પૂજાનું યોગ્ય ફળ મળતું નથી. આપણી તમામ પૂજા સામગ્રીનું એક વિશેષ મહત્વ હોય છે. જેમકે કંકુ, ચોખા, હળદર, ચંદન વગેરે જેવી ચીજવસ્તુઓ પોતાનું અલગ મહત્વ ધરાવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ઇશાન ખૂણામાં હોવું જોઈએ. દરરોજ સવારે ઊઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને જ ભગવાનની પૂજા કરવી જોઈએ. સવારી અને રાત્રી ભગવાન સામે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મંદિરના આજુબાજુની જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ. ભગવાનને કુમકુમ તિલક કરીને ફૂલ ચઢાવવા જોઈએ. ભગવાનને જે ભોગ ધરાવવાનો છે તેને ભગવાને ધરાવ્યા પહેલાં ચાખવો જોઈએ નહીં.

ભગવાનના ધૂપ બે અગરબત્તીને કદી પણ સુંઘવી જોઈએ નહીં. ઘરના મંદિરમાં રાખેલી ઘંટી અને શંખને આરતી સમયે જ વગાડવા જોઈએ તેના સિવાય તેને વગાડવા જોઈએ નહીં. આપણી દરેક પૂજામાં કળશનું એક અલગ જ મહત્વ હોય છે જ્યારે પછી તે સત્યનારાયણની પૂજા હોય, દિવાળી,નવરાત્રી કે કોઈપણ પ્રકારનો ઉત્સવ કે માંગલિક કાર્ય હોય કળશ વગર પૂજા અધુરી ગણાય છે.

કળશનો ઉપયોગ દેવતાઓને આહવાહન કરવા માટે થાય છે. ઈશ્વર સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એટલું શુભ હોય છે ખેતીનો ચમત્કારી પ્રભાવ આપણને અને આપણા સંપૂર્ણ પરિવારને અવશ્ય જોવા મળે છે. કળશ હંમેશા તાંબાનો લેવું જોઇએ અને તેના પર કુમકુમથી સ્વસ્તિક દોરવો જોઈએ. ભગવાનની પૂજા કરતી સમયે કળશની પૂજા કરવી. આ કળશ અને કળશમાં રાખેલું પાણી બીજા દિવસની પૂજા સુધી એમ જ રહેવા દેવું જોઈએ, અને આ પાણી થી બીજા દિવસે સંપૂર્ણ ઘરમાં અટકાવ કરવો અને વધેલું પાણી તુલસીના ક્યારામાં પધરાવવું જોઈએ. આના ચમત્કારથી સંપૂર્ણ ઘર અદભુત શાંતિથી ભરાઈ જશે. શાસ્ત્રોમાં કળશને સુખ સમૃદ્ધિનું પ્રતીક કહેવામાં આવ્યું છે. જે સ્ત્રીના ઘરે મંદિરમાં આ કળશની સ્થાપના થતી હોય સ્ત્રીના ઘરે ગરીબી કદી આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *