મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે પૃથ્વી પર જન્મ લેવા વાળો કોઈ પણ પ્રાણી અમર નથી હોતો. આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછી કેમ આવી છે અને કેટલા દિવસ સુધી ઘરમાં રહે છે. આ બધી બાબતો વિશે ગરુડ પુરાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે ત્યારે યમરાજના દૂત તેમને પોતાની સાથે લઈ જાય છે. જ્યા તે આત્માના પુણ્ય અને પાપનો હિસાબ થાય છે. ત્યારબાદ યમદૂત આ આત્માને તેના ઘરે પાછી મૂકી જાય છે.
ત્યારબાદ આ આત્મા પોતાના પરિજનો વચ્ચે જ રહે છે. અને પોતાના પરિજનોને બોલાવતી રહે છે પરંતુ તેના અવાજને કોઈ સાંભળી શકતું નથી. મૃતક આત્મા પોતાના શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પણ પ્રવેશ કરી શકતી નથી. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે કોઈના મૃત્યુ પછી જ્યારે તેના પરિવારજનો રડે છે ત્યારે મૃતક આત્મા પણ દુઃખી થાય છે. અને તે પણ રડવા લાગે છે.
ગરુડ પુરાણ અનુસાર કોઈપણ મનુષ્યના મૃત્યુ પછી જે દસ દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે તેનાથી મૃતક આત્માના વિવિધ અંગોની રચના થાય છે જે વિધી કરતી વખતે આપણા બ્રાહ્મણ આપણને સમજાવે પણ છે. અને બારમા દિવસે જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી આત્માના શરીરના માંસ અને ત્વચાનું નિર્માણ થાય છે. અને તેરમા દિવસે જે વિધિ કરવામાં આવે ત્યાર પછી જ તે આત્મા યમલોક સુધી પાછી ફરી શકે છે. એટલે કે મૃત્યુ પછી તે દિવસ સુધી જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી જ આત્માને પૃથ્વીલોક યમલોક જવા માટેનું બળ મળે છે. એટલા માટે જરૂર ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યાર બાદ તેની આત્મા ૧૩ દિવસ સુધી પોતાના પરિવારજનો સાથે રહે છે.
ગરુડ પુરાણ અનુસાર જે મૃતક આત્માનું પિંડદાન કરવામાં નથી આવતું તેને તેરવીના દિવસે યમદૂત જબરજસ્તી ઘસેડતા યમલોક લઈ જાય છે. જેથી મૃત આત્માને યાત્રા દરમિયાન ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે. એટલા માટે મૃતક આત્માનું તે દિવસ સુધી પિંડદાન કરવું જરૂરી માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં એ પણ લખવામાં આવ્યું છે કે જે મનુષ્ય જીવન દરમિયાન દાન-પુણ્ય કરે છે તેવા મનુષ્યને તેર દિવસ પછી યમદૂત પોતાની સાથે જ લઈ જાય છે અને માર્ગમાં તેને કોઇ જ કષ્ટ પડતું નથી. અને પુણ્ય કરવા વાળી આત્માને યમલોક કર્યા બાદ યમરાજ તેને સ્વર્ગ લોક મોકલે છે અને પાપી આત્માને નર્કમાં સજા આપે છે. પાપી આત્માની સજા પુરી થયા બાદ યમરાજ તેને નિમ્ન યોની જન્મ આપી ફરીથી પૃથ્વીલોકમાં મોકલે છે.