ભગવાન શિવને પ્રસન્ન કરવા સોમવારે કરો આ વસ્તુઓનું દાન અને આ મંત્રોનો જાપ.

Astrology

જય કૈલાશપતિ શિવ શંકર, સોમવારે માટે 10 શુભ ઉપાય, 10 દાન અને 5 મંત્ર.

ધાર્મિક શાસ્ત્રો મુજબ સોમવારના દિવસે કૈલાશપતિ શિવ શંકર એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો દિવસ માનવામાં આવે છે. શિવ દેવોના દેવ, મહાદેવ કહેવાય છે. જો તમે જીવનમાં કોઈ પણ મુશ્કેલીના સમય માંથી પસાર થઇ રહ્યા છો, તો સોમવારના દિવસે શિવનો અભિષેક, પૂજા, શિવ મંત્રોના જાપ અને નીચે જણાવેલ સામગ્રી દાન કરીને મનપસંદ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. અહિયાં વાંચો 10 શુભ ઉપાય, 10 દાન અને 5 મંત્ર વિષે.

સોમવારના 10 સરળ ઉપાય :

(1) સોમવારના દિવસે બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન કરવાના પાણીમાં થોડા પ્રમાણમાં કાળા તલ નાખીને સ્નાન કરો.

(2) જળ કે ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરો.

(3) સફળતા પ્રાપ્તિ માટે આ દિવસે શિવલિંગ ઉપર કાચું દૂધ ચડાવો.

(4) જો શિવ મંદિરમાં જવાનું શક્ય ન હોય તો કોઈ કામ માટે ઘરેથી નીકળતા પહેલા દૂધ કે પાણી પી લો.

(5) કામમાં અડચણ કે નોકરીમાં તકલીફ ઉભી થઇ રહી છે, તો સોમવારના દિવસે દૂધ-ચોખાની ખીર બનાવીને શિવજીને ચડાવો અને તેને ગરીબોમાં વહેંચી દો. તેનાથી પુણ્ય તો મળશે જ, સાથે સાથે કામમાં સફળતા પણ પ્રાપ્ત થશે.

(6) સફેદ રૂમાલ સાથે રાખો.

(7) શિવજીને સફેદ ફૂલ ચડાવો.

(8) તમારી વિશેષ મનોકામનાની પૂર્તિ માટે દૂધ, દહીં, ઘી, મધ, કાળા તલ વગેરે (આમાંથી કોઈ એક વસ્તુથી) શિવજીનો અભિષેક કરો.

(9) ઘરેથી બહાર કે કામ ઉપર જતી વખતે ॐ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલીને પ્રસ્થાન કરો.

(10) જે લોકોને ખુબ વધુ ગુસ્સો આવે છે તેમણે મનની શાંતિ માટે સોમવારના દિવસે ચાંદીમાં મોતી ધારણ કરવું જોઈએ.

સોમવારના દસ દાન :

સોમવારે સફેદ વસ્તુનું દાન કરો.

(1) ચોખા

(2) દૂધ

(3) ખાંડ

(4) સફેદ કાપડા કે સીવેલા કપડા

(5) નંદી બળદને લીલું ઘાંસ ખવરાવો

(6) ચાંદી

(7) ગરીબોને ભોજન કરાવો

(8) કીડીઓને ખાંડનું બુરું મિક્સ કરેલો લોટ ખવરાવો.

(9) સફેદ ગાયને રોટલી અને ગોળ ખવરાવો.

(10) માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવરાવો.

સોમવારના મંત્ર :

(1) ॐ शिवाय नम:

(2) ॐ ह्रीं जूं सः भूर्भुवः स्वः

ॐ त्र्यम्बकं स्यजा महे

सुगन्धिम्पुष्टिवर्द्धनम्

उर्व्वारूकमिव बंधनान्नमृत्योर्म्मुक्षीयमामृतात्

(3) ॐ ह्रीं नमः शिवाय ह्रीं ॐ।

(4) ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।।

(5) ॐ मृत्युंजय महादेव त्राहिमां शरणागतम।

ज-न्म-मृ-त्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनः।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *