લગ્ન પછી આ નામ વાળા લોકોના જીવનમાં થાય છે મોટા પરિવર્તન, જાણો..

Astrology

તમે પણ લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ફલાણા વ્યક્તિના લગ્ન થઇ ગયા પછી તેનું ભાગ્ય જ ખુલી ગયું. તે કોરી કલ્પના નથી. ઘણી વખત જોવા મળ્યું છે કે લગ્ન થઇ ગયા પછી જીવનમાં એટલા મોટા પરિર્વતન આવે છે કે લોકોએ કહેવું પડે છે કે, તેના લગ્ન થયા પછી તેનું જીવન જ બદલાઈ ગયું. પણ તેની પાછળનું એક રહસ્ય જ્યોતિષ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક નામના પહેલા અક્ષર વાળા વ્યક્તિ ખુબ ભાગ્યશાળી હોય છે. તેમના લગ્ન પછી જીવનમાં પરિવર્તન જોવા મળે છે. ઘણી વખત તો લોકો કરોડપતિ પણ બની જાય છે.

નામકરણ સંસ્કાર : બાળકોના જન્મ થયા પછી નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્કારમાં બાળકના જન્મ સમય, ગ્રહ અને લગ્નની ગણના કરી બાળકોનું નામકરણ કરવા માટે નામનો પહેલો અક્ષર કાઢવામાં આવે છે. આ નામનો પહેલો અક્ષર ખુબ મહત્વનો હોય છે. આ નામના પહેલા અક્ષર ઉપરથી રાશિ કાઢવામાં આવે છે. સાથે જ જીવનની બીજી ઘણી મહત્વની જાણકારીઓ પણ નામના પહેલા અક્ષર ઉપરથી પ્રાપ્ત થઇ જાય છે.

એફ અક્ષર વાળા નામ : એફ અક્ષરથી શરુ થતા નામ ખુબ ભાગ્યશાળી નથી હોતા. તેમને સખત મહેનત કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી. પણ તેમના વિષે એવું કહેવામાં આવે છે કે, જેવા જ એફ અક્ષર વાળા વ્યક્તિના લગ્ન થાય છે. તેમનો ભાગ્યોદય થઇ જાય છે.

એચ અક્ષર વાળા નામ : એચ અક્ષર વાળા લોકોના સંબંધમાં કહેવામાં આવે છે કે તે લોકો ખુબ રસપ્રદ હોય છે. ખુબ ઓછા સમયમાં સામે વાળાને પોતાના બનાવી લે છે. એચ અક્ષર વાળા લોકો લગ્ન પછી મનપસંદ સ્થાન પ્રાપ્ત કરે છે. અને એવા લોકોનું લગ્નજીવન પણ સુખમાં પસાર થાય છે.

એમ અક્ષર વાળા : એમ અક્ષર વાળા લોકો વિષે જણાવવામાં આવે છે કે તે મહેનતુ હોય છે. લગ્ન પછી તેમનું જીવન બદલાઈ જાય છે. જીવનમાં તે લગ્ન પછી મનપસંદ કામ કરે છે અને સફળ પણ થાય છે. તેમને દરેક જગ્યાએ સન્માન પ્રાપ્ત થાય છે.

નોંધ – ઉપરોક્ત આપવામાં આવેલી જાણકારી પ્રચલિત માન્યતાઓ અને જાણકારીઓ ઉપર આધારિત છે. તેથી કોઈ કાર્ય શરુ કરતા પહેલા નિષ્ણાંત પાસે જાણકારી જરૂર પ્રાપ્ત કરી લો. અહીં આપવામાં આવેલી માહિતી સુચના માત્ર છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.

આ માહિતી રીવા રિયાસત અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *