જ્યારે મન ઉદાસ હોય તો ચિંતા ન કરતા, આ વાતો યાદ રાખજો, ખુશ થઈ જશો.

Astrology

મિત્રો, બધી ચિંતા દૂર કરીને તમારા હિસાબથી જીવતા શીખો, લોકો શું કહેશે એની ચિંતા છોડી દો કારણકે લોકો તો પરિસ્થિતિ મુજબ બદલાતા રહે છે. આપણા સમાજના લોકો તો ચામાં માખી પડે તો ચા ફેંકી દે છે પરંતુ જોગણી માં માખી પડે તો માખીને ફેંકી દે છે. જીવનમાં વધુ સંબંધો હોવા જરુરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે. આ દુનિયામાં બહુ ભોળા રહેશો તો લોકો તમારો ઉપયોગ કરી જશે એટલા માટે જીવનમાં થોડી ઘડી શતરંજ રમતા પણ આવડવી જરૂરી છે કારણકે ઘણીવાર સામેવાળો ચાલતો રહે છે અને આપણે સંબંધો નિભાવતા રહીએ છીએ. મોહ નથી,માયા નથી, અમર તમારી કાયા નથી, સુખેથી જીવી લો તમારી આ જિંદગી કારણ કે દુઃખની અહીં કોઈ છાયા નથી. ખબર નથી દુનીયામાં માણસને સાનું અભિમાન છે. દરિયો આવડો મોટો થઈને પણ હદ માં રહે છે અને માણસ નાનો હોવા છતાં બધાને નડે છે.

જિંદગીને જાણવા કરતા માણવાનું વધુ રાખો કારણકે જાણવા પાછળ રહેશો તો ત્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો નીકળી ગયો જાણવામાં. ગમે તેટલું દુઃખ પડે અંદરથી તૂટી જશો તો ચાલશે પણ બહારથી તો વાઘ જેવું વ્યક્તિત્વ રાખજો કારણ કે તૂટેલી ભગવાનની મૂર્તિને પણ લોકો ઘરમાં નથી રાખતા તો આપણી શું હેસિયત છે. ચિંતા કરવી હોય તો ફક્ત આપણા ધર્મની કરજો કારણકે મનુષ્ય ભાગ્ય લઈને આવી છે અને કર્મ લઈને જાય છે. જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર પણ મારી ન શકે અને જે મનથી ભાંગેલા હોય તેને કોઈ દવા પણ બચાવી ન શકીએ. સમય દરેક સમયને બદલી નાખે છે ફક્ત સમયને સમય આપો.

સમય દરેક ને મળે છે પોતાની જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી નહીં મળે પોતાના વીતેલા સમયને બદલવા માટે એટલા માટે દરેક ચિંતાને એક બાજુ મૂકી, ફલાણા-ઢેકણાને એક બાજુ મુકીને તમારી જિંદગીને મન ભરીને જીવો. જીવન અને સૌથી મોટી શાળા છે કેમકે તમને ક્યારેય ખબર પડતી નથી કે તમે કયા વર્ગમાં છો અને હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે. જિંદગીની પરીક્ષામાં કોઈ માર્કસ નથી મળતા, લોકો તમને જો દિલમાં જગ્યા આપી દે તો સમજી લેજો કે તમે પાસ થઈ ગયા. સારા લોકોની ભગવાન પરીક્ષા તો બહુ લે છે પણ સાથ નથી છોડતો અને ખરાબ લોકોની ભગવાન ઘણું બધું આપે છે પણ સાથ નથી આપતો.

ભગવાન થી ના ડરો તો ચાલશે પણ કર્મોથી જરૂર ડરજો કારણકે કરેલા કર્મો તો ભગવાનને પણ ભોગવવા પડે છે. જિંદગીનો કપરો સમય વોશિંગ મશીન જેવો હોય છે એ આપણને ગોળ ગોળ ઘુમાવીને નીચોવી નાખે અને પટકી દે પરંતુ અંતે આપણે સ્વચ્છ, ઉજળા અને પહેલાં કરતાં વધુ સરસ બનીને બહાર આવીએ છીએ. તમારી પહેલા જ સંબંધ સાચવી રાખે છે બાકી એ યાદ ના કરે તો હું શું કામ કરું બસ આ જ શબ્દો સંબંધ બગાડે છે. બીજાને સારું લાગે એ માટે જૂઠું બોલીને મનમાં ઘૂંટાવુ એના કરતા બીજાને ભલે ના તમે પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *