લાલ મરચાં બનાવશે માલામાલ,આ રીતે કરો ચમત્કારિક પ્રયોગ.

Astrology

મિત્રો, લાલ મરચાનો આ ચમત્કારિક પ્રયોગ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઇ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે મરચાના ટોટકા આપણે આજથી નહીં પરંતુ સદીઓથી કરતા આવ્યા છીએ. ખરાબ નજરથી બચવા માટે પણ આપણે લીંબુ મરચાં દરવાજા પાસે લટકાવીએ છીએ. નજરદોષ દૂર કરવા માટે પણ આનાથી મોટો બીજો કોઈ ઉપાય નથી. તમે પણ અવશ્ય જોયું હશે કે ગામડાઓમાં જ્યારે કોઈ નાના બાળકને નજર દોષ લાગે છે ત્યારે આપણે મરચાનો પ્રયોગ અવશ્ય કરીએ છીએ. મરચાના પાંચ પ્રયોગ તમને જિંદગીભર કામ આવશે અને નિર્ધનને પણ માલામાલ બનાવી દેશે.

જો કોઈ ને નજરદોષ લાગેલી હોય તો નજરદોષ દૂર કરવા માટે સાતલાલ મરચાં નો ઉતારો કરીને જો સળગતી આગમાં નાખી દેવામાં આવે તો તરત જ નજર દોષ દૂર થઈ જાય છે. ઘરમાં કોઈ નાના બાળકને આકરી નજર લાગી ગઇ હોય તોપણ સાત લાલ મરચા વડે આ પ્રયોગ કરીને બાળકને આખરી નજરદોષ માંથી બચાવી શકાય છે. જો ઘરમાં અવાર નવાર લડાઈ-ઝઘડા કલેશનું વાતાવરણ રહેતું હોય તો સાત લાલ મરચા સાત વખત આખા ઘરમાં ફેરવીને જળમાં પધરાવી દેવાથી ઘરની આ સમસ્યામાંથી તરત જ છુટકારો મળે છે. ઘરમાં કલહ, કલેશ ,ઝઘડાનું વાતાવરણ દૂર થઈ જશે. સાત લાલ મરચાની માળા બનાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં અઢળક લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે તથા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ પણ પ્રવેશ કરી શકતી નથી. કારણ કે લાલ મરચા નકારાત્મક શક્તિ દૂર ભગાડવાનું કામ કરે છે.

અચાનક ધન પ્રાપ્તિ મેળવવા માટે સાત લાલ મરચાં અને ચપટી મીઠું કોઈપણ ભિખારીને જઈને આપવાથી તમે ટૂંક સમયમાં જ ધનવાન બની જશો. આ ઉપાય તમારે શનિવાર કે મંગળવારના દિવસે કરવાનો છે. આ 1 અચૂક ઉપાય છે. એકવાર તમે અવશ્ય પ્રયત્ન કરજો નિશ્ચિત પણે તમને થોડાક દિવસોમાં તેનું અવશ્ય ફળ મળશે. લાખો લોકોને આ પ્રયોગનું ફળ મળેલું છે. જીવનમાં જો દુર્ભાગ્ય વ્યાપેલું હોય તો દુર્ભાગ્ય દૂર કરવા માટે ચાર લાલ મરચા અને એક ચપટી ફટકડી અને એક લીંબુ શનિવારે અથવા મંગળવારે રાત્રે 11 વાગ્યે ચાર રસ્તા પર જઈને રાત્રે મૂકી આવો. અને એ પ્રાર્થના કરવાની છે કે અમારું દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલાઈ જાય અને અમને અચાનકથી ધનની પ્રાપ્તિ થાઓ, અમારા જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થાય. આ પ્રયોગથી નિશ્ચિતરૂપે તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઈ જશે. આ પ્રયોગ કર્યા બાદ બીજા જ દિવસથી તમને તેનું પરિણામ મળી જશે. તમારા ધંધા વ્યવસાયમાં પણ બીજા જ દિવસથી તમને અસર લાગશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *