મૃત્યુ વખતે માણસને શું દેખાય છે?

Astrology

મિત્રો, મૃત્યુ દરેક જીવના જીવનનું પરમ સત્ય છે. જો કોઈએ આ ધરતી ઉપર જન્મ લીધો છે તો તેને એકના એક દિવસે મરવું જ પડશે. પરંતુ આ પરમ સત્યને જાણતા હોવા છતાં પણ આપણે બધાને મૃત્યુથી ખૂબ જ ડર લાગે છે. એટલા માટે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે શરીરને કોઇ ઇજા થાય છે ત્યારે દર્દ થાય છે એવામાં જ્યારે મૃત્યુ આવશે ત્યારે ખરેખર આપણને અસીમ પીડા થશે એ વિચારથી માણસ મૃત્યુથી આખી જિંદગી ડર્યા કરતો હોય છે. પરંતુ અસલમાં મૃત્યુ વખતે કેટલું દર્દ થાય છે તેનું સત્ય કોઈ જાણતું નથી પરંતુ ગરુડ પુરાણમાં તેનો ઉલ્લેખ અવશ્ય મળે છે. આજે આપણે ગરુડ પુરાણમાંથી એ વાતને જાણીશું કે મૃત્યુ વખતે મનુષ્યને કેટલું દર્દ થાય છે.

ગરુડ પુરાણ અનુસાર જે મનુષ્ય નું મૃત્યુ થવાનું હોય છે તેના શરીરની બધી જ ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરી દે છે, તેનું સાંભળવાનું, બોલવાનું, જોવાનું બધું જ બંધ થઈ જાય છે. અને તે ધીમે ધીમે યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે. પરંતુ અચાનક થતા મૃત્યુમાં આવું થતું નથી. ગરુડ પુરાણમાં એ વાતનો ઉલ્લેખ છે કે મૃત્યુ વખતે બે યમદૂત આવે છે અને તેઓ દેખવામાં ખૂબ જ ભયાનક હોય છે. શરીરમાંથી આત્મા નીકળવામાં કેટલું દર્દ થશે તે મનુષ્યએ કરેલાં પાપ પર નિર્ભર કરે છે. જે લોકો એ પાપ નથી કર્યા અને પુણ્ય કર્યા છે તેમને મૃત્યુ વખતે સહેજ પણ દર્દ થતું નથી અને તેમને યમદૂતોથી પણ ડર લાગતો નથી અને તેમની આત્મા આરામથી શરીરમાંથી બહાર આવી જાય છે. આવી આત્મા ને મૃત્યુ વખતે દાંતમાં થતાં દર્દથી પણ ઓછું દર્દ થાય છે.

પાપી આત્માઓને યમદૂત ખૂબ જ ભયાનક રૂપમાં નજર આવે છે અને આવી પાપી આત્માને મૃત્યુ વખતે ખૂબ જ અસીમ દર્દનો સામનો કરવો પડે છે. તેમનું આ દર્દ અહીંયા જ મૃત્યુ વખતે પૂરું થતું નથી. જ્યારે આવી પાપી આત્માને યમદૂત યમલોક લઈને જાય છે ત્યારે રસ્તામાં અને યમલોકમાં આવી પાપી આત્માને યાતનાઓ આપવામાં આવે છે અને તેની કરેલા દરેક પાપ માટે અલગ સજા આપવામાં આવે છે. પછી તેને યમરાજના કહેવા પર તેર દિવસ સુધી પાછા તેના ઘરે મોકલવામાં આવે છે. ઘરે આવ્યા પછી આત્મા પોતાના શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ યમદૂતના બંધન માંથી તે મુક્ત થઈ શકતી નથી.

ભૂખ અને તરસથી આવી આત્મા રડ્યા કરે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિના વંશજોએ દસ દિવસ સુધી પીંડદાન અવશ્ય કરવું જોઈએ કારણકે પિંડદાન થી જ આત્માને ચાલવાની શક્તિ મળે છે. મૃત્યુના તેરમા દિવસે યમદૂત ફરીથી આત્માને પકડી લે છે અને પછી વૈતરણી નદીના રસ્તે યમલોક લઈ જાય છે. આ સફરમાં આત્માને 47 દિવસમાં વૈતરણી નદી પાર કરવાની હોય છે. આ રીતે ભૂખ-તરસથી બેચેન આત્મા યમલોક પહોંચે છે. યમલોક માં ભગવાન ચિત્રગુપ્ત પ્રાણીના તમામ કર્મોનો હિસાબ યમરાજને આપે છે. પછી તે આધાર ઉપર યમરાજ એ નક્કી કરે છે એ પાપી આત્માને કયા નર્કમાં મોકલવામાં આવે અને પુણ્યશાળી આત્માને કયા સુખ ભોગવવા આપવામાં આવે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *