પુરાણોમાં લખ્યું છે, ઘરમાં રાખેલી આ વસ્તુઓ પૈસાને પાણી બનાવી દે છે, તમારા ઘરમાં તો નથી ને..

Astrology

મિત્રો, ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે આપણા ઘરની સુખ-સમૃદ્ધિને બરબાદ કરી દે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું છે કે ઘરમાં રહેલી બંધ ઘડિયાળ ઘરની સમૃદ્ધિ ને પણ અટકાવી દે છે. ઘરમાં રહેલી તૂટેલી-ફૂટેલી ખુરશી, ટેબલ, સોફા વગેરે ચીજવસ્તુઓ પણ ઘરમાં ધનની વૃદ્ધિ અટકાવે છે. ઘરમાં રહેલા કરોળિયાના જાળા પણ હટાવી દેવા જોઇએ જેનાથી આપણા ખરાબ દિવસો પણ દૂર થઈ જાય છે. કરોળિયાના જાળા થી ઘરમાં અને દુકાનમાં વાસ્તુદોષ પેદા થાય છે. ઘરમાં રહેલી તૂટેલી તિજોરી પણ ઘરની બરબાદીનું કારણ બની શકે છે. તેનાથી જે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તેથી આવક ને બદલે ખર્ચ વધી જાય છે.

ઘરમાં નટરાજની મૂર્તિ, તાજમહેલ જંગલી જાનવરના ચિત્રો, યુદ્ધના ચિત્રો વગેરે જેવા ફોટોગ્રાફ્સ પણ ઘરની અધોગતિનું કારણ બને છે. તૂટેલી-ફૂટેલી કાચની વસ્તુ પણ ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ. આ બધું જ વસ્તુઓ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ઘરની છત પર ભેગી કરેલી કાટમાળની વસ્તુઓ ઘરના વાસ્તુદોષ ઉપર અને ઘરના સદસ્યો ના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.

આપણે ઘણીવાર દેવી-દેવતાઓની તૂટેલી અથવા તો ફાટેલી મૂર્તિઓની પણ પૂજા કરીએ છીએ. જે બિલકુલ યોગ્ય નથી આવી તસવીર કે મૂર્તિને જળમાં પધરાવી દેવી જોઈએ. આવી તસવીર ઘરમાં નકારાત્મકતા લાવે છે. ઘરમાં કોઈપણ ભગવાનની બે તસવીર ન હોવી જોઈએ. ઘરમાં જુના પુરાના કપડાંની પોટલી બનાવીને રાખવી જોઈએ નહીં તે આપણી કિસ્મત પર ભારે પડી શકે છે. આવી ચીજવસ્તુઓ અને જેમ બને એમ ઝડપથી કોઈને દાન કરી દેવી જોઈએ.

માતા લક્ષ્મી પ્રસન્ન કરવા માટે દર શનિવારે કોઈ કરી ભૂખ્યા માણસને ભોજન આપવું જોઈએ. થાળીમાં કદી પણ અનાજનો બગાડ ન કરવો જોઈએ. ભોજન કરતી વખતે વાતો કરવી ન જોઈએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જો ઘરમાં પાણીનો નળ ટપકતો હોય તો તેને તરત રીપેર કરાવી દેવો જોઈએ. ટપકતા નથી નસીબ બગડે છે. મતલબ વગર પાણી વહી જાય એ પણ પૈસાને વહાવી દે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ના પ્રવેશ દ્વારને સજાવીને રાખવો જોઈએ. હંમેશા તિજોરીમાં હળદરના ટુકડાને પીળા વસ્ત્રમાં બાંધીને રાખવાથી માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે.

ઘરના મંદિરમાં ભગવાનની ચડાવેલી ફૂલમાળા તો સુકાઈ ગઈ હોય તો તરત જ તેને બદલી દેવી જોઇએ. સંધ્યા સમયે પૈસાની લેવડદેવડ કરવી જોઈએ નહીં. સંધ્યા સમયે લડાઈ ઝઘડા કરવા જોઇએ નહીં. જો પીપળાનું વૃક્ષ તમારી નજીકમાં હોય તો દર શનિવારે એક લોટો પાણી તેને અવશ્ય ચડાવવું જોઈએ. આ બધી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વસવાટ થાય છે અને ઘર સુખી-સમૃદ્ધ રહે છે. જય મા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *