સોમવારના દિવસે સ્ત્રીઓએ આ 3 કામ કરવા જોઇએ નહીં, પતિ મરી જાય છે.

Astrology

મિત્રો, આપણાં ધર્મ શાસ્ત્રો અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. સોમવારના દિવસે ભગવાન શિવ અને સમસ્ત શિવ પરિવારની પૂજા અર્ચના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. અને ભક્તની તમામ મનોકામનાઓ ભગવાન શિવ પુરી કરે છે. પરંતુ ભગવાન શિવની પૂજા અર્ચના કરતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. જેમકે તો તમે સોમવારે ભગવાન શિવની પૂજા કરવા બેસો તો પૂજામાં કદી પણ કાળા રંગના કપડાં પહેરીને બેસવું જોઈએ નહીં. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં કાળા રંગના કપડાં પહેરીને બેસવાથી ખૂબ જ મોટું પાપ લાગે છે. એવું પણ કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે. અને ધર્મશાસ્ત્રો અનુસાર પણ કહેવાય છે કે ભગવાન શિવની પૂજામાં કાળા રંગના કપડાં પહેરીને બેસવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રી આવું કરે છે તો તેના પતિનું મૃત્યુ પણ થઇ શકે છે.

જો તમે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરતા હોય અથવા તો સોમવારે ભગવાન શિવનું વ્રત રાખતા હોય તો આ દિવસે કોઈ પણ ખોટું કે અનૈતિક કામ ન કરો. એટલે કે મિત્રો તમે સોમવારના દિવસે ભગવાન શિવ નું વ્રત રાખ્યું હોય અથવા તો પૂજામા બેસો તો તે દિવસે કોઇપણ પ્રકારનું માંસાહાર વાળું ભોજન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ માંસાહાર કર્યા બાદ પૂજા કરવા બેસે છે તો તેને કોઈપણ પ્રકારનું પૂજાનું ફળ મળતું નથી અને મહા પાપ લાગે છે. તેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ જાય છે. સોમવારના દિવસે જુગાર રમવાથી, ચોરી કરવાથી અને જૂઠું બોલવાથી બચવું જોઈએ. સોમવારના દિવસે જે વ્યક્તિ આવા કાર્ય કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે.

સોમવારના દિવસે એવા કેટલાક કાર્યો પણ છે જેને કરવાથી ભગવાન શિવની કૃપા મેળવી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જ્યારે પણ ભગવાન શિવની પૂજા કરવા બેસો ત્યારે લીલા, લાલ કે સફેદ, કેસરી કે પછી પીળા રંગના વસ્ત્રો તમે પહેરી શકો છો. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં ભોળાનાથને અક્ષત ચોખા એટલે કે આખા ચોખા અવશ્ય અર્પણ કરવા જોઇએ. એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ચોખાના દાણા તૂટેલા હોવા જોઈએ નહીં. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં જો બિલિપત્ર, અક્ષત ચોખા, ધતુરા, ચંદન, અને આકડાનું ફૂલ સામેલ કરવામાં આવે તો ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *