સવારે ઉઠીને રસોડાની આ 1 વસ્તુ કદી ના જોતા, ભયંકર ગરીબી આવે છે.

Astrology

મિત્રો, સવારે ઉઠ્યા પછી રસોડાની કેટલીક ચીજવસ્તુઓ ભૂલથી પણ ન જોવી જોઈએ નહિતર રાહુ-કેતુના પ્રભાવથી જીવનમાં અનિષ્ટ થઈ જાય છે અને ઘર-પરિવાર પર આફતો આવી પડે છે. રસોડું ઘરનું મુખ્ય અંગ છે. જો ઘર શરીર છે તો રસોડું ઘરની આત્મા છે. રસોડામાં જો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે તો તેની અસર પરિવારના બધા લોકો પર પડે છે. રસોડામાં સવારે પ્રવેશ કરતાં જ કેટલીક ચીજવસ્તુઓ ન જોવી જોઈએ સાથે એવા કેટલાક કાર્યો છે જે સવારે ઉઠ્યા પછી રસોડામાં ન કરવા જોઈએ. આવું કરવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે હવે ઘરમાં ધનની કમી સતાવવા લાગે છે. રસોડાની દિશા પણ યોગ્ય હોવી જોઈએ. જો રસોડું ખોટી દિશામાં હોય તો પણ તે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.

વાસ્તુદોષ અનુસાર રસોડામાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા હોય છે જેનું સંતુલન બનાવી રાખવું પડે છે. જો રસોડામાં તમે અરીસો રાખો છો તો તે અત્યંત અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે અને કલેશ વધે છે. રસોડામાં મંદિર પણ ન હોવું જોઈએ. કારણ કે રસોડામાં ઘણી વાર દુર્ગંધ ફેલાય છે જે મંદિરની સકારાત્મક ઉર્જા પર પ્રભાવ પાડે છે. રસોડું હંમેશા ઘરની અગ્નિ દિશામાં હોવું જોઈએ અર્થાત દક્ષિણ પૂર્વ દિશાની મધ્યમાં હોવું જોઈએ. આ દિશા અગ્નિ દિશા છે. જો રસોડું આ દિશામાં બનાવવું અસંભવ હોય તો ઉત્તર પશ્ચિમ દિશામાં પણ બનાવી શકો છો. સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ. રસોડામાં માતા અન્નપૂર્ણાનો ફોટો અવશ્ય હોવો જોઈએ.

સવારે ઊઠીને તરત જો તમે રસોડામાં જાઓ છો તો છરી-ચપ્પુ જેવી ચીજ વસ્તુઓ જોવી જોઈએ નહીં. આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા ફેલાવે છે. વહેલી સવારે આવી ચીજવસ્તુઓ ઉઠતાની સાથે જોવાથી વ્યક્તિ પર નકારાત્મક પ્રભાવ પડે છે. અને ઘરમાં કલેશ વધે છે. જો સવારે તમે રસોડામાં વારંવાર દૂધ ઢોળાએલુ જુઓ છો કે પછી તેલ ઢોળાએલુ જુઓ છો, વારંવાર ભોજનમાં મીઠું વધારે પડી જતું હોય. ગરમ તેલ કે અગ્નિથી વારંવાર હાથ દાજતો હોય આવી ઘટનાઓ જો વારંવાર થતી હોય તો તમારે સમજી લેવું જોઈએ કે ઘરમાં વાસ્તુ દોષ છે અને આ વાસ્તુ દોષના કારણે ઘરમાં ભયંકર ગરીબી આવી શકે છે.

આ વાસ્તુ દોષથી બચવા માટે તમારે દરરોજ પહેલી રોટલી ગાયને ખવરાવવી જોઇએ અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાથી આ વાસ્તુ દોષ માંથી બચી શકાય છે આમ કરવાથી ઘરમાં રાહુ-કેતુનો પ્રભાવ ઓછો થાય છે અને શનિદેવની કૃપા બની રહે છે. જે ઘરમાં રાત્રે વાસણોને એંઠા મૂકી રાખવામાં આવતા હોય તેવા ઘરમાં માતા અન્નપૂર્ણા કદી પણ વાસ નથી કરતી. જે ઘરના રસોડામાં ગંદકી વધી જાય છે તેવા ઘરમાં પણ માતા અન્નપૂર્ણા વાસ નથી કરતા અને આવા ઘરમાં ગરીબી રહે છે. જે ઘરના રસોડામાં માંસથી બનતી વાનગી બને છે ત્યાંથી પણ માતા અન્નપુર્ણા હંમેશાં માટે વિદાય લઈ લે છે. આ કેટલીક મહત્વપૂર્ણ વાતો જે તમારે રસોડામાં કામ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. માતા અન્નપૂર્ણા ની કૃપા તમારા સૌ પર હંમેશા માટે બની રહે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *