આ છોડ લગાવતા જ કિસ્મત બદલાઈ જશે, ખુલી જશે ધન-વૈભવના ભંડાર

Astrology

મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રો અનુસાર આપણી આસપાસ રહેલા કેટલાક છોડ આપણા જીવનની સમસ્યાઓને સમાપ્ત કરી દે છે અને ધન પ્રાપ્તિ કરવા માટે પણ આપણી મદદ કરે છે. વનસ્પતિમાં ઘણી દિવ્ય શક્તિઓનો વાસ હોય છે. ભગવાન કૃષ્ણનો વાસ હોય છે તેમજ માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે. ખાસ કરીને આપણી પીપળાના વૃક્ષની વાત કરીએ તો તેમાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ હોય છે. આજે આપણે એવા ચાર છોડ વિશે માહિતી મેળવીશું જે તમારા ઘરની નિર્ધનતા, ગરીબી દૂર કરીને ઘરમાં ધનના ભંડાર ભરી દેશે. જે દિવસથી ઘરમાં તમે આ છોડ લગાવી દેશો તે દિવસથી જ ધન ચુંબકની જેમ ખેંચાઈને તમારા ઘરે આવવા લાગશે.

સૌથી પહેલો ચમત્કારિક છોડ શિવલિંગીનો છોડ છે. આ છોડના બીજની આકૃતિ શિવલિંગ જેવી લાગે છે. આ છોડ જે ઘરના આંગણામાં લાગેલો હોય છે તો આ છોડ તે ઘરને અન્ન અને ધનથી ભરી દે છે કારણ કે આ છોડની સુરક્ષા સ્વયં ભગવાન શિવના ગણ કરે છે. આ છોડમાં શક્તિ અને સિદ્ધિઓ વાસ કરે છે. આ છોડ જે ઘરે લાગેલો હોય ત્યાં સ્વયં ભગવાન શિવના ગણ આવીને તમામ સમસ્યાઓ, નિર્ધનતા, ગરીબી દૂર કરી દે છે.

બીજા નંબરનો છોડ મધુમાલતી છે. સ્વયં ભગવાન પણ મધુમાલતીની સુગંધથી પ્રભાવિત થઈ જાય છે. મધુમાલતીના પુષ્પોની માળા દેવી લક્ષ્મી પહેરે છે. મધુમાલતીની મધુર સુગંધના કારણે આ છોડ જ્યાં પણ હોય છે માતા લક્ષ્મી ત્યાં અવશ્ય પધારે છે. માતા લક્ષ્મીને આ ફૂલની સુગંધ દરેક હાલમાં બોલાવી લે છે. હું તમે ગરીબી અને નિર્ધનતાથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ છોડ પોતાના ઘરમાં અવશ્ય લગાવો. આ છોડ જે ઘરના આંગણામાં લાગેલો હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્વયં આવીને નિવાસ કરે છે. આવું ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે.

ત્રીજા નંબરનો છોડ કરેણનો છોડ છે. કરેણના એક છોડથી દસ સુવર્ણ મુદ્રા ચડાવવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે તથા એક હજાર આકડાના ફૂલ ચડાવવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે તે ફક્ત એક કરેણનુ પુષ્પ ચઢાવવાથી પ્રાપ્ત થઈ જાય છે. કરેણનું પુષ્પ અતિ પવિત્ર માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં કરેણમાંથી સોનાનું નિર્માણ થતું હતું. ભગવાન ગણેશજીને કરેણની માળા બનાવીને પર આવે તો તેની ગરીબી તથા પાછલા જન્મના તમામ દોષ દૂર થઈ જાય છે. કરેણનો છોડ ઘરમાં વાવવાથી સ્વયં ભગવાન શિવને ઘરમાં બોલાવવા બરાબર માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોડને ભગવાન શંકરનું સ્વરૂપ માનવામાં આવે છે.કરેણનો છોડ ઘરમાં લગાવવાથી સ્વયં ગણેશજી આવીને ઘરની ગરીબી સમાપ્ત કરી દે છે. એ ઘરમાં આ છોડ લગાવેલો હોય છે ત્યાં ધન-વૈભવ ખેંચાઈને આવે છે. ચુંબકની જેમ સોનું-ચાંદી, ધનદોલત અને સુખ-સંપત્તિને આવવું જ પડે છે.

ચોથા નંબરનું છોડ છે પીપળાનું વૃક્ષ. પીપળાનું વૃક્ષ કદી પણ ઘરમાં ન હોવું જોઈએ અને તેની છાયા ઘર ઉપર ન પડવી જોઈએ. પીપળાનો નાનો છોડ તમે ઘરની આસપાસ લગાવી શકો છો. પીપળાનું નાનો છોડ ધન પ્રાપ્તિ માટે અતિ ઉત્તમ હોય છે પરંતુ જ્યારે તે મોટો થઈ જાય ત્યારે તે છોડને વિસર્જિત કરી દેવું જોઈએ કારણ કે તેની છાયા જો ઘર પર પડે છે તો ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. પીપળાના છોડ ને જ્યારે તમે કુંડામાં વાવો ત્યારે તેને ઘરની નજીક ન વાવવું જોઈએ. ઘરથી થોડો દૂર રાખવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *