જે સ્ત્રીઓ પોતાના માથા પર પલ્લું નથી રાખતી, તેમને ભગવાન આપે છે આવી સજા.

Astrology

મિત્રો, જે પરિવારમાં સંસ્કૃતિ તેમજ પરંપરાઓનું સન્માન થાય છે તે પરિવારમાં હંમેશા ખુશહાલી રહે છે અને પરિવારના સભ્યોને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે પરંતુ જે ઘરમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું આધુનિકતાના નામ પર અપમાન કરવામાં આવે છે તેવા ઘરની અધોગતિ નિશ્ચિત છે. આધુનિક સમયમાં તો ઘણા લોકો આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનો મજાક ઉડાવે છે. શાસ્ત્રોમાં બતાવેલા કેટલાક નિયમો પુરુષો તથા સ્ત્રીઓએ અવશ્ય નિભાવવા જોઈએ. સ્ત્રીઓએ પૂજા સમયે, ભોજન બનાવતી વખતે અને ઘરમાંથી બહાર નીકળતા સમયે શાસ્ત્રોમાં કહેલી આ વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ શાસ્ત્રોમાં કહેલી આ વાતો ને ધ્યાનમાં નથી રાખતો તો તેને ખૂબ જ ભયંકર પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

સ્ત્રીઓને માથા પર ચોવીસ કલાક પલ્લુ રાખવાની જરૂર નથી પરંતુ ઘરના વડીલોને માન આપવા માટે તથા વડીલોને પગે લાગતા સમયે માથા પર પલ્લુ અવશ્ય રાખવું જોઈએ. આમ કરવાથી વડીલોનું સન્માન જળવાય છે અને મનથી આશીર્વાદ આપે છે અને જે ઘરના મોટા વડીલો પ્રસન્ન રહે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે તે ઘરમાં ખુશહાલી અને સકારાત્મકતા સદાય વાસ કરે છે. ભગવાનની પૂજા-અર્ચના કરવી ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે પણ ભગવાનની પૂજા-અર્ચના કરીએ ત્યારે ભગવાન નું સન્માન જાળવવા માટે માથા પર પલ્લુ રાખવો ખૂબ જ જરૂરી હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે માથા પર પલ્લું રાખીને પૂજા-પાઠ કરવાથી મન એકાગ્ર બને છે. માથા પર પલ્લુ રાખ્યા વિના પૂજા-પાઠ કરવાથી ભગવાનનું અપમાન થાય છે અને ભગવાનનું અપમાન કરનાર કોઈપણ સ્ત્રી જીવનમાં સુખી રહી શકતી નથી. આવી સ્ત્રીને ઘર-પરિવારમાં સદાય જુદી-જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભગવાનની પૂજા કરતી વખતે માથા પર પલ્લું ન રાખવામાં આવે અને માથાનો કોઈ વાળ ભગવાનની પ્રસાદી માં પડી જાય તો ભગવાનની પ્રસાદ અપવિત્ર બની જાય છે અને આવી અપવિત્ર પ્રસાદ ભગવાનને ચઢાવવાથી મહા પાપ લાગે છે એટલા માટે માથા પર પલ્લું રાખ્યા સિવાય ભગવાનને કદી પ્રસાદ પણ ન ચડાવવો જોઈએ. તેના સિવાય માથા પર પલ્લુ રાખવાનું એક બીજું પણ કારણ છે કે લાંબા વાળ વાળી સ્ત્રીઓ ખૂબ જ શુભ અને સુંદર હોય છે. સ્ત્રીઓના લાંબા વાળ પર પુરુષોના મનમાં વિકાર ઉત્પન્ન કરી શકે છે. તેનાથી તે સ્ત્રી અને તેના વાળને નજર પણ લાગી શકે છે. જેથી ઘરની લક્ષ્મીને પણ નજર લાગી શકે છે. એટલા માટે બહાર જતી વખતે અને ભીડભાડવાળી જગ્યાઓ પર પોતાના માથા પર પલ્લુ અવશ્ય રાખવું જોઈએ. સ્ત્રીઓએ આખો દિવસ માથા પર પલ્લુ રાખવાની જરૂર નથી પરંતુ આ કેટલીક બાબતોમાં થોડી કાળજી રાખી માથા પર પલ્લુ અવશ્ય રાખવું જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *