જે પણ સ્ત્રી ગાય માતાને આ 1 વસ્તુ ખવડાવે છે, આખો પરિવાર નરકમાં જાય છે.

Astrology

મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સમસ્ત દેવી દેવતાઓ પણ ગાયનું પૂજન કરે છે. સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલી કામધેનુ માતા તમામ મનોકામનાઓ પૂર્ણ કરવાવાળી દેવી છે. એવી માન્યતા છે કે ગૌમાતાના શરીરમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ હોય છે. આપણા સૌથી જૂના ગ્રંથ ઋગ્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાયમાતાને માતા બહેન કે દીકરીની જેમ રાખવી જોઈએ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગાય માતાની હત્યા કરવી મહાપાપ ગણવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય કળિયુગમાં પણ ગાયની સેવા નિસ્વાર્થ ભાવે કરશે તે સુખ સમૃદ્ધિ મેળવશે. જે સ્ત્રી પહેલી રોટલી ગાય માટે રાખશે તે હંમેશા સૌભાગ્યશાળી રહેશે. જે વ્યક્તિ ગૌમાતાની સેવા કરી છે તે મૃત્યુ બાદ પણ ભગવાન શ્રીકૃષ્ણના ધામ ગૌલોકમાં જાય છે.

ગૌમાતા એ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. પ્રાચીન સમયમાં પણ ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં ગૌમાતાને પાળતા હતા અને તેમની સેવા કરવી પોતાનું પરમ કર્તવ્ય સમજતા હતા. આપણાં ધર્મ શાસ્ત્રો અનુસાર જે ઘરના દરવાજે દરરોજ ગાયમાતા પધારે છે તે ઘરમાં કદી પણ અકાલ મૃત્યુ થતી નથી અને આવા ઘર ઉપર કદી પણ કોઇ સંકટ આવતા નથી. કોઇપણ યાત્રા પર જતા સમયે જો આપણને ગાય માતાના દર્શન થઈ જાય તો આપણે ગાય માતાને નમસ્કાર કરીને આગળ વધવું જોઈએ તો આપણી યાત્રા અવશ્યપણે સફળ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ જો કુંડળીમાં પિતૃદોષ હોય તો દરરોજ ગાય માતાને એક રોટલી અને લીલું ઘાસ ખવડાવવાથી કુંડળીમાંથી પિતૃદોષ દૂર થઈ જાય છે.

આ જ રીતે જો કુંડળીમાં શનિની સાડાસાતી કે મહાદશા હોય તો દરેક શનિવારે અને અમાવસ્યાના દિવસે કાળા રંગની ગાયને રોટલી ખવડાવવાથી શનિ દોષથી મુક્તિ મળી જાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી ગૌમુત્રનુ પણ ખૂબ જ વધારે મહત્વ છે. ગૌમૂત્રમાં એવા તત્વો હોય છે જે આપણા શરીરનું શુદ્ધિકરણ કરે છે. ગૌમુત્રનો છંટકાવ કરવાથી પણ આસપાસનું વાતાવરણ પવિત્ર તથા શુભ બની જાય છે. દરેક હિંદુ ભાઈ બહેનોએ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે દરવાજા પર આવેલી ગાય કદી પણ ભુખી ન જવી જોઈએ તેને ઓછામાં ઓછી એક રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. ગાય માતાને રોટલી ખવડાવવાથી સૌથી વધારે પુણ્ય આપણને મળે છે.

ગાય માતાને કદી પણ વાસી અને સડેલું ખાવાનું ભૂલથી પણ ન ખવડાવવું જોઈએ. ભૂખ લાગવા પર મજબૂરીમાં ગાય માતા તે ખાઈ જાય છે પરંતુ તેનું પાપ આપણને લાગે છે. ગાયમાતા એ ખૂબ જ પવિત્ર પ્રાણી છે. તેમને કદી પણ એંઠુ, સડેલું, પારસી વસ્તુઓ કદી ના ખવડાવવી જોઈએ. જે વ્યક્તિ આવું કરે છે તે મહાપાપનો અધિકારી બની જાય છે. ગાય માતા એક શાકાહારી પ્રાણી છે અને તેમનામાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ છે જેથી ગાય માતાને કદી પણ જબરજસ્તી માસાહાર કે ઈંડા ખવડાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આવું કરવાથી આપણને મહાપાપ લાગે છે. ગાય માતાની સેવામાં આપણે આટલી બાબતો અવશ્ય ધ્યાન રાખવી જોઈએ. જય ગાય માતા, જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *