હનુમાનજી આવા 8 લોકોથી હંમેશા નારાજ રહે છે.

Astrology

મિત્રો, હનુમાનજી કળિયુગના એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે તરત જ પહોંચી જાય છે. પોતાના ભક્તોના તમામ સંકટો દૂર કરવા વાળા હનુમાનજી અષ્ટ સિદ્ધિઓના સ્વામી છે. તેઓ પોતાના ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે ભક્ત દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને ભગવાન શ્રીરામનું નામ લે છે તેના જીવનમાં કદી પણ કોઈ સમસ્યા રહેતી નથી. હનુમાનજી ચિરંજીવી છે. તેમને ભગવાન શ્રીરામે કળિયુગના અંત સુધી મૃત્યુલોકમાં રહેવાનું વરદાન આપ્યું છે એટલા માટે હનુમાનદાદા આજે પણ આ મૃત્યુલોકમાં હાજરા હજુર છે અને તેના ઘણા પ્રમાણ જોવા મળેલા છે. હનુમાનજીએ સાક્ષાત પોતાના ઘણા ભક્તોને દર્શન પણ આપ્યા છે. આજે પણ એવું કહેવાય છે કે જે જગ્યા ઉપર નિયમિત ભગવાન શ્રી રામની કથા કરવામાં આવી છે ત્યાં હનુમાનજી કથા સાંભળવા અવશ્ય આવે છે.

હનુમાનજી જે રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે તે જ રીતે દુષ્ટ લોકોને દંડ પણ કરે છે. પ્રાચીન ધર્મગ્રંથો અનુસાર કેટલાક કામ એવા છે જેને કરવાથી હનુમાનજી તે વ્યક્તિ પર નારાજ થઈ જાય છે. જો કોઈ સ્ત્રી કે પુરુષ આવા કામ કરે છે તો તે મનુષ્ય હનુમાનજીને કદી પણ પ્રસન્ન કરી શકતા નથી. આવા વ્યક્તિને હનુમાનજી દંડને પાત્ર સમજે છે. આવા કાર્યો કરવા વાળા વ્યક્તિના ઘરે હંમેશા દુર્ભાગ્ય રહે છે અને માતા લક્ષ્મીનો વાસ પણ રહેતો નથી. જે લોકોને કોઈ પણ આરાધ્ય દેવ નથી અને ભગવાન પર વિશ્વાસ નથી કરતો અને જ્યાં સદાય ભગવાનનું અપમાન કરવામાં આવે છે આવા ઘરમાં રહેવા વાળા લોકો પર હનુમાનજી કદી પણ કૃપા નથી કરતા. જ્યાં ભગવાન શ્રીરામનું અપમાન થતું હોય આવા દુષ્ટ લોકોને દંડને પાત્ર સમજે છે.

જે ઘરના સભ્યો હંમેશા માંસ અને નશાકારક ચીજવસ્તુઓનું સેવન કરતા હોય તેવા ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે. આવા ઘરમાં રહેવા વાળા લોકો હંમેશા માટે ગરીબ જ રહે છે. જે લોકો આવી ચીજ વસ્તુઓનું સેવન કરતા હોય તેવા લોકો પર હનુમાનદાદાની કદી પણ કૃપા થતી નથી. જે ઘરમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર થતો હોય અથવા ઘરના પુરુષો પોતાની મર્દાનગી બતાવવા માટે સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડતા હોય અથવા રોજ સ્ત્રીઓ સાથે મારપીટ કરતા હોય આવા વ્યક્તિઓને હનુમાનજી દંડને પાત્ર સમજે છે. મૃત્યુ પછી તો આવા લોકો નરકમાં જાય છે પરંતુ આ જન્મમાં પણ પોતાના કર્મોની સજા આવા લોકો ભોગવે છે. જે કરના પરિવારના લોકો વચ્ચે એકતા ન હોય તથા કુટુંબના લોકોમાં હંમેશા ઝઘડો થતો હોય તેવા ઘરમાં રહેવા વાળા લોકો કદી સુખી નથી રહી શકતા અને હનુમાનજીની કૃપાથી વંચિત રહે છે.

જે ઘરમાં સદાય ગંદકી રહેતી હોય. એવા ઘરમાં માતા લક્ષ્મી તથા હનુમાનજી કદી પણ વાસ નથી કરતા. જે ઘરમાં અબોલ પ્રાણીઓને મારવામાં આવતા હોય કે કષ્ટ આપવામાં આવતું હોય તેવા ઘરના લોકો પર હનુમાનજી હંમેશા નારાજ રહે છે. જે ઘરના લોકો સંતોનું અપમાન કરે છે આવા લોકોથી પણ હનુમાનજી હંમેશા નારાજ રહે છે. જે ઘરમાં ચરિત્રહિન લોકો રહેતા હોય તથા પર સ્ત્રીઓ પર ખરાબ નજર રાખતા હોય તેવા પુરુષો પર હનુમાનજી અવશ્ય નારાજ રહે છે. આવા કેટલાક કાર્યો કરવાથી હનુમાનજી હંમેશા માટે એવા લોકો પણ નારાજ રહે છે આવા દુષ્ટ માણસોને હનુમાનદાદા હંમેશા દંડને પાત્ર સમજે છે. જય હનુમાન દાદા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *