મોરનું પીંછુ ધનવાન બનાવી દેશે, આ રીતે કરો ચમત્કારીક પ્રયોગ.

Astrology

મિત્રો, આપણા શાસ્ત્રોમાં મોરના પીંછા ના ઘણા ટોટકાનું વર્ણન કરવામાં આવ્યું છે. મોરપંખને બધા જ નવ ગ્રહોનો પ્રતિનિધિ માનવામાં આવે છે. મોરના પીંછા વડે કેટલાક પ્રયોગો કરવાથી દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કેમ મોરનું પીંછું હંમેશા ભગવાન શ્રીકૃષ્ણના માથે બિરાજમાન રહેતું હતું. ભગવાને જેને પોતાના મસ્તિષ્ક પર જગ્યા આપી હોય તે મોરનું પીંછું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે .મોર એ ભગવાન કાર્તિકેયનું વાહન છે. માતા સરસ્વતીની વીણામાં પણ મોર પંખ બંધાયેલું હોય છે. મોરનું પીંછું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મોરનું પીંછું આપણને નકારાત્મક શક્તિઓથી પણ બચાવે છે. જાદુ ટોણાથી પણ રક્ષણ કરે છે. આજે આપણે મોરના પીંછાના એવા કેટલાક પ્રયોગ વિશે માહિતી મેળવીશું જેના દ્વારા આપણા ઘરના ધનના ભંડાર ભરાઈ જશે તથા દરેક સમસ્યામાંથી છુટકારો મળશે.

જો તમારા કામ અટકેલા છે, અને જો તમે ધન-વૈભવ મેળવવાની ઈચ્છા રાખો છો તો શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જઈને મોરના પીંછાની સ્થાપના અવશ્ય કરજો. તે જ દિવસથી તમારા ઘરમાં ધન સંપત્તિ સમૃદ્ધિ થવાનું શરૂ થઇ જશે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે રાધાકૃષ્ણને મોર પંખ અર્પણ કરવાથી જીવન સુખી અને સમૃદ્ધ બની જાય છે એટલે કે ધનવૈભવમાં વૃદ્ધિ થાય છે. તથા જીવનમાં કોઈ અટવાયેલા કામ હોય તો તે પણ તરત જ પાર પડી જાય છે. જો તમે કોઈ શત્રુઓથી મુક્તિ મેળવવા માંગો છો. કોઈ શત્રુ તમને નિરંતર પરેશાન કરી રહ્યો હોય તો કોઇપણ મંગળવારે કે શનિવારના દિવસે મોરના પીંછાથી હનુમાનજીની મૂર્તિ પર ચઢેલા સિંદૂર વડે કોરા કાગળ પર શત્રુનું નામ લખી દેજો. ત્યારબાદ હનુમાનજીનું ધ્યાન કરીને તે કાગળને સળગાવી દેજો. આ ઉપાયથી તે શત્રુનો તમારા જીવનમાંથી તત્કાલ નાશ થઈ જશે.

કાલસર્પ યોગ ખૂબ જ ભયાનક હોય છે. કાલ સર્પયોગને રાહુનો દુષ્પ્રભાવ કહેવાય છે.જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારના કાલસર્પ યોગ હોય અને જો તેનાથી તમે બચવા માંગો છો તો ઘરમાં મોરપંખ અવશ્ય રાખવું જોઈએ કારણ કે મોર સાપનો શત્રુ હોય છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ છે તેવા લોકોને મોરનું પીંછુ તે દોષથી રક્ષણ કરે છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તે લોકોએ સોમવારના રાત્રે સાત મોરના પીંછા તકિયા નીચે રાખીને સૂવું જોઈએ. નાના બાળકને નજર દોષથી બચાવવા માટે ચાંદીના તાવીજમાં એક નાનકડું મોરનું પીંછું ભરીને બાળકને પહેરાવવું જોઈએ. મોટા લોકો પણ આ રીતે તાવીજ પહેરી શકે છે. મોરપીંછ વાળુ તાવીજ પહેરવાથી ઘરમાં ધનનો વરસાદ થાય છે તથા જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *