રસોડામાં ઊંઘવા વાળી સ્ત્રીઓ એક વાર જરૂર વાંચજો, રસોડામાં ના કરો આ 4 કામ.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે મનુષ્યના કલ્યાણ હેતુ ઘણા મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો બતાવ્યા છે. જો આ નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો માણસે કદી ગરીબીનો સામનો કરવો પડશે નહીં. વાસ્તુશાસ્ત્રમાં રસોડાનું મહત્વ સૌથી વધુ છે કારણકે રસોડામાંથી જ કુટુંબના દરેક વ્યક્તિને ઊર્જા પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઈ પણ સ્ત્રીએ પોતાના રસોડામાં આ 4 કામ કદી પણ ન કરવા જોઈએ. જે પણ સ્ત્રી પોતાનાં રસોડામાં આ 4 કામ કરે છે તેનાથી તમામ દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મી પણ આવા ઘરને છોડીને ચાલી જાય છે. રસોડું માતા અન્નપૂર્ણાનું સ્થાન છે. રસોડામાં અગ્નિદેવ,પવનદેવ, વરુણ દેવ આ બધા દેવો નિવાસ કરે છે. તેથી રસોડામાં કોઈ પણ અશુભ કે અમંગલકારી કાર્ય કરવાથી આ સ્થાનની પવિત્રતા સમાપ્ત થઈ જાય છે જેનો પ્રભાવ ઘરમાં રહેવા વાળા તમામ સભ્યો પર પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનુ રસોડુ ઘરની અગ્નિ દિશામાં એટલે કે દક્ષિણ અને પૂર્વની વચ્ચે હોવું જોઈએ. રસોડાનો સંબંધ અગ્નિતત્વથી હોય છે એટલા માટે આ દિશાને જ સર્વોત્તમ માનવામાં આવે છે. અન્ય દિશાઓમાં બનેલું રસોડું વધારે લાભદાયક હોતું નથી. ભોજન બનાવતી વખતે દરેક સ્ત્રીએ પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ એનાથી કદી પણ ઘરમાં બિમારીની છાયા પડશે નહીં. પશ્ચિમ તેમજ દક્ષિણ દિશા બાજુ મુખ કરીને રસોઈ બનાવવાથી ગૃહિણીનું સ્વાસ્થ્ય વારંવાર બગડે છે અને શારીરિક કમજોરી આવે છે. રસોડામાં બનેલી સૌથી પહેલી રોટલી ગાય માતાને ખવડાવવી જોઈએ. અને છેલ્લી રોટલી કુતરા અને કાગડા માટે રાખવી જોઈએ.

અસ્વચ્છ સોડું ગરીબીની નિશાની છે. જે સ્ત્રી પોતાના રસોડાને સાફ નથી રાખતી અને રસોડાને હંમેશાં ગંદુ રાખે છે આવી સ્ત્રીના ઘરે માતા લક્ષ્મી કદી પણ નિવાસ નહીં કરે. રસોડામાં રહેલા વાસણો પણ સ્વચ્છ હોવા જોઈએ. રસોડામાં તૂટેલા-ફૂટેલા વાસણો રાખવા પણ દુર્ભાગ્યની નિશાની છે. રાતના સમયે કદી પણ એંઠા વાસણ રસોડામાં પડી રાખવા જોઇએ નહીં. આવું કરવાથી રસોડામાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સ્નાન કર્યા વગર કોઈ પણ સ્ત્રીને ભોજન બનાવવું જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર બનાવેલું ભોજન અશુદ્ધ તથા અપવિત્ર હોય છે. આવું ભોજન દેવતા કદી સ્વીકાર નથી કરતા.

ઘણી સ્ત્રીઓ ભોજન કર્યા બાદ વાસણ એંઠા મૂકીને રસોડામાં જ સૂઇ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ઊંઘવા ને બિલકુલ વર્જિત માનવામાં આવે છે. કોઈ પણ સ્ત્રીએ રસોડામાં ઊંઘવું જોઈએ નહીં. આવું કરવાથી જીવનમાં દુર્ભાગ્ય બનેલું રહે છે. રસોડામાં ઊંઘવાથી ઘરમાં કલેશનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. રસોડામાં ઉગ્ર પદાર્થોનું સ્થાન હોય છે એટલે કે રસોડામાં ઉર્જાનો પ્રભાવ વધુ માત્રામાં હોય છે. ઊંઘવા માટે શાંત જગ્યા જોઈએ. રસોડામાં ઊંઘવાથી મનની શાંતિ દૂર થઈ જાય છે અને જીવન દુર્ભાગ્યથી ભરાઈ જાય છે. દરેક સ્ત્રીએ ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યા રસોડા વિશે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણા સૌ પર માતા લક્ષ્મી તથા માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હંમેશા બની રહે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *