શાસ્ત્રોમાં લખ્યું છે, ક્યારે અને કેવી રીતે થશે તમારું મૃત્યુ?

Astrology

મિત્રો, એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે એકના એક દિવસે આપણું મૃત્યુ નિશ્ચિત છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર તમારા આ દુનિયામાં જન્મ લેવાની સાથે જ તમારા મૃત્યુનો સમય અને સ્થાન બંને નક્કી થઇ જ ગયા હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ સૂક્ષ્મ શરીર માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે તે ક્ષણે જ પરમાત્મા દ્વારા ગર્ભમાં તે શિશુની ચાર બાબતોનું નિર્ધારણ થઈ જાય છે. આ ચાર બાબતોમાંથી ધર્મ પુરાણમાં જે પહેલી બાબત જોવા મળે છે એ છે બાળકની ઉંમર. શાસ્ત્રોમાં આયુ ઉંમરથી નહીં પરંતુ શ્વાસથી ગણવામાં આવે છે. જ્યારે પણ કોઈ સૂક્ષ્મ શરીર ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ઉંમર નહીં પરંતુ તેના શ્વાસ નક્કી થઈ જાય છે. તે આત્મા પોતાના આ જન્મમાં કેટલા શ્વાસ લેશે તેનું નિર્ધારણ પહેલેથી જ થઈ જાય છે.

યોગી અને ધ્યાનની પુરુષો એટલા માટે લાંબુ આયુષ્ય ભોગવતા હતા કારણ કે તેઓ સામાન્ય માણસ કરતાં પોતાના શ્વાસ લાંબા રાખે છે જેના પરિણામે તેમનુ આયુષ્ય બાકીના માણસો કરતાં વધારે જોવા મળે છે. આપણા શાસ્ત્રોમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કોઈપણ આત્માનું મૃત્યુનું કારણ શું હશે, સ્થાન કયું હશે અને સમય કયો હશે. પરંતુ જો તમે તમારા મૃત્યુના નિશ્ચિત સમયને જાણવા માંગો છો તો એનો પણ એક ઉપાય છે. આપણા ધર્મગ્રંથો કેટલાક ગ્રહોની એવી સ્થિતિઓ વિશે જણાવે છે જે તમારા મૃત્યુની લગભગ સચોટ સ્થાન, સમય અને સ્થળને દર્શાવે છે. જે મનુષ્યની કુંડળીમાં છઠ્ઠા,આઠમા અને બારમા સ્થાનમાં પાપ ગ્રહોથી યુક્ત ચંદ્રમાં હોય તેવા વ્યક્તિનુ મૃત્યુ બાલ્યાવસ્થામાં જ થઈ જાય છે. એટલે કે જન્મ થી લઈને આઠ વર્ષ સુધીના ગાળામાં થઈ જાય છે. આ રીતે થવાવાળી મૃત્યુને બાલારિષ્ટ મૃત્યુ કહેવાય છે.

તે જ રીતે અષ્ટમ ભાવ શનિ અને મંગળ જેવા ગ્રહોથી દુષિત થઇને રાશિની ઉલટી દિશામાં ગતિ કરવા લાગે ત્યારે તેનો પ્રભાવ સૌથી વધારે આઠ થી વીસ વર્ષની વ્યક્તિ પર પડે છે અને આવી મૃત્યુ યોગારિષ્ટ મૃત્યુ કહેવાય છે. જે બાળકોના માતા-પિતા કુકર્મોમાં વ્યસ્ત હોય તેવા માતા-પિતાના બાળકોનું મૃત્યુ યોગારિષ્ટમા થાય છે. તેના સિવાય અલ્પ આયુમાં મૃત્યુ થવા વાળા વ્યક્તિઓ વિશે કહેવાય છે કે વૃષભ, તુલા,મકર અને કુંભ રાશિવાળા જાતકો અલ્પઆયુ હોય છે પરંતુ આ રાશિવાળા આ જાતકોની કુંડળીમાં અન્ય કોઈ શુભ ગ્રહ હોય અને સૂર્યનું સ્થાન મજબૂત હોય તો તેમને આ યોગનો પ્રભાવ નથી રહેતો અને તેઓ દીર્ઘાયુ બને છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *