સારો સમય આવ્યા પહેલા તુલસી આપે છે 3 સંકેત, ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવે છે.

Astrology

મિત્રો, બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને દિવ્ય છે. તેને નિયમિત પૂજન કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ તુલસી અત્યંત પ્રિય છે. તુલસીપત્ર ભગવાન કોઈ પણ પ્રકારનો ભોગ કે પ્રસાદ સ્વીકાર નથી કરતા. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય દરરોજ તુલસીને નમસ્કાર કરે છે તેવા વ્યક્તિ પર કદી કોઈ સંકટ નથી આવતુ. જે દરરોજ તુલસીપત્રનું સેવન કરે છે તે દરેક પ્રકારના રોગોથી દૂર રહે છે. તુલસીના છોડમાં દરેક પ્રકારના રોગોને દૂર કરવાની અદભુત શક્તિ છે. તુલસીનો છોડ આપણા ઘર પણ આ વાળી દરેક સમસ્યા તથા ખરાબ નજર સામે આપણું રક્ષણ કરે છે તથા નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. તુલસીનો છોડ દેવી વૃંદાનો અવતાર છે એટલે દરેક ઘરમાં બીજો કોઈ છોડ હોય કે ન હોય પરંતુ તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ.

તુલસીનો છોડ આપણને કેટલાક સંકેતો આપે છે જે આપણા આવવાવાળા ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે કારણ કે તુલસીનો છોડ વાતાવરણમાં ફેલાયેલી નકારાત્મક શક્તિઓને પહેલેથી જ ઓળખી લે છે અને આવવા સંકટને પહેલેથી જાણી લે છે. ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું હોય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની હોય કે તમારો સારો સમય આવવાનો હોય તો આપણને તુલસીના છોડ દ્વારા તેની જાણકારી પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે તુલસીના છોડને જળ આપતી વખતે આ સંકેતોને અવશ્ય ધ્યાનમાં લેવા જોઈએ. સૌથી પહેલી વાત કે તમે ઘણીવાર અહેસાસ કર્યો હશે કે તુલસીનો છોડ અચાનક જ સુકાવા લાગે છે. આપણા ઘણા બધા પ્રયત્નો તથા સંભાળ રાખવા છતાં છોડ સુકાયા જ કરે છે. આ એક સંકેત છે કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે અથવા આપણા ઘર પર કોઈ વિપત્તિ કે મોટું સંકટ આવવાનું છે જેનો સંકેત આપણને તુલસીના છોડ દ્વારા મળે છે.

તુલસી ના છોડનું સુકાવું એ પણ દર્શાવે છે કે ભવિષ્યમાં કોઈ કારણથી આપણું બહુ બધું ધન ખર્ચ થવાનું છે એટલા માટે તુલસીના છોડને કદી પણ સુકાવા દેવો જોઈએ નહીં. તુલસીના પાન પીળા થઈને પડવા લાગે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ લીલાછમ પત્તા જાતે જ તુટવા લાગે તો તમારા ઘરમાં કલેશ અને સભ્યો વચ્ચે જુદાગરો આવે છે. ઘરના સભ્યો વચ્ચેના સંબંધો ખરાબ થઈ શકે છે. જો તમને આવા સંકેતો મળે તો કારણ વગરના કલેશથી બચવા માટે સાંજના સમયે તુલસીના છોડ પાસે એકનો દીવો અવશ્ય પ્રગટાવો. ત્રીજો સંકેત એ છે કે તુલસીના છોડની આસપાસ નાના બીજા છોડ ઊગવા લાગે તો તે એક સારો સંકેત માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે તમારા ઘરમાં ખૂબ જ ખુશીઓ આવવાની છે. તમારા વેપારમાં વૃદ્ધિ થવાની છે. ધનલાભ થઈ શકે છે.

તમે ઘણી વાર જોયું હશે કે તુલસીના છોડની પાસે કીડીઓ ભેગી થઈ જાય છે. તમારી ઘણી બધી સંભાળ રાખવા છતાં કીડીઓ અને અન્ય નાનાં જીવજંતુઓ તુલસીના છોડ પાસે પોતાનું ઘર બનાવી લે છે અને છોડને ખરાબ કરવા લાગે છે. આ એ વાતનો ઈશારો છે કે કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરમાં વિપત્તિ લાવવાનો છે. કોઈ વ્યક્તિના લીધે તમારે નુકશાનનો સામનો કરવો પડી શકે છે. તુલસીના છોડ ઉપર સુંદર પતંગિયા, ચકલી કે પછી કોયલ આવીને બેસે અને તુલસીનો છોડ ખૂબ જ ખલેલો જોવા મળે તો તે એ વાતનો સંકેત છે કે તમને ખૂબ જ જલ્દી ધનલાભ થવાનો છે અથવા તમારી કોઈ મનોકામના ટૂંક સમયમાં જ અવશ્ય પૂરી થવાની છે.

ઘણા લોકો ભલે ગમે તેટલી વખત તુલસીનો છોડ વાવે પરંતુ તે સુકાઈ જાય છે. બીજા અન્ય છોડ સારા ખીલેલા રહે છે પરંતુ તુલસીનો છોડ સુકાઈ જાય છે. આ એક પ્રકારનો સંકેત છે કે તમારા ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓનો વાસ છે. જેના કારણે તમારા ઘરમાં તુલસીનો છોડ ઊગવા નથી માગતો. જો આવું થાય તો તમે તમારા ઘરમાં ગ્રહશાંતિ ,હવન કે પછી સત્યનારાયણની કથા અવશ્ય કરાવજો જેથી તમારા ઘરમાં મોજુદ તે નકારાત્મક શક્તિનો નાશ થઈ જાય. આ રીતે તુલસીના છોડથી આપણને ઘણા બધા મહત્વપૂર્ણ સંકેતો મળે છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *