મિત્રો કોઈ પણ પૂજા પાઠ કરવાની પહેલા એક નાળિયેર રાખવું પડે છે અને પૂજા પુરી થાય પછી એ નાળિયેરને વધેરવું પડે છે. નાળિયેરને શ્રી કહેવામાં આવે છે અને આપડા હિન્દૂ ધર્મમાં શ્રી મહાલક્ષ્મીને કહેવામાં આવે છે. આજે આપડે જાણીશુ એક નાળિયેર કેવી રીતે આપણું ભાગ્ય બદલશે. આ ઉપાયથી ઘણા લોકો જેને એક સમયની રોટી નસીબ ન હતી ને આજે લાખોપતિ બન્યા છે.
જટાવાળું નાળિયેર મંગળવારે હનુમાન મંદિરમાં રામ લખીને ચડવામાં આવે તો જન્મ-જન્માંતરની ગરીબી દૂર થાય છે. આવું આપડા તંત્ર શાસ્ત્રોમાં લખ્યું છે. કારણકે આપડે ભગવાન રામ સહીત માં સીતાને પણ અર્પણ કરીએ છીએ. નાળિયેરને લક્ષ્મી કહેવામાં આવે છે અને લક્ષ્મીના અવતારને જ માં સીતા માનવામાં આવે છે. અગર જટાવાળું નાળિયેર હનુમાનજી પર ચડાવવામાં આવે તો જન્મ-જન્માંતર ની ગરીબી દૂર થાય છે. મંગળવારના દિવસે રામ લખીને નાળિયેર હનુમાનજીને અર્પણ કરવામાં આવે તો ચોક્કસ પણે કોઈપણ મનોકામના પુરી થાય છે.
નાળિયેરને બે ટુકડામાં કાપી લો અને એની અંદર ખાંડ ભરી દો અને પછી કોઈ પણ સ્મશાનમાં કે કોઈ પણ સુમશાન જગ્યાએ મૂકીને આવી જાઓ. આ ઉપાયથી કોઈપણ ઈચ્છાની પૂરતી થાય છે અને ધનમાં વૃદ્ધિ આવે છે અને મનોકામના પુરી થાય છે.
ગુરુવારે એક નાળિયેરને પીળાં કપડામાં બાંધીને એક મીઠાઈ અને એક જનોઈની સાથે કેરના ઝાડ પર બાંધવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. અગર માથા પર દેવું પણ થઇ ગયું હોય તો આ ઉપાયથી દેવું પણ ઉતારી જાય છે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી ચાલી રહી હોય તો એક જનોઈ અને એક નાળિયેર કેરના ઝાડને અર્પણ કરો તો નિશ્ચિત રીતથી તમારી મુશ્કેલી દૂર થઇ જશે.
ફૂલવાર નાળિયેરમાં શ્રી યંત્ર લખીને તેને પૂજા રૂમમાં સ્થાપિત કરવાથી ધન આવવાના બધા માર્ગો ખુલી જાય છે. મહાલક્ષ્મી નિવાસ કરવા લાગે છે. આખું ઘર ધનથી ભરાઈ જાય છે.