કોઈ કોઈનું નથી હોતું, આટલું સમજી લો નહીં તો પસ્તાવું પડશે.

Astrology

મિત્રો, આ દુનિયામાં પોતાના કહેવાવાળા લોકો જ દગો કરી જાય છે અને મીઠું બોલવા વાળા લોકો પીઠ પાછળ ખંજર ઘૂસાડી દે છે. અત્યારે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે ખબર નથી પડતી લોકો આટલી હોશિયારી ક્યાંથી શીખીને લઈ આવે છે. સંબંધો પણ નિભાવે છે અને દુશ્મની પણ નિભાવે છે, આપણા મોઢા પર કંઈક અલગ બોલે છે અને પીઠ પાછળ કંઈક અલગ જ વાત કરે છે. માણસને જોઈને ગીધ પણ ગુમ થઈ ગયા કારણ કે ગીધ જાણી ગયા હતા કે માણસ હવે તેનાથી વધુ એક બીજાને ચૂસી ખાય છે. એક વાત યાદ રાખજો કે જિંદગીમાં લોકો એવી રીતે આવે છે જાણે આપણને છોડીને કદી જશે જ નહીં પરંતુ આ જ લોકો એવી રીતે છોડીને ચાલ્યા જાય છે જાણે આપણે જિંદગીમાં કદી હતા જ નહીં.

પહેલા લોકો આપણને પોતાના બનાવે છે અને એ જ લોકો પાછળથી આપણને મજાક પણ બનાવી દે છે. આ દુનિયામાં વચન નિભાવવાવાળા ઘણા ઓછા મળે છે પરંતુ આપેલું વચન તોડવા વાળા દરેક જગ્યાએ મળી જશે. અરે જે લોકો પોતાની ભૂલ પણ માની શકતા ન હોય એ લોકો તમને કેવી રીતે પોતાના માનશે. એક વાત યાદ રાખજો મિત્રો આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું જેને આપણે પોતાના કહીએ છીએ અરે મૃત્યુ પછી એ જ લોકો આપણને અડ્યા પછી પોતાના હાથ ધોઈ દે છે. આજકાલ લોકો પોતાનો હક તો મેળવવા માગે છે પરંતુ સંબંધો નિભાવવા નથી માગતા.

એક વાત યાદ રાખજો મિત્રો તમે કોઈને પણ પોતાની જિંદગીનો સૌથી મોટો હિસ્સો ન બનાવતા કારણ કે તે માણસ જ્યારે બદલાઈ જાય છે તો તમે તેને નફરત નથી કરતા પરંતુ પોતાની જાતથી નફરત કરવા લાગો છો. આ જિંદગીમાં એવું જ થાય છે કે આપણે જેને પોતાની જિંદગી સમજીએ છીએ અને જેને કદી પણ ગુમાવવા નથી માગતા એ જ લોકો આપણને છોડીને ચાલ્યા જાય છે. એક વાત યાદ રાખજો એવા લોકોથી હંમેશા દૂર રહેજો જે લોકો સાથે રહીને પણ સાથે ન હોય. જે તમારું મૂલ્ય ન સમજે તેમની સામે જબરજસ્તી કદી પોતાના પ્રેમને ન દેખાડતા. પીઠ પાછળ ઘા કરવા વાળા મિત્રો કરતાં સામી છાતીએ ઘા કરવા વાળા દુશ્મન વધુ સારા હોય છે.

આપણે હંમેશા એને શોધીએ છીએ જે આપણને નજર અંદાજ કરતા હોય છે. આજના જમાનામાં વધારે પડતાં સારા હોવું બિલકુલ સારું નથી. જેમ શેરડી મીઠી હોવાથી તેને નિચોવીને, કાપીને,કુચલીને તેનો રસ કાઢી લેવામાં આવે છે એવી જ રીતે આ દુનિયા સારા વ્યક્તિઓને જ નીચોવીને તેનો ગેરફાયદો ઉઠાવે છે. આ જીંદગીમાં નીચે પાડવા વાળો કોઈ દુશ્મન હોય તેના કરતાં જો કોઈ પોતાનું હોય તો ઉભા થતા વધુ વાર લાગે છે. એક વાત યાદ રાખજો કોઈની પાસેથી ખોટી આશા રાખીને દુઃખી ના થતા કારણ કે લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તેમને તમારી જરૂર હશે. છેલ્લે એક વાત યાદ રાખી લેજો આ દુનિયાના બનાવટી સંબંધોથી લાખ ગણું વધુ સારું છે કે તમે એકલા રહેવાનું શીખી જાઓ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *