જો ભગવાનને વધેરેલુ શ્રીફળ ખરાબ કે કોરું નીકળે તો એ શુભ કહેવાય કે અશુભ?

Astrology

ભગવાનને વધેરેલું શ્રીફળ ખરાબ નીકળે અથવા કોરું અને બીજ વાળું નીકળે તો એને શુભ માનવું જોઈએ કે અશુભ માનવું જોઈએ તેની જાણ ઘણા બધા લોકોને હોતી નથી.

હિન્દૂ શાસ્ત્રના કોઈપણ પૂજા કરીએ અથવા કોઈ મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે તો નાળિયેર વધેરતા હોય છે.એમાં ઘણી વખત નાળિયેર વધેરતા નાળિયેર ખરાબ નીકળે છે.જયારે શ્રીફળ એકદમ કોરું નીકળે ત્યારે ગભરાવવાની જરૂર નથી. કારણ કે જયારે શ્રીફળ કોરું નીકળે તો એ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. એ સમયે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

શ્રીફળ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલે જ્યારે શ્રીફળ વધેરતા જો તે બીજવાળું નીકળેતો એ સ્ત્રીમાટે ખુબજ સુભદાયી માનવામાં આવે છે. ઘરની સ્ત્રીઓમાં કુળદેવી અને કુળદેવતાઓના આશીર્વાદ માનવામાં આવે છે. એમાં પણ જ્યારે આપણે શ્રીફળ વધેરીયે ત્યારે ખરાબ નીકળે ત્યારે આપણે નિરાશ થઇ જઇયે છીએ અને તેને આપણે અપસુકુન માનીને બેસી જતા હોઈએ છીએ. પરંતુ આવું થાય ત્યારે દુઃખી થવું જોઈએ નહીં પરંતુ ખુશ થવું જોઈએ કારણકે આમ થાય એનો મતલબ એ છે કે ભગવાન સુધી તમારા દ્વારા કરેલી પૂજા અર્ચના એમની સુધી પહોંચી ગયી એમ સમજવું જોઈએ.

વિદ્વાનો મુજબ નારિયેળ ખરાબ નીકળે ત્યારે ભગવાને તમારી અરજી સાંબળી લીધી છે અને તમારી મનોકામનાઓ હવે પૂર્ણ થઇ જશે. એટલુંજ નહીં એ સમયે નિસ્વાર્થભાવે તમે ભગવાન પાસે જે કઈ માંગશો તે તમને જરૂરથી મળશે. એટલે જ આપણા શાસ્ત્રોમાં શ્રીફળને દરેક કામમાં ઉપયોગમાં લેવાતું ફળ છે. જે સારું હોય અથવા ખરાબ પણ તેને શુભજ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *