દરરોજ સવારે ઘરના મુખ્ય દરવાજા પર એક લોટા જળ વડે કરો નાનકડો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર.

Astrology

મિત્રો, મોટાભાગના લોકો સવારે ઊઠીને સીધા અરીસા સામે ઉભા થઈ જાય છે પરંતુ તમારે આમ ન કરવું જોઈએ. અરીસો આખી રાત નકારાત્મક ઉર્જાનુ શોષણ કરે છે અને તમે જેવા ઉઠતાની સાથે અરીસાની સામે જઈને ઊભા થઈ જાઓ છો તો તમામ નકારાત્મક શક્તિ તમારામાં પ્રવેશ કરી લે છે. તો ભૂલથી પણ તમારે સવારે ઊઠીને અરીસાની સામે ન જવું જોઈએ. સવારે જેવા ઉઠો ત્યારે સૌથી પહેલા પોતાની હથેળીઓને જુઓ. સવારે ઊઠીને તરત પોતાની હથેળીઓ જોવી અત્યંત શુભ માનવામાં આવે છે. સવારે ઉઠીને તરત જ ઘી જોવું પણ શુભ માનવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા જોઈએ. કહેવામાં આવે છે કે સવારે ઊઠતાની સાથે જો ભગવાનના દર્શન કરવા માં આવે તો દિવસભર કોઈપણ સમસ્યા નડતી નથી.

સવારે ઉઠીને જ્યારે પણ તમે તમારો મુખ્ય દરવાજો ખોલો તેના પહેલા રાત્રે તમારે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાનું છે. તાંબાનો ન હોય તો સ્ટીલના લોટામાં પણ જળ ભરીને રાખી શકો છો. આ પાણીને તમારા દરવાજાની બન્ને બાજુ રેડવાનું છે. થોડું થોડું પાણી રેડજો ખૂબ જ વધારે પાણી રેડવાની જરૂર નથી. ત્યારબાદ તમે તેના પર કચરા પોતું કરી શકો છો. આ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાઓ તમારા ઘરમાંથી બહાર નીકળી જશે. તમારા પર કોઈ પણ નકારાત્મક શક્તિનો કબજો હશે તો તે પણ દૂર થઈ જશે. કોઈએ તમારા ઘર પર કોઈપણ પ્રકારનું ટોટકું કર્યું હશે તોપણ તે પાછું તેના ઘરે ચાલ્યુ જશે.

આ પ્રયોગ કરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખજો કે આ પ્રયોગ ઘરના અંદરથી જ કરવાનો છે બહાર જઈને પાણી રેડવાનું નથી. તમારા પગ પણ બહાર જવા ન જોઈએ. સૌથી પહેલાં દરવાજાની બન્ને બાજુ પાણીનો છંટકાવ કરો અને તેના પર કચરા પોતું કરી દો. આ પ્રયોગ કરવાથી તમારા ઘરમાં કોઈપણ સમસ્યા નહિ આવે. ઘરનું વાતાવરણ ખુબ જ સકારાત્મક બની જશે. ઘરમાં કોઇપણ પ્રકારના રોગ કે માંદગીમાંથી છુટકારો મળી જશે. આ પ્રયોગ શનિવારે અને રવિવારે કરવાથી તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તમે ઇચ્છો તો આ પ્રયોગ દરરોજ પણ કરી શકો છો. ઘરમાં ખૂબ સંપત્તિનો અવશ્યપણે વધારો થશે. એક લોટા પાણી વડે કરેલા ઉપાયનું ફળ તમે માત્ર થોડાક જ દિવસમાં અનુભવ કરશો. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *