શિવજી અનુસાર મૃત્યુના લક્ષણો, આ લક્ષણો બતાવે છે માણસનુ મૃત્યુ નજીક છે.

Astrology

મિત્રો, મૃત્યુ એક અટલ સત્ય છે છતા મોટા ભાગના મનુષ્ય તેને સ્વીકાર કરવા માગતા નથી. ભગવાન શિવજીએ શિવપુરાણમાં કેટલાક એવા સંકેતો વિશે વાત કરી છે જેના દ્વારા મનુષ્ય જાણી શકે છે કે તેનું મૃત્યુ હવે નજીક છે. મૃત્યુથી જોડાયેલા કેટલાક સંકેતો ખૂબ જ સરળતાથી ઓળખી શકાય છે. આપણને લાગે છે કે મૃત્યુ થોડી ક્ષણોની પ્રક્રિયા છે પરંતુ એવું બિલકુલ નથી. તમને એ જાણીને નવાઈ લાગશે કે મૃત્યુ આવવાની પ્રક્રિયા છ મહિના પહેલાથી શરૂ થઈ જાય છે. શિવપુરાણ અનુસાર મૃત્યુનો આભાસ મસ્તિષ્ક પહેલા નાભિને થઈ જાય છે. એટલે કે મૃત્યુની પહેલી આહટ સૌથી પહેલા નાભિ ચક્રને આવે છે. એટલે કે મૃત્યુ આવવાના 6 મહિના પહેલા નાભિચક્ર તુટવાનું શરૂ થઈ જાય છે.

જો કોઈ મનુષ્યને નાભિચક્ર તૂટવાનો આભાસ થાય તો તેને સમજી જવું જોઈએ કે તેની મૃત્યુ હવે નજીકમાં જ છે. શિવપુરાણ અનુસાર મૃત્યુ નજીક આવવા પર મનુષ્યની પોતાના સપનામાં પિતૃઓ અને પૂર્વજો દેખાવા લાગે છે. તેને પોતાની આસપાસ પોતાના પિતૃઓ હોવાનો આભાસ પણ થાય છે. જો કોઈ મનુષ્ય સાથે આવું થાય છે તો તેને સમજી લેવું જોઈએ કે મૃત્યુ નજીકમાં જ છે. શિવપુરાણ અનુસાર જે મનુષ્ય પોતાના જીવનમાં ખૂબ જ પાપ કરેલા હોય તેને પોતાના મૃત્યુ પહેલાં જ પોતાની આસપાસ યમદૂત દેખાવા લાગે છે. જેને જોઈને તે હંમેશા ભયભીત રહે છે. શિવપુરાણ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના શરીરનો રંગ પીળો પડી જાય કે સફેદ અથવા લાલ થઈ જાય તો તે વ્યક્તિની મૃત્યુ નજીક છે એ વાતનો સંકેત મળે છે.

ભગવાન શિવ કહે છે કે જે વ્યક્તિને પોતાનો પડછાયો પાણી તેલ કે અરીસામાં જોવામાં મુશ્કેલી પડે તો તે એ વાત તરફ ઇશારો કરે છે કે તે વ્યક્તિનું મૃત્યુ હવે નજીક છે. જો કોઈ વ્યક્તિના ડાબા હાથમાં એક અઠવાડિયાથી વધુ દુખાવો રહેવા લાગે તો સમજી લેવું જોઇએ કે તે વ્યક્તિ હવે વધુ જીવી શકે તેમ નથી. ભગવાન શિવ કહે છે કે જ્યારે કોઈ માણસને પોતાના કાન,જીભ, આંખો અને નાક પથ્થરની જેમ કઠોળ લાગવા લાગે તો તે નિશ્ચિત છે કે તે વ્યક્તિનું મૃત્યુ નજીક છે. જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્રમા સૂર્ય અને અગ્નિના પ્રકાશમાં જોવામાં અસમર્થ થઈ જાય પોતે પણ એ વાતનો ઈશારો કરે છે કે તે વ્યક્તિની મૃત્યુ છ મહિનાની અંદર થવાની છે.

શિવપુરાણ અનુસાર જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ નજીકમાં હોય તેના શરીરમાંથી એક અજીબ પ્રકારની ગંધ આવવા લાગે છે જે એક મરેલા શરીરમાંથી આવવાવાળી ગંધ જેવી હોય છે સાથે તે મનુષ્યને ચંદ્રમાં એક તિરાડ પણ દેખાવા લાગે છે એ વાતનો સંકેત છે કે તેનું મૃત્યુ નજીક છે. આ સંકેતોની સાથે એ વાત પણ જાણવી ખૂબ જ જરૂરી છે કે જન્મ અને મૃત્યુ એક સિક્કાની બે બાજુઓ છે. અને એવું કહેવાય છે કે માણસ જ્યારે જન્મે છે ત્યારે તેનો મૃત્યુનો દિવસ અને સમય નિશ્ચિત જ હોય છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *