જે સ્ત્રીની પીઠ પર ગરોળી પડે છે, તેનું આવવા વાળું ભવિષ્ય શાસ્ત્રોમાં આવું લખ્યું છે.

Astrology

મિત્રો, પશુ-પક્ષી અને જીવ-જંતુ દ્વારા આપણને ઘણા બધા સંકેતો મળે છે. તેમાંથી કેટલાક શુભ હોય છે તો કેટલાક અશુભ હોય છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં આ સંકેતો ના શુભ અને અશુભ ફળ વિશે બતાવવામાં આવ્યું છે. ગરોળી પણ એક એવો જીવ છે જે આપણા ઘરમાં જોવા મળે છે. મોટાભાગના લોકો ગરોળીથી ઘૃણા કરે છે અને કોઈ પણ રીતે તેને પોતાના ઘરથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગરોળીના ઘરમાં દેખાવાથી અને આપણા શરીર પર પડવાનું એક અલગ જ મહત્વ હોય છે.

આપણા શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર પુરુષોના જમણા અને સ્ત્રીઓના ડાબા અંગ પર ગરોળીનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગરોળીનું દેખાવું અને ગરોળીનું આપણા ઘરમાં આવવું એ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ ગરોળીને મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તો ઘરમાં ગરોળી આવી જાય તો તેને મારીને ભગાડી દેવી જોઈએ નહીં. જો તેને બહાર જ કરવી હોય તો તેને ઈજા ન થાય એ રીતે તેને બહાર કરવી જોઈએ.

ઘરમાં જો ત્રણ ગરોળી એકી સાથે તમને નજર આવી જાય તો સમજી લો તમારું ભાગ્ય ખુલી ગયું. કોઈ વ્યક્તિના માથા પર જો ગરોળી પડે તો તેને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિનું સમાજમાં માન-સન્માન વધશે અને આકસ્મિક ધનલાભ પણ થઇ શકે છે. જો કોઈ વ્યક્તિના જમણા હાથમાં ગરોળી પડે તો તેને ભવિષ્યમાં ધન પ્રાપ્તિ થવાની સંભાવના વધી જાય છે. કોઈ વ્યક્તિના જમણા ગાલ પર ગરોળી પડે તો સુખ-સમૃદ્ધિ નું પ્રતિક કહેવાય છે પરંતુ જો ડાબા ગાલ પર ગરોળી પડે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. જો વ્યક્તિના નાગ પર ગરોળી પડે તો તેને જીવનમાં રહેલી કોઈ સમસ્યા ઝડપથી દૂર થવાની સંકેત મળે છે.

જો કોઈ વ્યક્તિને જમણા પગ પર ગરોળી પડે તો તેને વિદેશ યાત્રાના સંયોગ બને છે. ડાબા પગ પર ગરોળી પડવાને સારું માનવામાં નથી. તેનાથી ઘરમાં કલેશ વધી શકે છે. જો કોઇ વ્યક્તિની મૂછો પર ગરોળી પડે તો સમાજમાં તેમનું માન-સન્માન વધવાના સંકેતો છે. જો કોઇ મહિલાની પીઠ પર ગરોળી પડે છે તો શાસ્ત્રોમા તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને માતા લક્ષ્મી તેમની પૂજા અને વ્યવહારથી અત્યંત પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવેલી છે. આ રીતે શકુન શાસ્ત્રમાં અને આપણા જયોતિષશાસ્ત્રમાં શરીર ઉપર ગરોળી પડવાના સંકેતો દર્શાવવામાં આવ્યા છે. તમારા શરીર પર પણ કોઈ ને કોઈ દિવસ ગરોળી પડી હશે તો મિત્રો અવશ્ય જણાવજો. જય માતા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *