આ 5 પક્ષી ઘરે આવવાથી થાય છે અશુભ, જોતા જ ભગાડી દો.

Astrology

મિત્રો, કેટલાક પક્ષીઓ પણ તમારા ઘરમાં ન આવવા જોઈએ નહીં તો ઘર પરિવાર બરબાદ થઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ પક્ષીઓનુ ઘરમાં હોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પ્રાચીનકાળથી જ લોકો કેટલાક પક્ષીઓનુ ઘરમાં આવવું શુભ કે અશુભ માને છે. આજે આપણે એવા પક્ષીઓ વિશે જાણીશું જે ઘરમાં આવવાથી ઘરને કંગાળ બનાવી દે છે. કેટલાક પક્ષી એવા પણ છે જે ઘરમાં આવવાથી તમને માલામાલ બનાવી દે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘરમાં ચામાચીડિયું આવી જાય તો એવા ઘરમાં બીમારીઓ, મૃત્યુ,બરબાદી ઘર કરી લે છે. અનેક લોકોનું એવું માનવું છે કે ઘરમાં ચામાચીડિયું હોવાથી પરિવાર પણ તૂટીને વિખેરાઈ જાય છે.

કાગડાનું પણ ઘરમાં વારંવાર આવવું અને ઘરમાં માળો બનાવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. સપનામાં કાગડાનું આવવું પણ ઘણા બધા પ્રકારના સંકેતો આપી છે. ઘરમાં કાગડાને બેસેલો જોવો નજીકના ભવિષ્યમાં દુઃખ ના સમાચાર લઈને આવી શકે છે. ત્રીજા નંબરનું પક્ષી ટીટહરી એટલે કે ભૂરુ તેતર છે.ભુરુ તેતર ઘરમાં અચાનક થી આવીને રહેવા લાગે તો ગમે ત્યાંથી જીવનમાં ભૂકંપ આવવાની શક્યતાઓ રહેલી છે. કારણકે તેતર હંમેશા જમીન ઉપર જ રહે છે અને જમીન પર જ પોતાના ઇંડા મૂકે છે એટલે તેમનું અચાનક ઘરમાં આવવું સારો સંકેત માનવામાં નથી આવતો.

ચોથા નંબરનું પક્ષી ઘુવડ છે. જો તમારા ઘરમાં વારંવાર આવે અને વારંવાર એક જ દિશામાં જોઈને બૂમો પાડે તે ખૂબ જ વધારે અપશુકન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એક બે વખત ઘરમાં ઘુવડ આવવાથી ઘરમાં ખુશીઓ આવે છે પરંતુ તેનું વારંવાર ઘરમાં આવવું બરબાદીનું લક્ષણ છે. હવે આપણે એવા પક્ષી વિશે જાણીશું જેનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખૂબ જ કિસ્મતવાળાના ઘરે ચકલી આવે છે. ચકલીની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થઈ રહી છે પરંતુ તેમનું ઘરમાં આવવું અત્યંત શુભ માનવામાં આવે છે. ચકલી જે ઘરમાં માળો બનાવે છે તે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી નિવાસ કરે છે. ચકલી તમારા ઘરનું વાસ્તુ પણ સુધારી દે છે. કહેવાય છે કે જ્યાં ચકલીનો નિવાસ હોય છે ત્યાંનું વાતાવરણ પણ શુદ્ધ બની જાય છે. ઘરમાં ચકલીના આવવાથી અટવાયેલા કામ પણ બનવા લાગે છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. ચકલી જો વહેલી સવારે જોવા મળી જાય ખૂબ જ વધારે શુભ સંકેત માનવામાં આવે છે.

ચકલીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે એટલા માટે તેનું ઘરમાં આવવું ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. ચકલીના ઘરમાં આવવાથી જીવનમાં સફળતા મળવા લાગે છે. તમારા ઘરમાં પણ જો ચકલી આવે છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી નિવાસ કરે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *