આ સમય પર રોટલીનું દાન કદી ના કરો, ઘરમાં ગરીબી લાવે છે આ ભુલો.

Astrology

મિત્રો, દાન કરવું ખૂબ જ આવશ્યક છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના જીવનમાં ઓછામાં ઓછું બે વાર ગુપ્ત દાન કરવું જોઈએ. દાન સર્વશ્રેષ્ઠ અને મંગલકારી હોય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને તમે દાન નથી કરી શકતા. ભગવાન શિવે કહ્યું છે કે આ 6 વસ્તુઓનું દાન કોઈ પણ મનુષ્ય કરી શકતો નથી. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ફાટેલા કપડા કદી પણ કોઈપણ વ્યક્તિને દાન ન કરવા જોઈએ. ઘરમાં તૂટેલા-ફૂટેલા ચંપલ કે બુટ પડ્યા હોય તો તેને પણ દાન ન કરવા જોઈએ. આવા તુટેલા ચંપલ દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય વધે છે. આવા બુટ ચંપલ કદી પણ દાન ન કરવા જોઈએ. ઘરની સાવરણી પણ કોઈને દાનમાં આપવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી તમારો સાથ હંમેશા માટે છોડી દે છે. ઘરના વાસણ પણ કદી કોઈને દાનમાં ન આપવા જોઈએ. તેમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

ઘરની રસોઈ કરવામાં વપરાયેલું તેલ કોઈને પણ દાન ન કરવું જોઈએ. આવું વાપરેલું તેલ દાન કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. રસોડામાં રહેલી તેજ ધારદાર વસ્તુઓ જેવું કે છરી ચપ્પુ વગેરે ચીજ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તેનાથી રાહુ કેતુ તથા શનિનો પ્રભાવ જીવનમાં વધી જાય છે અને વ્યક્તિ ધીમે ધીમે કંગાળ બની જાય છે. અમે તો કોઈ દીકરીનું કન્યાદાન કરી રહ્યા હોય તો એ સુનિશ્ચિત કરી લો કે તે વ્યક્તિ ખોટું આચરણ કરવાવાળો ન હોય. કોઈ ખોટા વ્યક્તિને કન્યાદાન કરવાથી તમારા નર્કના દરવાજા ખુલી જાય છે. હવે આપણે જાણીશું કે એવી કઈ ત્રણ ચીજ વસ્તુઓ છે જે સવારના સમયે દાન ન કરવી જોઈએ.

સવારના સમયે ભોજન દાન ન કરવું જોઈએ. ઘણા લોકો રાત્રે વધેલું ભોજન સવારે દાન કરતા હોય છે પરંતુ એવું ન કરવું જોઈએ. રોજ સવારે ભોજન દાન કરવું જ હોય તો તાજું બનાવેલું ભોજન જ દાન કરવું જોઈએ. વાસી ભોજન જે ખરાબ થઈ ચૂક્યું છે આવું ભોજન જો તમે દાન આપો છો તો તમે તમારા દુર્ભાગ્યને પોતે જ આમંત્રણ આપી રહ્યા છો. તમે પુણ્યના બદલે પાપના ભાગીદાર બની રહ્યા છો. સવારના સમયે અનાજનું દાન પણ ન કરવું જોઈએ. અનાજથી બનેલી રોટલીનું દાન પણ સવારના સમયમાં ન કરવું જોઈએ. કોઇ ગરીબને ઘરનું અનાજ દાન કરવાથી સુખ-સમૃદ્ધિ અને પૈસા બધું જ પ્રાપ્ત થાય છે પરંતુ તેના માટે તમારે એક સાવધાની રાખવાની જરૂર છે. જો સવારના સમયે તમારે અનાજ દાન કરવું જ પડે તો તે સમયે તમારે આ મંત્રનો ત્રણ વખત જાપ કરવો પડશે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. આમ ભગવાન વિષ્ણુના આ મંત્રનું ત્રણ વખત જાપ કર્યા બાદ શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ. આ મંત્ર બોલ્યા વગર સવારે અનાજનું દાન કરવાવાળો વ્યક્તિ પાપનો ભાગીદાર બની જાય છે.

શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે સવારના સમયમાં આ મંત્ર બોલ્યા વગર કરેલું દાન વિફળ બની જાય છે. તેવા દાનનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. એટલા માટે સવારના સમયમાં રોટલી કે અનાજનું દાન જો કરવું હોય તો ભગવાન વિષ્ણુના આ મંત્રનો ત્રણ વખત જાપ અવશ્ય કરવો. આ મંત્રને મનમાં પણ તમે બોલી શકો છો. આજ રીતે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે કે સાંજના સમયે તાંબાનું દાન પણ ન કરવું જોઈએ. દિવસના બાકી સમયમાં તમે તાંબાનું દાન કરી શકો છો પરંતુ તાંબાનું દાન તમારે સવારે કે સાંજના સમયે ન કરવુ જોઈએ. આપણે દાન જેવું પુણ્યનું કામ કરતી વખતે આ કેટલીક બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ જેથી આપણને તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય. જય શ્રી હરિ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *