દીકરીના જીવનમાં ખણ ખોતર કરવાનું બંધ કરો, દીકરીનું જીવન બરબાદ થયા પહેલા દરેક મા-બાપ આટલું અવશ્ય વાંચે.

Astrology

મિત્રો, દરેક માતા-પિતા પોતાના સંતાનને અનહદ પ્રેમ કરતા હોય છે પરંતુ ઘણીવાર આ લાગણી અને પ્રેમ હદથી ત્યારે વધી જાય છે જ્યારે દીકરીના લગ્ન પછી પણ દીકરીની માં તેના સાસરીના જીવનમાં પણ દખલ કરવાનું શરૂ કરી દે છે. આજે શું ખાધું? કોણે બનાવ્યું હતું? તે જમવાનું બનાવ્યું તો તારી સાસુ શું કરી રહી હતી? આરામ કરી રહી હતી કે શું? તું નોકરાણી છે? આ વખતે તો મોઢા પર કહી દેજે મારાથી આ કામ નહીં થાય. આ વખતે કંઈ બોલે તો જવાબ આપી દેજે, દબાઈને બિલકુલ ના રહેતી. જમાઈ ધ્યાન રાખે છે કે નહીં. એમનાથી ડરીને ન રહેતી. તું એમના થી ઓછું ભણેલી નથી. કેટલીક માં આવી વાતો કરીને પોતાની વિવાહિત છોકરીના જીવન ઝેર જેવું કરી દે છે.

તેમને સહેજ પણ અંદાજો નથી હોતો કે તેમની આ શીખ દીકરીના હસતા રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે. દીકરીના પરિવારમાં દખલ ન કરો. દીકરીઓ પોતે ખૂબ જ સમજદાર હોય છે. એટલે સાસરીમાં તેણે જાતે જ હળવા ભરવા દો. દીકરીને બની શકે તો રોજ ફોન ન કરવો. અને રોજ ફોન કરો તો ફક્ત તેના હાલચાલ પૂછો. દીકરી માટે સાસરી એક નવી જગ્યા હોય છે, અજાણ્યા લોકો હોય છે, નવા સંબંધો હોય છે, ઘરનો માહોલ અલગ હોય છે તેથી દીકરીને આ બધા સાથે અનુકૂળ બનતા થોડો સમય લાગે છે. અને આ બધું એક દિવસમાં નથી થતું. ધીમે ધીમે સંભવ છે. સાસરીમાં દીકરીએ એક કામ લીધું કરી લીધું એમાં ચિંતા કરીને તેને અવળી શીખામણ ન આપતા તેના પર ગર્વ કરજો તે દીકરી કામ તો થાય જવાબદારી ઉપાડતા શીખી ગઈ છે.

ગમે તેવી પરિસ્થિતી હોય દીકરીને વડીલોના સામે બોલતા તો ન જ શીખવાડતા કારણ કે લગ્ન પછી જીવનમાં ઘણીવાર ઘરમાં ચઢાવ-ઉતાર આવતા રહેતા હોય છે. અને દીકરી વડીલોના સામે બોલતી થઈ જાય ત્યારથી જ તેના પરિવારમાં કલહ-કંકાશ શરૂ થઈ જાય છે. પોતાના સંતાનો પ્રત્યે દરેક માતા-પિતાને પ્રેમ હોય છે પરંતુ એ પ્રેમમાં એટલા પણ આંધળા ન બની જાઓ કે ઘણીવાર આપણે અજાણતા જ પોતાના સંતાનના જીવનમાં આગ લગાવી દઈએ છીએ. દીકરીના જીવનમાં જો ખરેખર કોઈ સમસ્યા હોય તો અવશ્ય તેને હંમેશા સાથ આપવો જોઈએ પરંતુ નાની નાની બાબતોમાં રાઈનો પહાડ બનાવી દખલ કરીને તેનું જીવન ન બગાડવુ જોઈએ. મોટાભાગે જોવા મળી છે કે જે ઘરમાં છોકરીની મા ની દખલ રહે છે એ છોકરીઓ પોતાના પરિવાર અને પતિને મનથી અપનાવી શકતી નથી. દીકરીના જીવનમાં વધુ પડતી દખલ ન કરવા બાબતમાં તમારું શું વિચાર છે તે અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *