મિત્રો, આપણામાંથી ઘણા લોકોની હથેળીમાં હસ્તરેખા વડે M નિશાન બને છે તથા નખ ઉપર અર્ધચંદ્રમાંનું નિશાન પણ હોય છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ નિશાનો આપણા ભાગ્યનું સૂચન કરે છે. આપણા હાથ ઉપર અને નખ ઉપર રહેલી આવી નિશાનીઓનું અલગ જ મહત્વ હોય છે જે ઘણા લોકો નથી જાણતા. આવા નિશાન ભાગ્યશાળી લોકોના હાથમાં જ હોય છે. દરેક લોકોમાં આવા નિશાન જોવા મળતા નથી. આજે આપણે આ નિશાન નું તમારા જીવનમાં શું મહત્વ છે તેના વિશે જાણીશું.
આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો તમારી તર્જની આંગળીના નખ અર્ધચંદ્ર હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે ખૂબ જ ભાગ્યશાળી છો. જેની તર્જની આંગળીના નખ પર અર્ધચંદ્રનું નિશાન હોય તે લોકોને ખૂબ જ જલ્દી સફળતા મળે છે. મોટી આંગળીને શનિદેવની આંગળી પણ માનવામાં આવે છે કારણ કે તે બધી આંગળીઓથી મોટી હોય છે. મધ્યમ કે મોટી આંગળીના નખ ઉપર અર્ધચંદ્ર હોય તે લોકો ઉદ્યોગના કામોમાં ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. કોઈની કનિષ્ઠા એટલે કે ટચલી આંગળી પર અર્ધચંદ્ર હોય તેવા વ્યક્તિને ભવિષ્યમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થવાનો હોય છે.
જે વ્યક્તિના અંગુઠાના નખ પર અર્ધચંદ્ર હોય તે વ્યક્તિ આળસુ હોય છે. પોતાના દરેક કામને સરળતાથી કરવા માંગે છે અને આવો વ્યક્તિ કોઈપણની ઈર્ષા નથી કરતો. જે વ્યક્તિના અંગુઠાના નખ ઉપર ચંદ્ર હોય તે લોકો સ્વભાવના ખુબ જ સરળ અને દિલના સાફ વ્યક્તિઓ હોય છે. જે લોકોના હાથની હથેળીમાં હસ્તરેખાઓ વડે M જેવું નિશાન હોય તેવા લોકો ખૂબ જ સાહસી અને પડકારોને સ્વીકારીને તેનો સામનો કરવાવાળા હોય છે. આવા લોકોને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.
આવા લોકો જલ્દી કોઈના ઉપર વિશ્વાસ કરતા નથી. આ નિશાની વાળા લોકો આત્મનિર્ભર હોય છે બીજા પર આશા રાખતા નથી જેઓ પોતાનો રસ્તો સ્વયં બનાવવામાં જ વિશ્વાસ રાખે છે. તો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોય તો કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો.