ઘરના મંદિરમાં પૂજા કરતા સમયે જો આવું થાય તો સમજવું ભગવાન સાક્ષાત તમારી સામે છે.

Astrology

મિત્રો, દરેક લોકો સવારે અને સાંજે ભગવાનની પૂજા કરે છે કારણ કે મિત્રો દરેક મનુષ્યને ખબર છે કે આ ધરતી પર ભગવાને આપણને જન્મ આપ્યો છે અને તે સંસારનો જીવનદાતા છે તેના માટે આપણે જીવનભર એમનો આભાર તો માનવો જોઈએ. કહેવાય છે.મિત્રો સાચા મનથી કરેલી આરાધના ભગવાન સુધી અવશ્ય પહોંચે છે. શ્રદ્ધાથી અને સાચા મનથી જો પૂજા કરવામાં આવે તો ભક્ત સાક્ષાત ભગવાન આપણી સાથે જ હોય છે અને તેઓ કેટલાક સંકેતો પણ આપે છે. ભગવાન એ આપણી પૂજા સ્વીકારી છે એવા સંકેતો પણ આપણને મળે છે.

જ્યારે ભગવાન ની અગરબત્તી સળગાવવામાં આવે અને જો તમને કોઈ સકારાત્મક ઊર્જાનો અહેસાસ થાય અને ઘરનો માહોલ એકદમ અલગ જ લાગે તો સમજવું કે ભગવાન સ્વયં તમારા ઘરે આવી ચૂક્યા છે. જ્યારે પણ ભગવાન આપણા ઘરે પધારે છે ત્યારે આપણને એક સુખદ અહેસાસ થાય છે અને ઘરના દરેક વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા મહેસૂસ થાય છે ત્યારે આપણે ભગવાન સામે હાથ જોડીને જે માનવું હોય તે માગી લેવું જોઈએ. મિત્રો જો પૂજા કરતા સમય ઘરના આંગણે કોઈ ભિખારી કે ભૂખ્યો માણસ આવી ચડે તો સમજવું કે આપણી ઘરે સાક્ષાત ભગવાન આવી ગયા છે. આ વખતે તમારે તે ભિખારીને અથવા તો ભૂખ્યા માણસને કંઈક ને કંઈક વસ્તુ અવશ્ય આપવી જોઈએ. પૂજા દરમિયાન ભૂખ્યાને ભોજન આપવાથી ભગવાન ખૂબ જ ખુશ થાય છે.

પૂજા કરતા સમયે ભગવાન સામે સળંગ આવેલા દીવાની વાટ જ્યારે અચાનક જ તેજ થઈ જાય તો સમજવું કે તમારા ઘરે ભગવાનનું આગમન થઈ ચૂકયું છે. આવા સમયે આપણા ઘરની જો કોઈપણ સમસ્યા હોય તો ભગવાનને અવશ્ય બતાવવી જોઈએ અને તેનો સાચો માર્ગ ભગવાન પાસે માગવો જોઈએ. જ્યારે આપણી અગરબત્તીનો ધુમાડો કોઈ વિશેષ નિશાન રજૂ કરી ત્યારે સમજવું એ ભગવાન આપણી આસપાસ જ છે પરંતુ તેના માટે મિત્રો શ્રદ્ધા અને ભગવાન પર વિશ્વાસ હોવો જરૂરી છે. પૂજા દરમિયાન જો કોઈ મહેમાન ઘરે પધારે તો તેમનું પણ કંકુ ચોખા વડે સ્વાગત કરવું જોઈએ. ભગવાન પર ચડાવેલું ફુલ પૂજા સમાપ્ત થયા બાદ જો આપણા ખોળામાં અથવા તો આપણા હાથમાં પડે તો પણ એ એક શુભ નિશાની છે. ભગવાનની આપણા પર કૃપા હોવાની તે એક અત્યંત શુભ નિશાની માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *