આ 7 લક્ષણો બતાવે છે પિતૃઓ તમારાથી નારાજ છે.

Astrology

મિત્રો, અત્યારના સમયમાં દરેક લોકો ઘણી બધી સમસ્યાઓથી પરેશાન છે. અને આ સમસ્યાનું સમાધાન આપણે આપણા ભગવાન પાસેથી માગીએ છીએ પરંતુ તો પણ કોઈ લાભ થતો નથી તો સમજી લેજો ઘરમાં આ બધી સમસ્યાઓનું કારણ છે પિતૃઓની નારાજગી. પિતૃઓ જો આપણા પર પ્રસન્ન રહે તો રાતોરાત આપણી કિસ્મત બદલાઈ શકે છે. પરંતુ જો પિતૃઓ આપણાથી રુષ્ટ થઈ જાય તો જીવન મોટા સંકટમાં આવી જાય છે. આપણા શાસ્ત્રોમાં એવા કેટલાક લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે જેના આધારે આપણે ચોક્કસપણે જાણી શકે છે કે પિતૃ આપણાથી નારાજ છે કે નહીં.

ઘણા લોકો જ્યારે ભોજન કરવા બેસે છે ત્યારે વારંવાર તેમના ભોજનમાંથી વાળ નીકળે છે પછી ભલે તે ભોજન ખૂબ જ સાવધાનીથી બનાવવામાં આવી હોય, સાફ સફાઇ અને સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હોય છતાં ભોજનમાં વાળ આવી જ જાય છે. તમને આ વાત સામાન્ય લાગશે પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઘટના પિતૃદોષનો સ્પષ્ટ સંકેત છે. હવે બીજા લક્ષણની વાત કરીએ. જ્યારે તમે કોઈ એવા ઘરે જાઓ છો અને ત્યાં તમને કોઈ દુર્ગંધનો અહેસાસ થાય તો સમજી લેજો તે ઘર ઉપર પિતૃદોષ છે. આમ તો તે દુર્ગંધ તે પરિવારના દરેક વ્યક્તિને આવતી હોય છે પરંતુ નિયમિત આવી દુર્ગંધ આવતી હોવાથી તેઓ ઓળખી શકતા નથી પરંતુ બહારથી આવવા વાળી વ્યક્તિને તરત જ તે દુર્ગંધની ખબર પડી જાય છે.

જો તમારા કોઈ પૂર્વજ તમને વારંવાર સપનામાં દેખાય તો સમજી લેવું જોઇએ કે તમારું સપનું સામાન્ય નથી. તે પિતૃદોષ હોવાનો સ્પષ્ટ સંકેત છે. કેટલાક પરિવાર કદી પણ સુખ-શાંતિથી રહી શકતા નથી. માંડ કરીને તેમના જીવનમાં સુખ આવ્યુ હોય અને અચાનક ક્યાંકથી દુઃખ આવી જ જાય છે. કોઈપણ કાર્ય નિર્વિઘ્ને પાર પડતું નથી. જો ઘરની પરિસ્થિતિ આવી હોય તો તે પિતૃદોષનું લક્ષણ છે. ઘણા લોકો સ્વભાવના ખૂબ જ સારા હોય છે છતાં તેમના લગ્ન થતા નથી. લગ્નમાં તમને સતત અડચણો નડતી હોય છે. લગ્ન નક્કી થયા પછી પણ છેલ્લી ઘડીએ કોઈના કોઈ અડચણથી તેમના લગ્ન સંપન્ન થતા નથી. કોઈના જીવનમાં જો આવી પરિસ્થિતિ હોય તો ચોક્કસપણે તેના પર પિતૃદોષ હોય છે.

ઘણા લોકોને વેપાર ધંધો ખૂબ જ સારો ચાલતો હોય છે. છતાં તેમની પાસે ધન ટકતું નથી. બધું હોવા છતાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. ઘણીવાર એવું બને છે કે તે વ્યક્તિ પોતાનું મકાન કે દુકાન વેચવા માટે અથાગ પ્રયત્ન કરે છે છતા વેચી શકતો નથી. કોઈ સંપત્તિની ખરીદી કરવા જાય ત્યારે પણ અડચણો આવતી હોય છે. આવી પરિસ્થિતિ પિતૃદોષ તરફ સંકેત કરે છે. પિતૃદોષનું બીજી એક લક્ષણ એ પણ છે કે ઘણા દંપતિ સંતાન પ્રાપ્તિથી વંચિત રહેતા હોય છે. તેમના બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં તેમને સંતાન પ્રાપ્તિ થતી નથી. ઘણીવાર સંતાન પ્રાપ્ત થઇ જાય તો પણ તેઓ અસ્વસ્થ કે કમજોર હોય છે. આ કેટલાક લક્ષણો તમને દેખાય તો પિતૃદોષ નિવારણ અર્થે અવશ્ય પૂજાવિધિ કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *