પાણી દ્વારા જાણો ઘરમાં ભૂત છે કે નહીં.

Astrology

મિત્રો, ઘણીવાર આપણી આસપાસ આપણને કોઈ અદૃશ્ય શક્તિ હોવાનો અહેસાસ થતો હોય છે. ઘરમાં પણ આપણને કોઈના હોવાનો ભાસ થતો હોય છે. આપણે દરવાજો ખોલીએ ત્યારે કોઈ દોડતું આપણી આગળથી ચાલ્યુ જાય તેવો અહેસાસ થતો હોય છે. ઘરમાં વારંવાર ચીજવસ્તુઓ તૂટી જવી કે બગડી જવી તે પણ આપણા ઘરમાં આત્મા હોવા તરફ ઇશારો કરે છે. વારંવાર ઘરના વ્યક્તિઓની તબિયત બગડવી, રોજ એક જ પ્રકારનું સપનું આવવું, આપણી સામે કોઈ ન હોય છતાં કોઈના હોવાનો અહેસાસ થવો, આપણને કોઈ જોઈ રહ્યું હોય તેવો ભાસ થવો આ બધા સંકેતો આપણને કંઈક ખાસ પ્રકારની અદ્રશ્ય શક્તિ તરફ ઇશારો કરે છે.

આપણે સૌએ ભૂત વિશે તો સાંભળ્યું જ હશે. ઘણા લોકો ભૂતને ફક્ત એક વહેમ માને છે અને જે લોકોને ભૂત કે આત્માનો અનુભવ થયો છે તે લોકો ભૂત પ્રેતમાં અવશ્ય માને છે. શું તમને આવો કોઈ અનુભવ થયો છે? શું તમે ભૂત પ્રેત માનો છો કે પછી તેને એક અંધશ્રદ્ધા અને વહેમ માનો છો? તમારા વિચારો અવશ્ય જણાવજો. આજે આપણે એક ગ્લાસ પાણી વડે આપણા ઘરમાં ભૂત રહે છે કે નહીં તે પ્રયોગ વિશે જાણીશું. ઘરમાં આવી નકારાત્મક શક્તિ હોવાથી ઘરમાં ખૂબ જ નુકસાન થાય છે અને જિંદગીમાં હંમેશા કંઇક ને કંઇક ખરાબ થયા કરે છે. આપણા ઘરમાં આવી નકારાત્મક શક્તિ છે કે નહીં તે તપાસવા માટે તમારે ફક્ત એક ગ્લાસ પાણીની જરૂર છે.

ઘરમાં ભૂત છે કે નહીં તે તપાસવા માટે રાત્રે એક ગ્લાસ પાણી લો અને આ પાણીમાં બે ચમચી મીઠું નાખી દો. આ મીઠા ને પાણીમાં બરાબર હલાવીને મિલાવી દો અને આ મીઠા વાળા પાણી ને ઘરની એવી જગ્યા પર મૂકી દો જ્યા તમને સૌથી વધારે નકારાત્મક ઉર્જા હોવાનો આભાસ થાય છે એટલે કે જ્યાં ભૂત હોવાનો અહેસાસ થાય છે અને ગભરાહટનો અહેસાસ થાય છે ત્યાં મીઠાવાળા પાણીના ગ્લાસને રાત્રે મૂકી દો. આ પાણી બીજા દિવસ સવાર સુધી જો ગંદુ થઈ જાય એટલે કે કાળા રંગનું કે પીળા રંગનું થઈ જાય તો સમજી લેવું કે તમારા ઘરમાં આવી કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ છે. અને જો પાણીના રંગ માં કોઈ ફેરફાર ન હોય તો તમારા ઘરમાં એવી કોઈ નકારાત્મક શક્તિ નથી.

કહેવાય છે કે આ પ્રયોગ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા છે કે નહીં તે ચોક્કસથી જાણી શકાય છે અને જો નકારાત્મક ઉર્જા હોય તો તેનો નાશ પણ થઈ જાય છે. આવી નકારાત્મક શક્તિઓને ઘરમાંથી બહાર કાઢવા માટે ઘરમાં ગુગળનો ધૂપ કરવો જોઈએ અને હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરવાથી આવી શક્તિઓ ઘરમાંથી સદાય માટે બહાર ચાલી જાય છે. આવા કાર્યો માટે કોઇ ઢોંગી કે પાખંડી બાબાનો સંપર્ક ન કરવો. આવી વ્યક્તિઓ સામે લડવા માટે ફક્ત હનુમાન ચાલીસા કાફી છે. આપણી આસપાસ ઘણા લોકોને આવી અદ્રશ્ય આત્માનો જીવનમાં અનુભવ થયો હશે, જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો અવશ્ય જણાવજો, જય બજરંગ બલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *