મિત્રો, આ દુનિયામાં જે પણ માણસ જન્મ લીધો છે તેણે એક દિવસ આ દુનિયા છોડીને જવું જ પડે છે. દરેક માણસને એ પ્રશ્ન થાય છે કે જ્યારે પણ માણસનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તેના મનમાં કયા કયા વિચારો આવે છે? મૃત્યુના થોડી ક્ષણો પહેલાં તે શું વિચારે છે? ઘણીવાર આપણા મનમાં મૃત્યુને લઈને ઘણા બધા વિચારો આવે છે. આપણું મગજ કદી ઊંઘતું નથી કે દરેક સમયે સક્રિય રહે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે પણ આપણા મગજમાં વિચારો ચાલ્યા કરે છે. માનવામાં આવે છે કે આપણું મગજ દરરોજ ૬૦ હજાર કરતાં પણ વધુ વિચારોને જન્મ આપે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે મૃત્યુની ક્ષણો પહેલાં માણસ સૌથી પહેલા જીવનમાં પોતે વિતાવેલી સારી અને ખરાબ પળોને યાદ કરે છે. મૃત્યુની થોડી ક્ષણો પહેલાં માણસ એ બધી વાતો પોતાના પરિવારજનોને કહી દે છે જે આજ સુધી તેને પોતાના દિલમાં દબાવીને રાખી હોય છે. મૃત્યુ વખતે પણ માણસ ચિંતાઓથી મુક્ત બની શકતો નથી. મૃત્યુની થોડી ક્ષણો પહેલાં પણ તે તેના અધુરા કામોની ચિંતા કરતો હોય છે. તેને તેના ઘણા બધા સપનાઓ અધૂરા રહેવાનું પણ દુઃખ રહે છે. છેલ્લા સમયમાં તે આ બધી વાતોને યાદ કરી લે છે જે તે પૂરી કરી શક્યો નથી.
કહેવાય છે કે માણસની ઈચ્છાઓનો કદી અંત થતો નથી. મૃત્યુની થોડી ક્ષણો પહેલાં પણ તેને પોતાની અધુરી ઈચ્છાઓ ની યાદ આવે છે. તે એવું વિચારે છે એ એને થોડો વધુ સમય મળી ગયો હોત તો સારું હતું. મૃત્યુ વખતે માણસ દરેક વ્યક્તિને પોતાની ભાવનાઓ જણાવે છે જેનાથી તેના મનમાં કઇ રહી ન જાય. જે લોકોને જિંદગીમાં ક્યારેય પણ તેને દુઃખ પહોંચાડ્યું હોય તે લોકો સામે તે માફી માગવાનું પણ વિચારે છે જેથી તેના મનનો બોજ તે હળવો કરી શકીએ. મૃત્યુ સમયે માણસ એવું વિચારે છે કે તેને પોતાની જિંદગીને ચિંતાઓ કરવાને બદલે ખુશી ખુશી વિતાવી હોત તો સારું હતું. તેને થાય છે કે તેને પોતાના માટે થોડો સમય કાઢ્યો હોત તો પણ સારું હતું.
ઘણા લોકો મૃત્યુ પહેલા એવું વિચારે છે કે આ ભાગદોડવાળી જિંદગીમાં તેઓ કોઈ તીર્થ સ્થળના દર્શન કરી આવ્યા હોત તો સારું હતું પરંતુ તેમને અફસોસ થાય છે કે તેના માટે તે સમય કાઢી શક્યો નહીં. મૃત્યુ પહેલાં માણસ તેના સગા સંબંધીઓ, દોસ્તો અને પોતાના પરિવારજનો સાથે છેલ્લી મુલાકાત કરવા ઇચ્છતો હોય છે જેથી તે દરેકને પોતાના દિલની વાત કરી શકે. મૃત્યુ વખતે પણ તે પોતાના પરિવારની જવાબદારીઓમાંથી મુક્ત બની શકતો નથી. જો કોઈ માણસના બાળકો નાના હોય અથવા તો પરિવારની જવાબદારી તેના પર હોય તો મૃત્યુ વખતે પણ તેના મનમાં એ જ ચિંતા સતાવતી હોય છે કે તેના મૃત્યુ પછી તેના બાળકોનું અને તેના પરિવારજનોનું શું થશે? આ કેટલી ભાવનાઓ અને લાગણીઓ જે મનુષ્ય મૃત્યુ પહેલા વિચારતો હોય છે. હર હર મહાદેવ.